________________
શુભસંગ્રહ-ભાગ ત્રીજો તેટલું અભિમાન પણ કમી; ને પાપ ઓછું તેથી ખુદા સાથ સહેલાઈથી મળી જઈ શકાય છે. એક પાઉડરમાં બીજો પાઉડર મેળવવાનો હોય ને તે થોડો જ હોય તો જલદી મેળવણી કરી શકાય છે, પણ તેનું માપથી પ્રમાણ વધુ હોય તે તે જલદીથી મળી શકતો નથી; તેમ (હાલની અવિદ્યા જેવી) વિઘા કમી હોય તેમ સહેલાઈથી ખુદા સાથે મળી જવાય છે, અને એવી વિદ્યાનું પ્રમાણ મોટું હોય તેટલું સહેલાઈથી મળી શકાતું નથી, કામ મુશ્કેલ થઈ પડે છે. જેમ જેમ ( લોભલાલચમાં નાખનારી) વિદ્યાના પાસામાં વધુ જઈએ છીએ, તેમ તેમ તે આપણને પિતાના તાબામાં લઈ લેવાની વેતરણમાંજ રહે છે. પછી તે પોતાનું જોર ને શક્તિ ધર્મ ઉપર ને અવતાર તથા પેગંબરપર અજમાવીને તેઓને ઉથલાવી પાડવાની તે વિદ્વાનો મારફતે કોશીષ કરાવે છે ને ત્યાં ફતેહ મળી કે પછી તે વિદ્વાન મારફતે ખુદા સાથે હાથ અજમાવે છે ને તમેને ખુદા જેવું કંઈ છે કે નહિ તેની શંકામાં નાખીને નાસ્તિકપણાને રસ્તે ઉતારે છે. જેટલા નાસ્તિક છે એટલા સર્વ વિદ્વાનેજ છે. તેઓ વિદ્યાનો ભોગ થઈ પડડ્યા છે. અભણોમાંથી કોઈ નાસ્તિક થતું નથી; કારણ કે તકરાર કરવા જેટલું તેમાં પોપટીયા વિદ્યાનું જોર નથી, ને વિદ્યા નથી તેથી અવિશ્વાસુ પણ બનતા નથી. જેમ જાદુગર દેરીની મદદથી માટીનાં પૂતળાં ગમે તેમ નચાવી શકે છે, તેમ આ વિદ્યા આ માણસનાં પૂતળાં યાને વિદ્વાનને પિતાના જોરથી ગમે તેમ નચાવે છે ને શંકાશીલ તથા અવિશ્વાસુ બનાવી મૂકીને નાસ્તિક કરી મૂકે છે. વિદ્યા દુનિયાનું યાને ખોટું સુખ મેળવવાનું સાધન છે ને ધર્મ ખુદાનું યાને ખરું સુખ મેળવવાનું સાધન છે; તે ખુદાનું સુખ જેને જોઇતું જ હોય તેને એવી વિદ્યાની જરૂર શી છે? જે પેલે પાર ઉતરે છે તેજ તે મુલકનું તેમજ દરિયાની સફર કરીને દરિયાનું પણ સુખ મેળવે છે; પણ જે પેલે પાર જતો નથી ને ખાલી દરિયામાંજ યાને ભવસાગરમાંજ કર્યા કરે છે, તે તે માત્ર દરિયાનુંજ સુખ ભોગવે છે; પણ પેલે પારના મુલકનું સુખ શું છે ને કેવું છે તેનું ભાન યા કલ્પના પણ કરી શકતું નથી. દુનિયાઈ વિદ્યાને હદ રહે છે, તેનું માપ થઈ શકે છે, તેથી તે જોઈ-જાણી શકાય છે ને શીખાય છે.
મુદાઈ જ્ઞાનને હદ નથી, તેનું માપ છેજ નહિ. તે બે-માપ ને બે—હદ છે, તે અનંત છે તેથી તે નજરે જોઈ શકાતું નથી. તેથી આવા વિદ્વાને પિતાનું માપ યા કિંમત કરી શકે છે ને આવા જ્ઞાનીઓની કિંમત કરી શકતા નથી. સાચા સાધુ-સંતે પાસે (અમલી) જ્ઞાન છે; (મેઢાની) વિદ્યા નથી તેથી તેમને પિતાને માટે અભિમાન નથી, કિંમત નથી તેથી માન-અપમાન નથી, સુખદુઃખ નથી. જ્યાં (ગોખણીયા) વિદ્યા છે તેવા વિદ્વાનો અભિમાનની કિંમત કરતા હોવાથી તેઓને માન-અપમાન ને સુખ-દુઃખ છે, માટે કોઈપણ દુનિયાઈ ચીજની) કિંમત કરવી નહિ, અભિમાન લેવું નહિ, વિદ્વાન થવું નહિ; તોજ આ ઉલટસુલટ યાને એકથી વિરુદ્ધ જે બીજું જોઈ રહ્યા છીએ તે સર્વ દેખાતું બંધ પડશે. ન સારું કે ન ખરાબ, ન સુખ કે દુઃખ, ન મેટાઈ કે હલકાઈ એવું કંઈપણ રહેનાર નથી. કિંમત મૂકવી એજ પાપ થઈ પડે છે. દુનિયાના સુખ સારૂ વિદ્યાપર કિંમત મૂકી, શરીર પર કિંમત મૂકી એટલેજ સ્વાર્થમાં ને જન્મ-મરણના ચક્રમાં સપડાઈ જવું. દુનિયાનાં સુખ કે શરીર યા જગતની સર્વ પેદાશ કિંમતવગરની જ ગણી, એટલેજ પરમાર્થને રસ્તો પામ્યા ને જન્મ-મરણમાંથી મુક્ત થવાના. અંતકાળે યા મરતી વેળાએ પણ માણસ આનું એમ કરજો, પેલાનું તેમ કરજે, એવી કિંમત મૂકવા ચૂકતો નથી તેથી તેને પાછું જગતમાં આવવું જ પડે છે. કેમકે તેને જગતનો હિસાબ તેણે બાકી રાખ્યો છે, એટલે ચૂકતે કરવા આવવું જ પડવાનું; પણ જેને હિસાબ ચૂકતે થઈ ગયો, જેણે કિંમત જેવું કંઈ રાખ્યું જ નહિ તેજ જીવનમુક્ત છે અને તેને હિસાબ રહ્યોજ નથી, તો પછી તેને પાછું જગતમાં આવવાનું પણ રહ્યું નહિ. આ પ્રમાણે એણે ફરી જન્મનું કંઈ પણ સાધન રાખ્યું જ નથી; જેથી તેને પણ ક્યાંથી હોય ? જેણે ફરી જન્મવાનું સાધન તૈયાર કરી રાખ્યું હોય, તેનેજ મરણ રહે છે; કારણ કે મરણ એકલું રહી શકતું નથી. મરણ સાથે જન્મ રહેલો છે, તેથી જે પાછો જન્મવાનો હોય તેને જ મરણ આવે છે. જે પાછો જન્મવાને નહિ હોય તેને માટે મરણ પણ નથી. તેથી સાચા સાધુ-સંતોને તમો જોશો તો કોઈ પણ ચીજ કિંમતી નથી, સર્વ કિંમતવગરની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com