________________
કેટલાક વૈદ્યકીય પ્રયોગો ૧૮૦–કેટલાક વૈદ્યકીય પ્રાગ
(સ્વામી શ્રી સેવારામજી, અમૃતસરવાલી કૃષ્ણામાઈની ધર્મશાળામાં મુરદાઘાટ કષિકેશ. તેઓશ્રીએ સ્વાનુભવ પ્રાપ્ત કરીને તથા અનુભવી મહાત્માઓ પાસેથી - જાણી-અજમાવીને લોકકલ્યાણને ખાતર લખાવેલા અનુભૂત પ્રયોગો આ સંબંધો વધુ પૂછપરછ સ્વામીજી સાથેજ કરવા વિનંતી છે. )
સંગ્રહણી:મરી, રૂમી મસ્તકી, દાડમનાં ફૂલ, કેરીની ગોટલી, વંશલોચન, માયાં, જાયફળ, લવંગ, લધર, માઈ ધાવડીનાં ફૂલ, ચરસ, ઇંદ્રજવના ઝાડની છાલ (કડ છાલ), બીલાને ગર્ભ અને બાવળનાં ફૂલ, એ ચૌદ ચીજો એક એક તોલે લેવી. સર્વ ખાંડી વસ્ત્રગાળ ચૂર્ણ કરવું. ભૂરા કેળાનાં બી ત્રણ તલા બારીક ખાંડીને તેમાં ભેળવી દેવાં. અફીણ તોલા ત્રણ, જે વાયુથી સંગ્રહણી હોય તો કસ્તૂરી બે વાલ, વાયુ ન હોય તો કસ્તુરી ન નાખવી. પ્રથમ અફીણનું પાણી કરી તેમાં બધી વસ્તુઓ ભેળવી દઈ ચણોઠી જેવી ગોળીઓ કરી છાંયામાં સૂકવવી. દેવાની વિધિઃ-૩ થી ૨૫ વરસની સંગ્રહણી હોય અને નવટાંક દૂધ પણ ન પચતું હોય તેને ત્રણ ત્રણ ગેળા કાચા ચેખાના ધાવણમાં સવાર, બપોર ને સાંજ, એમ દિવસમાં ત્રણ વાર આપવી. પંદર દિવસ સુધી દિવસની ૯ લેખે ગોળીઓ આપવી. ત્યારબાદ બબ્બે ગોળી આઠ દિવસ સુધી દર કે આપવી. તે પછી બે સવારે ને બે સાંજે એમ એક માસ સુધી આપવી. અનુપાન દૂધ અને ચોખા સિવાય પંદર દિવસ સુધી કંઈ પણ ખાવું નહિ. પંદર દિવસ પછી સહેજ બાજરી કે ઘઉંની રેલી લઈ શકાય. આરામ થયા પછી પણ શેરડી કે ગેળ, મિષ્ટાન્નાદિ ભારે ચીજ કંઇ ન ખાવી. આ પ્રયોગ ખાસ અનુભવેલો છે અને બરાબર અકસીર છે.
લોહીને મરડો હોય તો ચેખાના ધાવણમાં બબ્બે કલાકે બબ્બે ગોળી આપવી. તેનાથી ડાજ દિવસમાં આરામ થશે. ખેરાક દૂધ-ભાતને રાખવો. - કમળ અથવા પીળાઓ:–ફેડયા વગરના પાકેલા કળી ચૂનાનો ભૂકે કરી મજબૂત બુચ- * વાળી શીશીમાં ભરી રાખો. તેમાંથી ૩ રતીભાર ગાયના અર્ધા તેલ માખણમાં ખાડો પાડી તેમાં મૂકી ગોળી કરી ગળાવી દેવી. ત્રણ દિવસમાં રોગ જશે, છતાં સાત દિવસ આપવી.
દમ અને ક્ષય માટે -(૧) છ મહીનાની અંદરનો ક્ષય પણ મટશે. વડની વડવાઈને અગ્રભાગ લાલ રંગવાળો હોય છે તે એક શેર, નસોતરની છાલ એક શેર, આકડાનાં પાકાં પીળાં પાન એક શેર, ઓછામાં ઓછે પંદર વરસને અસેળી આવા જૂને ગોળ શેર, એ ગોળ ન મળે તો જૂને સાદો ગોળ પણ ચાલે. ઉપરની ચીજોને ખૂબ ઝીણી ખાંડવી, તેને ગોળમાં ભેળવવી અને તેનો ગેળે કરો. ગોળ ન થાય તે બીજે ગાળ ભેળવો. તેના ઉપર એક હજાર ઘણ મારવા. પછી એ ગોળાને મટ્ટી-કપડના બે ત્રણ આંટા દઈને ઉપર પાતળી માટી પડી છાંયડે સૂકવવું. પછી તેને બકરાની લીંડીનાં છાણાંની ગજપુટ આગ દેવી. આગ ઠંડી થઈ જાય ત્યારે એ ગાળે કાઢી લેવો. તેમાંથી જે રાખ નીકળે તે એક શીશીમાં ભરવી. જે કફ વધારે હોય તે ત્રણ ત્રણ રતી પાનમાં ત્રણ વાર આપવી અને કફ ન હોય તો મધ સાથે આપવી. દિવસમાં ત્રણ વખત એ પ્રમાણે ચૌદ દિવસ આપવી. તેલ, મરચાં, ખટાઈ, દૂધ, ઘીની એક મહીના સુધી પરહેજી પાળવી. - આરામ થયા પછી છ માસ પછી ફરી એક વાર ખાઈ લેવી અને ક્ષય રોગવાળાને લાગુ દોઢ - માસ સુધી આપવી. છ માસ ઉપરના ક્ષયના દરદીને આ દવા ન આપવી.
દમ અને ખાંસી:–સિંધવ પાંચ તોલા, રાતી ફટકડી પાંચ તેલા, નવસાર અઢી તોલા, આકડાનું દૂધ ૬૦ તેલા; ઉપરની ચીજે આકડાના દૂધમાં નાખી વાસણનું મોટું કપડમટ્ટી કરવું અને ભદ્દી અથવા ગજપુટ આગ દેવી. તેની રાખ ચારથી પાંચ તેલ નીકળે તો ઠીક થઈ સમજવી; વધુ હોય તે ફરીથી આગ દેવી. ખેરાકમાં ઉપર પ્રમાણે પરહેજી પાળવી તેમજ લેવાની વિધિ પણ ઉપર પ્રમાણેજ સમજવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com