________________
'ઘરઘરાઉ હુન્નરે
૩૦૩
થતા નથી; તેથી જ તે ભૂકી દર બે ત્રણ દિવસે માકણવાળી જગાએ ખાસ કરીને છાંટવી, જેથી માકણને સંપૂર્ણ નાશ થઈને તેમના તરફથી માણસના લોહી ચૂસવાનું કામ બંધ થશે. ડબીઓ ભરવામાં અડચણ પડે તો તેટલા વજનની ભૂકીનાં પડીકાંઓ બનાવવાં. આવાં પડીકાંઓ ઘરઘતુ રીતે બહુ વેચાય છે. કેટલ વગેરે પાઉડર બહુજ મઘે મળે છે; અને આ ભૂકી પણ સારું કામ આપે છે, તેમજ બહુ ઓછો ખર્ચ આવે છે.
સેડા વૅટરનાં પડીકાંઓ બનાવવાની રીત ઘણી સ્ત્રીઓને વધારે ખાવાથી, કચરભરક ખાવાથી તેમજ વાશી ચીજો ખાવાથી અપચો અને અમંઝણ જેવું થાય છે: કવવાળ સોડાāટર જેમને પસંદ પડતું નથી, તેમજ ગામડામાં રહેનાર સ્ત્રીઓને તે મળી શકતું નથી; તેઓ માટે આ બનાવવાની માહિતી ઉદ્યમતરીકે ખાસ આપીએ છીએ. આ પડીકાંએ પીવાથી અપચે, પેટ દુખવું અને પેટનું ફૂલવું, બંધકોશ અને લીલ્ડર કૂલવાના રોગો મટે છે; તેમજ ગરમીની સીઝનમાં ઠંડા પીણુતરીકે પણ લોકો તેને વાપરે છે. તે બનાવવાની રીત –
સોડા ટારટરેટ ભૂકી તેલા ૨૫, સોડા બાયકારોનેટ મૂકી તેલ ૮, ટાટરીક એસીડ ભૂકી તોલા ૭, ખાંડનું બુરૂ (ખાંડની ભૂકી કારી) તોલા ૩૫, લીંબુનું તેલ ટીપાં ૧૫.
ઉપરના પદાર્થો બજારમાંથી લાવીને તૈયાર રાખવા. પછી દરેક પદાર્થની જૂદી જૂદી ભૂકી બનાવીને તે દરેક ભૂકી જૂદા જૂદા કલઈના પતરા ઉપર મૂકીને ગરમી ઉપર તપાવી કાઢ ઘણી કારી ભૂકી થશે. પછી એક ૫થ્થરના ખરલમાં ખાંડની ભૂકી નાખવી. તેની અંદર લીંબુનું તેલ એક બે ટીપાં નાખી નાખીને ખૂબ ઘુંટવું. એ મુજબ તે બધું લીંબુનું તેલ ખાંડ સાથે ઘુંટીને મિશ્ર કરવું. પછી બાકી રહેલા બધા પદાર્થો તેમાં ભૂકોતરીકે મેળવીને ખૂબ ઘુંટવું. એટલે તે બધી ભૂકી ખરલમાં એકમિશ્રિત થઈ જશે. પછી ઝીણી ચાળણીમાંથી બધી ભૂકી ચાળી કાઢવી. ભીનાશ પડતી દેખાય છે તડકાની અંદર એક પતરા ઉપર મૂકીને સૂકાવી નાખવી.
તે સુકાયેલી ભૂકી એક કાચની મોટી શીશીમાં ભરી રાખવી; અને ઉપરથી મજબૂત દાટો બેસાડવો. ચોમાસામાં આ કામ કરતી વખતે પાણી છૂટવાનો સંભવ રહે છે; તેથી બહુ કાળજીથી હવામાંનું પાણી અંદર જાય નહિ તેની કાળજી રાખવી.
પછી અર્ધા તોલાનાં તેનાં પડીકાંઓ બનાવવાં. તેના ઉપર એંજીલ પેપર જે તેલીઓ કાગળ લપેટવો, જેથી હવા અંદર જશે નહિ. તેના ઉપર “સેડા વૅટરની ભૂકી ” એમ લેબલ ચુંટાડવું. એ મુજબ લગભગ ૧૫૦ પડીકાંઓ ઉપરની ભૂકીનાં થાય છે. એક પડીકું એક પૈસે વેચીએ તો રૂા. ૨-૫-૬ મળે છે; અને માલને ખર્ચ આશરે બાર-ચૌદ આનાનો થાય છે. તેથી આ ધંધે પણ ફાયદાકારક નીવડે તેમ છે; તો જરૂર સ્ત્રીઓ આ કામ કરીને પણ પૈસા પેદા કરી શકશે.
સોડાનાં પડીકાંઓ પીવાની રીત --એક પડીકું ખાલીને એક કપમાં નાખવું. પછી તેમાં પાણી નાખવું. એ રીતે તે એક કપ ભરીને બનશે. ઉભરો આવે કે તરત પી જવું. ઉભરે બંધ થયા પછી પીવાથી તે પ્યાલામાં નીકળતો ગ્યાસ પેટમાં જતો નથી; અને તે ગ્યાસની તો ખરી જરૂર છે, તેથી ઉભાર આવે કે તરત પી જવું; જેથી ઉપર લખેલા ગુણ મળી શકશે.
(“મહિલાભૂષણ”ના એક અંકમાં લેખક–ડૉ. શંકર ચશ્વર ગર્ગે )
" રદી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com