________________
૩૮
શુભસંગ્રહ-ભાગ ત્રીજો
જુલાયા કરે કે, મારા કરતાં તમે બહુજ આગળ વધેલા છે.” મે કહ્યું-ઉંટ ! તું પશુ થઇને મનુષ્યને ઉપદેશ આપવા ખેડું છે? મને તારી બુદ્ધિ ઉપર દયા આવે છે.” ઉટનું મુખ ગંભીર થયું આંખામાં તેજ ચમકવા લાગ્યુ'; પેાતાનાં નસ્કારાં ચઢાવીને તેણે કહ્યું કે શું માત્ર મનુષ્યદેહ મળવાથીજ મનુષ્ય પોતાને મનુષ્ય કહેવરાવી શકે ? શું ઔરંગઝેબ, નાદિરશાહ, મહમ્મદ ગીઝની, ખૂની અબ્દુલ રશીદ અને એવા એવા અનેક પાપીએ શું પેાતાને મનુષ્ય કહેવડાવી શકે ? અને તેમને માનવદેહ મળી ગયેા માટે શુ તેએ અમ પશુએ કરતાં ઉંચા ગણાઇ શકે? જો તમે પણ એવુ જ માનતા હૈ। તે તે તમારી બુદ્ધિને પણ સેા વાર ધિક્કાર છે !”
કઇંક દા પયે!. મે કહ્યું “ભાઇટ! એ પાપી મનુષ્યેાની વાત જવા દે. તેઓ તે નર– રાક્ષસ હતા, હું કાંઈ એવા નથી. હું તે મારે માટે કહી શકું છેં કે, મારી સમજ પ્રમાણે તારા કરતાં હું ક્યાંય સારે। છું.' ટ ફરીથી હસ્યું અને કહેવા લાગ્યું—દીક, જરા બતાવા તેા ખરા કે, મારા કરતાં તમારામાં શું શું સારૂં છે ?”
હું વિચારમાં પડ્યા કે, શું બતાવું? ધન સિવાય મારી પાસે બીજી શી વસ્તુ છે, કે જેનું હું અભિમાન લઈ શકું? અત્યંત સાહસ કરીને મેં ખાતે અવાજે ક્યું ઠીક છે, તુ જાણે છે કે હું ત્યાગને કેટલા ચાહુ છું, સાદાઇથી રહું છું, ખાદી પહેરું છું, એ શું ઓછું છે ?” 2 અભિમાનપૂર્વક કહ્યું “તેમાં અભિમાન લેવા જેવું શું છે? મને જુએ, હું તે કંઇજ પહેરતુ નથી !” મે કહ્યું “વધારે સાંભળ, હું ભાજન પણ સાદું` કરૂં છું, મસાલાવાળા અને તીખાતમતમા પદાર્થો નથી. જમતે.”ટે કહ્યું કે “ભારે ત્યાગ કર્યો, મને તેા જીએ, હું તા માત્ર સૂકાં પાંદડાં ખાઈને રહું છુ.” મેં કહ્યું-મે' તે ગૃહસ્થાશ્રમના પણ ત્યાગ કરેલા છે. '' ઉરે કહ્યું- આટલું બધું અભિમાન શા સારૂ કરેા છે ? મેં તે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશજ કર્યો નથી, એટલે હુ તેા બાલ-બ્રહ્મચારી છું.” મે કહ્યું- મારામાં ઈર્ષા-દ્વેષ વધારે નથી, બહુજ એન્ડ્રુ જૂ ખેલું છું અને તે પણ અજાણુમાં, વળી ગુસ્સા પણ એછે! આવે છે.” ઉડે કહ્યું કે એમાં શી મેટી વાત ? મારામાંય ઈર્ષા, દ્વેષ કે ક્રોધ નથી; જૂઠ્ઠું તે! ' જીવનભરમાં ખેલ્યુંજ નથી.”
મેં કહ્યું- મારામાં સેવાશ્વત્ત છે.”
ઊંટે કહ્યું-‘હા, એ તે અમે રાજ જોઇએ છીએ. કાલે એક વાછરડુ આરડયા કરતું હતું. ખરૂ, કેમકે તેની માનું દૂધ તમે રાજ પી જાઓ છે અને વાછરડું ધાસ ખાઇને ગુજારેા કરે છે. સાંભળ્યું છે કે, એક દિવસ તમે એક ધેડાને પણ દોડાવી દોડાવીને મારી નાખ્યા હતેા ! શહેરના સઘળા ધેડાએ એ વાતની ચર્ચા કરતા હતા. તેમની એક મહાસભા ભરાઈ હતી, તેમાં મરનારપ્રત્યે સહાનુભૂતિ અને તમારાપ્રત્યે તિરસ્કાર દર્શાવનારા ઠરાવે! પસાર કર્યાં હતા. કાણુ ાણે આવી રીતે તમે કેટલાંય ઊંટ, ધાડા અને બળદોને દુઃખ આપ્યુ છે ! કેટલાંય પશુઓને ખેડાં અનાવ્યાં છે ! કેટલાંયને તમારી મેટરની અડફટે ચઢાવ્યાં છે ! છતાં પણ તમે ઠીક ઠીક સેવાને રાફ મારેા છે! ! ! મને જુએ, હું તેા કપડાંય પહેરતુ નથી અને જીભના સ્વાદ તે એટલેજ રાખું છું કે માત્ર સુકું ઘાસ ખાઉં છું; છતાં પણ ડફણાં, કારડા અને ઠેકરા ખાતુ ખાતું નમ્રતાપૂર્ણાંક તમારા લેાકેાની સેવા કરૂં છું. સેવાવ્રત તે! આને કહેવાય. તમારાથી સેવા થાયજ શી રીતે? પહેરવાને તમારે કિંમતી કપડાં જોઇએ, ખાવાને સ્વાદિષ્ટ ભેાજન જોઇએ, તમારી ચાકરી કરવા નેકર જોઇએ,રહેવા માટે બગલા જોઇએ,કરવાને માટે સારૂં વાહન અથવા મેટર જોઇએ અને મુસાફરીએ નીકળો ત્યારે તે કેટલાય મણુ સામાન અને સુખસામગ્રી સાથમાં રાખે છે. તમારે માટે બેજો તે અમારે વહેવા પડે છે. દુષ્કાળ પડે છે તે અમેભૂખે મરીએ છીએ, અને પીવાનુ પાણી પણ મળતુ નથી. પરંતુ તમારા બાગબગીયાએ લીલાછમ રાખવામાટે ગામના કેટલાય બળદોને વૈતરૂ' કરવુ પડે છે! અમે તે મેટે ભાગે બ્રહ્મચારી રહીએ છીએ; પણ સાંભળ્યુ છે કે, તમારા મનુષ્યસમાજ આ બાબતમાં પણ બહુ પતિત દશામાં છે. આમ હેાવા છતાંય તમે તમારી જાતને અમારા કરતાં શ્રેષ્ઠ માને છે, એ તો ઘણીજ શરમની વાત કહેવાય. ”
ઉંટની વાત મારા અંતરમાં ઉતરી ગઈ, મને દિલગીરી થવા લાગી. અંતરાત્મા કહેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com