________________
૨૮૪
શુભસંપ્રહ–ભાગ ત્રીજો એ તેલ ચોપડવાથી દરેક પ્રકારની દાદર, ફલા, ફોલ્લી અને ચેળ વગેરે થોડા જ દિવસમાં -નાબુદ થાય છે, એ નિઃસંશય વાત છે.
- બહેરાપણા માટે તેલ-કુંળી કુળી બીલીઓને ગોમૂત્રમાં વાટીને ચટણી જેવું કરી તેમાં ચારગણું તેલ ભેળવવું અને તેલથી ચારગણુ બકરીનું દૂધ અને દૂધ જેટલું પાણી નાખીને ચૂલા ‘ઉપર ધીમે તાપે ચઢવા દેવું; જ્યારે પાણી, દૂધ વગેરે બળી જાય અને માત્ર તેલજ રહે, ત્યારે ઉતારીને ગાળી લઈ શીશીમાં ભરી રાખવું. તે કાનમાં નાખવાથી બહેરાપણું દૂર થાય છે.
મોઢાનાં ચાંદાં માટે–મધના પાણીના કોગળા કરવાથી મોઢાનાં ચાંદાં તથા ઘા, મેટું -બળવું અને તરસ લાગવી વગેરે જલદી મટી જાય છે અને મેટું સારું થાય છે.
દાંત હાલે તે ઉપર-તેલ અને સિંધવ ભેળવીને કોગળા કરવાથી થોડા જ દિવસોમાં - હાલતા દાંત મજબૂત થાય છે, દાંતનું દુઃખવું બંધ થાય છે અને સર્વ પ્રકારે દાંત સારા થાય છે. , આંખના રોગો ઉપર–હરડે, સિંધવ, ગેરૂ અને રસાંજન એ ચારે વસ્તુઓ સમભાગે ‘લઈ પાણીથી લસોટી આંખનાં પોપચાં ઉપર લેપ કરવાથી સર્વ જાતનાં આંખનાં દર્દી નાબુદ થાય છે.
ભૂખ વધારવા માટે-વડવાનળ ચણ-જેમની ભૂખ ઓછી થઈ જવાથી ખાધેલું અને પચતું ન હોય, પેટમાં ગુડગુડ થતું હોય વગેરે દુર કરી ભૂખ વધારવા માટે સિંધવ એક તેલ, પીપળામૂળ બે તેલા, પીપર ત્રણ તોલા, ચવક ચાર તેલા, ચિત્રક પાંચ તલા, સુંઠ છે તેલા અને હરડે સાત તાલ મંગાવીને તેનું ચૂર્ણ કરી રોજ છ છ માસા બે વખત ભેજન કર્યા પછી ખાતા રહેવાથી જઠરાગ્નિ અત્યંત પ્રદીપ્ત થાય છે-અથ - વધે છે, વૈદક શાસ્ત્રમાં આ ચૂર્ણને વડવાનળ ચૂર્ણ કહે છે.
બીજું ચૂર્ણ—હરડે, સૂંઠ, પીપર, કણજા, બીલીનો ગર અને ચિત્રક, એ બધી ચીજો સમ‘ભાગે લઈ ચૂર્ણ બનાવી તેના જેટલી જ ખાંડ મેળવી ભોજન પછી બને વખત છ છ માસાનું સેવન કરવાથી આ ચૂર્ણ ખૂબ જમેલું પણ જલદીથી પચાવી દે છે.
હિંગાષ્ટક ચૂર્ણ-સુંઠ, મરી, પીપર, અજમો, સિંધવ, જીરૂ અને કાળુ જીરૂ, એ સમભાગે લઈને તે બધાના આઠમા ભાગ જેટલી હીંગ લેવી અને બધાને ખાંડી ચૂર્ણ કરી રોજ છ છે માસા બન્ને વખત ઘીમાં ભેળવી ભોજનના પહેલા કાળીઆમાં ખાવાથી ભૂખ લાગે છે અને પેટનો વાયુ સંબંધી સર્વ વિકાર નાશ પામે છે.
( ચંદમાંના શ્રીમતી હુકમદેવજી છાત્રાના લેખ ઉપરથી અનુવાદ ) માકણ-ખાટલામાં માકણ પડે તો ગંધક અને કાંદાની ધૂણી આપવાથી તેમનો નાશ થશે.
ટાઢી તાવ-ટાઢીઓ તાવ આવતો હોય તે એક કે બે રતીભાર હીંગ પાવલીભાર -ગાળમાં ઘાલીને ખવડાવવાથી ફાયદો થશે. બીજી દવા-ફટકડીને દેવતા ઉપર ફુલાવી તેને ઝીણી વાટી ગળાના કવાથ(કાઢા)માં મેળવી તેની ચણીબોર જેવડી ગોળીઓ કરી તેને તડકે સૂકવી દિવસમાં ત્રણ વાર એક એક ગોળી ઠંડા પાણી સાથે આપવાથી ટાઢીઆ તાવમાં ફાયદો થશે.
ચાટ લાગવી:--કોઈ પણ જગાએ ચેટ લાગી હોય અને લેહી વહેતું હોય તો પીળા ફૂલની ખરેટીનાં પાનાંનો રસ કાઢીને ચોપડવાથી તે મટી જશે. બીજી દવા:ોટ લાગ્યા પછી ૩-૪ રતી શિલાજિત દૂધમાં મેળવીને પીવાથી અને શિલાજિતને ગાયના મૂત્રમાં મેળવીને લેપ કરવાથી બહુ ફાયદો થાય છે. ઘા લાગ્યા ઉપર આ પરમ ઔષધિ છે.
રક્તાતિસાર યાને લેહીને મરડો:--જે રક્તાતિસાર થયો હોય તો ધાવડીનાં ફૂલ છે માસા દહીંમાં મેળવીને ખાવાથી તેમાં આરામ થશે. પતરીકે દહીં ને ભાત ખાવા આપવું.
દર:–કસોંદીનાં મૂળને સીરકામાં લસોટીને તેનો લેપ કરવાથી દાદર જતી રહે છે. બીજી દવા:-ગરમાળાનાં પાનને કાંજીમાં વાટી લેપ કરવાથી પણ દાદર જતી રહે છે. ત્રીજી દવાદ-અંજીરનાં પાન વાટીને ચોપડવાથી દાદરમાં ફાયદો થાય છે.
દાંતની મજબૂતી:–નાગરમોથ, હરડે, સૂંઠ, મરી, પીપર, વાવડીંગ અને લીમડાનાં પાન સમભાગે લઈ પાણીમાં લસોટી તેની ગાળી બનાવી છાંયામાં સૂકવવી. રાત્રે સૂતી વખતે એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com