________________
હું મુસલમાન શામાટે ?
૩પ૭ જ મેં ઇસ્લામનો આશ્રય શોધ્યો છે. બહુ મોડું થઈ જાય તે પહેલાં આત્માનું કલ્યાણ સાધી લેવા માટે મને ઇસ્લામ ધર્મ જરૂરી લાગે છે.
હેલીવુડથી તબાહ પોકારી ગયે અમેરિકાના સીનેમાનગર હોલીવુડમાં મેં ખૂબ વૈભવ ભોગવ્યા છે. ફિલ્મ ઉદ્યોગમાં મેં ખૂબ ભાગ ભજવ્યો છે. આજે દુનિયાની ધાંધલ અને ધમાલોથી દૂર રહીને મારા સહધમીઓ અને આરબ બિરાદરોની વરચે હું આમિક સુખ અનુભવું છું. પરવરદિગાર અલાએ મને દર્શન દીધાં છે અને ઈનશાઅલા ! એમના શુપાક હાથને મારી આંખોપર સ્પર્શ થયો છે. ખુદાએ મારા દેહમાંથી હલકી હવસને, પાપવાસનાઓને, મારી લોભવૃત્તિને અને પૈસાની ભૂખને દૂર કરી છે. હોલીવુડ સીનેમાનગરમાં લક્ષ્મી અને તાલેવરી માટે જે નાપાક પ્રયાસો અને કારસ્તાનો ચાલી રહ્યાં છે, ત્યાં આગળ ખરી કળાનું, ધર્મનું અને નીતિનું ઉઘાડે છોગે ખૂન થાય છે. માત્ર પૈસા રળવાને ખાતર ત્યાં આ બધી નાપાક અને અધમી બાજીએ ખેલવામાં આવે છે. હોલીવુડનાં હસપૂર્ણ ઘરોમાં અલાહને કે પરમેશ્વરને સ્થાન નથી. ત્યાં તો શયતાનનું સામ્રાજ્ય જામ્યું છે. ધર્મને ત્યાં હાંસીપાત્ર ગણવામાં આવે છે.
હું આ બધી નાપાક બાજીએથી તબાહ પોકારી ગયો હતો, એટલામાં મારી ફિલ્મમાં એક આરબને કામ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થયો. એ આરબ મીનારા ઉપરથી મુઅઝનની બાંગ પોકારતો હતો અને કેમેરાનાં ચક્રો ફર્યે જતાં હતાં. મેં એ આરબનો અવાજ સાંભળ્યો. મારા દિલને એણે આરપાર ભેદી નાખ્યું. જ્યારે મેં સીન “શુટ” કરવા પૂરા કર્યા, ત્યાર પછી મેં આરબને મારી કેબીનમાં બોલાવ્યો. અમારે ઇસ્લામધર્મવિષે વાતો થઈ. વાતો દરમિયાન આરબના ચહેરા ઉપર ધાર્મિક નૂર ઝળકી રહ્યું. એ જોઈને મને થયું કે, ખરેખર ! મારે જે વસ્તુની જરૂર છે, તે આ ઇસ્લામધર્મમાંથીજ મળી શકશે. એ દિવસથી ઇસ્લામ ઉપર મારી શ્રદ્ધા જામવા લાગી. મેં દારૂને ત્યાગ કર્યો. આથી મારા મિત્રને અજાયબી થઈ એ પછી તે મેં નાચ-પાટીઓમાં પણ જવાનું બંધ કર્યું. અને તે આરબની સાથે હું કુરાનને અભ્યાસ કરવા લાગ્યો. પછી મેં દિવસમાં પાંચ વખત નમાજ પડવી શરૂ કરી.
આત્માને પડકાર છેવટે એક સમય એવો આવ્યો, કે જ્યારે આ ફિલ્મને લગતું કામ મારા આત્માને ખુંચવા લાગ્યું. મારી ધાર્મિક વૃત્તિઓ સાથે ફિલ્મના ધાંધલીઆ કામનો કોઈ રીતે બંધ બેઠે નહિ. બેમાંથી કયું છોડવું ? મનમાં ઘમસાણ મચ્યાં. રાતોની રાતો સુધી વિચારોમાં ઉજાગરા થયા. એક બાજુ સિનેમાની જંગી આવક મને ખેંચતી હતી, તે બીજી બાજુ અલાહનો-દીનનો પડકાર સંભળાતો હતે. આખરે અલ્લાહનું સ્પષ્ટ ફરમાન મને સંભળાયું અને મેં ફિલ્મનું કામ છોડી દીધું. હોલીવુડનાં પ્રલેભનોને તલાક આપી દઈને મેં ખુદાની મીઠી ગોદ સ્વીકારી.
ઈસ્લામને બાળક આજે હું ઇસ્લામનો બ બની રહ્યો છું. હજરત મહંમદ પયગંબર (સલ.)ને ચરણે મેં મારી જીદગી અર્પણ કરી છે. આખી જીંદગીમાં હવે હું સૌથી સુખી થયે છું. કદાચ હું કાયમને માટે અમેરિકા અને હોલીવુડ છોડી મુસ્લીમ મિત્રોની સંગાથે આફ્રિકા તરફ ચાલ્યો જઇશ. એક વખત પૂર્વમાં જઈ, ઈસ્લામધમી બંધુઓની સાથે મળી ગયા પછી હું પાછો ફરીશ જ નહિ, એવી મારી મુરાદ છે.
(દૈનિક “હિંદુસ્થાનના એક અંકમાંથી)
ક
-
--
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com