________________
ભગવાન રામચંદ્રની પ્રતિજ્ઞા-એકાંકી નાટક
૩૩ ચરણરજ આપે, કે જેને આ શુન્ય લલાટે લગાવીને મારી કર્મ-રેખાઓને છુપાવું, આપને વૃથા કલ્પાંત ન કરાવું.”
કૌશલ્યા- “હું બધું જાણું છું, બેટા! હું બધું જાણું છું. એજ ને કે, તું મારી રાજરાણું વહુ, સાક્ષાત લક્ષ્મી સ્વરૂપા સીતાને ત્યાગ કરશે; પણ રામ ! શું એ સત્ય વાત છે ?”
રામ–“જો ઉદય અને અસ્ત સત્ય છે. ઉત્પત્તિ અને વિનાશ સત્ય છે, તો આ પણું સત્ય છે, માતા !” કૌશલ્યા “શું હું પણ એ સત્ય ઉપર વિશ્વાસ કરું?” રામ-“અવશ્ય ! આપના વિશ્વાસથી તે પ્રતિજ્ઞા સફળ થશે.”
કૌશલ્યા–“રામ ! હું જાણું છું, કે રાજકાર્યસંબંધી “આ કેમ થયું ? આ શાથી થયું?” એમ કહીને દખલ કરવાને સ્ત્રી જાતિનો ધર્મ નથી-તેથી હું તને આજ્ઞા નથી કરતી, માત્ર વિનય...”
રામ–“નહિ-નહિ, માતા ! એ મારાથી નહિ બને.” કૌશયા–“નહિ બને ! શું કહ્યું? નહિ બને ?' રામ–“જનની! એ જનની !! ઈશ્વરને ખાતર અટકાવ ન કરો.”
કૌશલ્યા–“તે શું હું મારી ભાગ્યલક્ષ્મીને જતી કરૂં? મારા કુળની આબરૂને ઉકરડે ફેંકી દઉં? મારી વંશવૃદ્ધિની અમર વેલીને વનમાં મોકલી દઉં ? નહિ બને, રામ ! મારા જીવતાં છતાં તો એવું નહિ બનવા દઉં...”
રામ-“માતા ! હું પ્રતિજ્ઞા કરી ચૂક્યો છું.”
કૌશલ્યા–“પ્રતિજ્ઞા કરી ચૂક્યો છે? જે પ્રતિજ્ઞા કરી ચૂકયો હોય તો પછી બતાવ કે, તને પ્રતિજ્ઞા નિભાવવાની શકિત કોણે આપી? મેં–મારા દધે-રામ! આજ એજ દૂધ પોતાની શક્તિ પાછી લઈ લેવા ઇચ્છે છે. હું તારી પાસેથી તે પાછી લઈશ, અવશ્ય પાછી લઈશ રામ ! ઈશ્વરને ખાતર સીતાનો ત્યાગ ન કર. જો, જે, આજ તારી માતા-રામની માતા–મર્યાદાપુરુષોત્તમ પુત્રની સમક્ષ હાથ લંબાવીને ભિક્ષામાં સીતા માગે છે ! શું તું નહિ આપે ? સીતા નહિ આપે ? રામ ! રામ !! બેલ, બોલ !”
- રામ-“જનની! એ જનની ! ! આવું હૃદયવિદારક દશ્ય! આહ! મારું ભાવિ ! જે ચરણરજના પ્રતાપે મારા પૂર્વજ ભગીરથ હિમાદ્રિણ ગંગાને દેવલોકમાંથી પૃથ્વી ઉપર લાવ્યા, જે ચરણરજના પ્રતાપે વ્યાસપુત્ર શુકદેવ જન્મ લેતાંજ આત્મજ્ઞાની કહેવાયા, જે ચરણરજના પ્રતાપે ભગવાન પરશુરામે ૨૧ વાર ક્ષત્રિયવંશનો સંહાર કર્યો, જે ચરણરજના પ્રતાપે મેં લંકાપતિ રાવણ ઉપર વિજય મેળવ્યો, આજ તેજ ચરણરજની સ્વામિની મારી માતા, અશ્રુધારાભરી આંખે, દીન અધીન ભાવે ઘૂંટણીએ પડીને, મારી પાસે ભિક્ષા માગી રહી છે અને હું નહિ આપું” “નહિ આપું” એમ કહીને માતાને તિરસ્કાર કરું? નહિ, નહિ, કદી નહિ. ન્યાય-મર્યાદા નાશ પામે, રામને માનસિક દુઃખ થાય અને સંસારમાં રામ પ્રતિજ્ઞાભ્રષ્ટ થાય, તો પણ હું એમ કહીશ, આકાશના નક્ષત્રને સુણાવીને એમજ કહીશ, કે માતા ! ઉઠે, એ જનની ! ઉઠેતમારી ઈચ્છા પૂર્ણ થાઓ.”
કૌશલ્યા–“ઈચ્છા પૂર્ણ થાઓ?–શું કહ્યું બેટા? મારી ઈચ્છા પૂર્ણ થાઓ ” કર્મ–(પ્રવેશ કરીને) “ઈચ્છા પૂર્ણ થાઓ.” - “મનુદ-8 પૂર્ણ હો જાતી હૈ શ્રીરઘુવીર લેવા
पर कर्म का लिक्खा नहीं टलता किसी तदबीर से ॥" રામ–“કાણુ, કર્મ? જનની ! સાંભળ્યું?” કૌશલ્યા--“હા સાંભળ્યું.” રામ–“મા! હું વિવશ છું-પરાધીન છું.” કૌશલ્યા–“બેટા! 'બેટા !આહ ! કર્મ–ગતિ! આહ ! સીતા સતી-(મૂર્છા આવે છે.) રામ–“આહ ! સીતા ! સીતા !! સીતા ! ! !”
(‘હિંદૂપંચના વિજયાંક ઉપરથી અનૂદિત. લેખક-નાટયાચાર્ય પંડિત શૈદા')
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com