________________
જંદગી સુધી નિર્ધનત્રત પાળનાર ચીનને એક મહાપુરુષ છે. સુન-યાટ-સેનનું નામ જગતની તવારીખમાં આજથી વર્ષો પહેલાં નોંધાયું છે. તે મેકાવોમાં હતા, ત્યાં તેમને થોડા જુવાનીઆઓ મળ્યા. એ જુવાનના અંતરમાં, ચીનના વિદેશી વિક્તા શહેનશાહોની સામે, તેમના નિર્બળ, સડેલા અને તે અત્યાચારી અમલ સામે, અસં-- તેષની હોળી સળગતી હતી. આ જુવાન એ અમલમાં સુધારણા કરાવવાની બુદ્ધિથી-ક્રાંતિ કરવાની નેમથી નહિ-શાંત કાર્ય કરતા હતા. ડો. સુનચાટ-સેને તેમને વિપ્લવને સંદેશ આપે, અને “તરણ ચીન નામને પણ સ્થાયી
ના પણ સ્થાપે. તે દિવસથી તેમણે વિપ્લવમાટે ભેખ લીધો. કે - તેમણે જીવનાંતસુધી ન ઉતાર્યો.
ડૉ. સેનના આ નવા પક્ષમાં પ્રથમ અઢાર બહાદૂર ચીના યુવકે જોડાયા; પણ તેમાંથી પહેલા વર્ષની આખરે એકલા સેનજ બાકી રહ્યા. બીજા કયાં ગયા? સેનને છોડી ગયા ? ના, એ બધા પકડાઈ, ફાંસીને લાકડે લટકી, ચીન-માતાનું નામ જપતા જપતા સ્વર્ગને માગે સંચય હતા. તે વખતે હૈં. સેનના પક્ષમાં ભળવું કે વિપ્લવની પ્રવૃત્તિ કરવી, એ એટલું ભયંકર હતું. અરજીઓ અને યાચનાઓને યુગ આથમીને સેનના ઉદયની સાથે, વિપ્લવ-યુગને ચીનમાં ઉદ થયો; અને ચીની તણો એમાં હસતે મુખે હમાવા લાગ્યા. ડો. સેન પિતાના તરુણું સાથીઓની "વિજોગ સહતે, પ્રજાસત્તાકનું પોતાનું સ્વપ્ન સિદ્ધ કરવાની અમર આશાએ, વિપ્લવનું કાર્યો જેસભેર આગળ ધપાવવા લાગ્યા. ચીનમાં એ આગ ધીમે ધીમે ફેલાવા લાગી.
10.
૧૮૯૪-૯૫ માં જાપાન સાથેના યુદ્ધમાં ચીન હાર્યું. પરાજયનું કારણ ચીનના લશ્કરમાં પ્રસરેલું લાંચરૂશ્વતનું વાતાવરણ હતું. એ પરાજયે મંચુ શહેનશાહ સામે પ્રજામાં પ્રબળ અણગમો પ્રસાર્યો. ઠે. એને અવસર ઓળખે. તક સાધવાના વિચારથી આક્રમણની થેજના તૈયાર થઈ કટોન, દક્ષિણનું સમૃદ્ધિશાળી પ્રાંતિક પાટનગર કબજે કરી, પ્રજાસત્તાક જાહેર કરવાનું ઠર્યું. શસ્ત્ર અને દારૂગોળ સંઘરાયા. પ્રજાસત્તાકને નામે લડનારા લડવૈયાઓ ઉભા થયા. બળવા જાહેર કરવાનો વખત નકકી થયે; પણ છેટલી પળે, જ્યારે બળવાખાની ટકડીઓ યુદ્ધદુંદુભિ ગજવતા' મેદાને નીકળી ચૂકી હતી ત્યારે, એક બદમાશ દેશદ્રોહીએ આખી યોજનાની વિગતે પ્રાંતિક સુબાને આપી દઈ, આખું કાવતરું ખુલ્લું પાડી દીધું. જે જે ન નાસી છુટયા, તે બધા પકડાયા; બેહદ સીમેના ભાગ બની, જેલમાં ખૂબ રીબાયા અને છેવટે, દાખલો બેસાડવાને, પાટનગરના ચોકમાં તેમનાં માથાં ઉડાવી દેવામાં આવ્યાં.
જે જે નાસી છુટયા, તેમની સાથે વેશ બદલીને, ઉં. સેન પણ છટકી ગયા. તેમને શોધતા સિપાઈઓની વચ્ચે થઈને તે શહેરના ગઢ ઉપર ચઢી, રાતોરાત ગામડામાં નાસી ગયા. ખેડુતોના ઝુંપડાઓમાં, માછીમારોનાં હાડકામાં અને જંગલોમાં છપાતા લપાતા તે મેકા પહોંચ્યા. ત્યાંથી થોડ દિવસ પછી તે ઈગ્લાંડમાં દેખાયા. એ રીતે તેમનો પંદર વર્ષનો દેશવટ શરૂ થ: પણ એ સમય સેનના અપ્રતિમ સાહસ અને અતુલ શૌર્ય તેમજ અખંડ વીરતા અને અદ્દભુત દેશભક્તિથી ચીનની ઈતિહાસમાં અમર બની ગયો છે. વિપ્લવની તૈયારીઓમાં તે આખી પૃથ્વી ઘૂમી વળ્યું. એક દિવસ ચીનના આ થાણુમાં તે બીજે દિવસ તે થાણામાં, એમ સૌને આશ્ચર્યચકિત કરતા તે ચીની તરુણેની શોધમાં ભટકતા. દેશવટો ભોગવતા દુનિયાના ગમે તે ભાગમાં રહેતા ચીનભક્તિ અને ચીન–માતાની વચ્ચે તે એક સાંકળસમાં હતા. તેમણે તેમને બધાને સાંકળી રાખ્યા, અને એક. જબરદસ્ત, આખી દુનિયામાં પથરાયેલું ચીના વિપ્લવવાદીઓનું લકર બનાવ્યું. તેમાંથી બહાર ભટકતા માણસોનું કામ ફાળે એકઠું કરવાનું, ચીનમાં રહેલાઓનું કામ વિષવને આતશ પ્રગટાવવાનું અને જવાનોનાં મંડળ સ્થાપવાનું, એમ યોજના ઘડી આખરી લડાઈ લડી લેવાના નિશ્ચયથી જોસભેર કામ ચાલું.
પિતાના માથા ઉપર, કેટલીયે વખત, લાખનું ઈનામ લટકતું લઈને, અને જાસુસ તથા બાતમીદારોની કરડી નજર ચૂકાવીને ડે. સેન મજુરના, માછીમારના કે અભણ ખેડુતના લેબાસમાં એકાએક ચીનમાં દેખા દેતા અને ગામે ગામ તથા ગામડે ગામડે વિપ્લવનો સંદેશ પહોં–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com