________________
mmnnnnnnnnnnnnnnnnn
મહાન નરેને કેમ જન્મ આપશે ?
૩૯ અને બહાદૂરીભરેલાં કાર્યોનું સાહિત્ય હમેલની વખતે વાંચતી હતી, જેની અસરથી નેપોલિયન મહાબુદ્ધિશાળી અને દુનિયા જીતનાર લડવૈયા થયો હતો.
અદ્દભુત અંકગણિતશાસ્ત્રી રાહ કેલબર્ન આ ઝેરાહ કલબ અંકગણિતમાં અભુત શક્તિ ધરાવતા હતા અને પિતાની આ અદ્ભુત -શક્તિથી સઘળાં ભણેલા માણસને તેણે છક કરી નાખ્યાં હતાં. તેણે મેઢેથી ગણિત કરવાની નવી રીત શોધી કાઢી હતી. આ અદ્દભુત મનઃશકિત તેણે પોતાની માતા તરફથી વારસામાં કેવી રીતે મેળવી તે આપણે તપાસીએ.
ઝેરાહ કેલબર્નની માતાને કાપડ પર જૂદી જૂદી આકૃતિ વણવાને ઘણી જ બારીકીથી ગણત્રી કરવી પડતી હતી. તેણી વારંવાર નવી નવી આકતિ પિતાના મનમાંથી ઉપજાવી કાઢતી હતી; અને પિતાના મનમાંથી ઉપજાવી કાઢેલી આકૃતિ વણવા માટે તેણીને તાંતણાઓની ઘણી બારીક ગણત્રી કરવી પડતી હતી. એક નવી આકૃતિ વણવા માટેની ગણત્રી કરવા દિવસના દિવસે સુધી તેણીએ કોશીશ કીધી, પણ સઘળી ફેકટ ગઈ. એક દિવસે તે આખી રાત આ આકૃતિ વણવાને માટે ગણત્રી કરી. નિરાશ થઈ અને વણવાનું છોડી દેવાની અણી પર હતી, તેવામાં તેણીના મનમાં એક નવી ગણત્રી એકદમ આવી કે, જો અમુક દોરા આવી રીતે વણવામાં આવે તો આ આકૃતિ વણી શકાય. સવારે તેણીએ આ ગણત્રી પ્રમાણે વણવાથી મહેનત વગર પેલી આકૃતિ વણી શકી; અને આ આકૃતિ પાછળ આટલી ખંતથી જૂદી જૂદી ગણત્રી જ્યાં સુધી નિરાશ થઈ ગઈ ત્યાંસુધી કર્યો કરી. ગણત્રીની મનઃશક્તિને આટલી બધી ઉકેરેલી હતી તે વખતે તેણીને હમેલ હતુ ઝેરાહ તેણીના પટમાં હતો. આ ઝેરાહ કોલબર્ન નવી ગણત્રીના શાસ્ત્રને શોધક અને અદ્ભુત મનઃશક્તિ ધરાવતો હતો, તેનું કારણ એટલું જ કે, જ્યારે તે પેટમાં હતું ત્યારે તેની માતાએ ગણુત્રીની ચોક્કસ આકતિ વણા હદબહાર મન:શક્તિ વાપરી હતી. આ અંકગણિતશાસ્ત્રી જ્યારે ફક્ત ત્રણ વરસનો હતો, ત્યારે ઉભે ઉભો પોતાના મનથી બબડતો હતો કે “ આમાંના આટલા લઈએ અને પેલામાંના આટલા લઈએ તો આટલા બીજા થાય.” જે પ્રમાણે તેની માતા પેલી આકૃતિ વણવા દોરાની ગણત્રી કરતી હતી, તેજ પ્રમાણે આ છોકરો નાની વયમાં ગણત્રી કરતો હતો.
ચાર્લ્સ કિંસ્લી ચાર્લ્સ કિંલ્લીની જીંદગીના હેવાલપરથી માલમ પડે છે કે, તે પોતાની માતાના પેટમાં હતો. ત્યારે તેની માતાએ વિચાર કર્યો કે, મારે દુનિયાની લાલચથી દૂર રહી પરહેજગારી રાખવી, કે જેથી મારા પેટમાંના બાળકપર પવિત્ર અસર થાય. આવા વિચારથી તેણી શહેરમાંથી જતી રહી. ડેવનશાયર નામના ગામડામાં રહેવા ગઈ અને ત્યાં આ વખત કુદરતની ખૂબસુરતી ઉપર લક્ષ આપી સર્વશક્તિમાન ઈશ્વરનાં કાર્ય અને કરામતનાં વખાણ કરવા લાગી. આનું પરિણામ એ આવ્યું કે, તેણીને છોકરો જો તે મેટો થયો ત્યારે તેણે કુદરતની ખૂબસુરતીની પીછાણુવિષે નામાંકિત પુસ્તક લખ્યું, એટલું જ નહિ પણ તે એક માન પામેલે ધર્મગુરુ થયો.
મરજી પ્રમાણેનાં ૪ બાળકો-એક માતાના પ્રાગે હમેલવાળી સ્ત્રી પિતાની મનઃ શક્તિથી મરજી પ્રમાણેનાં બાળકે કેમ પેદા કરી શકે, તેનું જ્ઞાન મેળવી, પ્રયાગ કરી પોતે ફતેહમંદ નીવડી તેને હેવાલ નીચે પ્રમાણે આપે છે –
પહેલા બાળકની વખતે જ્યારે તેણી હમેલદાર હતી તે વખતે તેણીએ વિચાર કર્યો કે, તેણીના બાળકને એક છટાદાર બોલનાર બનાવો, જેથી તેણી એ વખતે સર્વે છટાદાર વક્તાઓનાં ભાષ
માં જતી. બીજા છોકરાની વખતે હમેલ હતા ત્યારે તે છોકરાને એક નામીચે ચીતારો બનાવવાના વિચારથી તેણી યૂરોપના દરેક સ્ટેડિયમાં જઈ ત્યાં ઉમદા ચિત્રોનો અભ્યાસ કરતી હતી, જેથી એ છોકરો એક નામી ચીતારો થયો હતો અને પહેલે છોકરો છટાદાર બાલનાર થયે - હતો. પ્રોફેસર ફાઉલર જણાવે છે કે, આ સ્ત્રીના છોકરાઓ તેણીએ હમેલની વખતે જે રીતની * મરજી દેખાડી અને કોશીશ કીધી તેવા થયા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com