________________
શુભસંગ્રહ-ભાગ ત્રીજો સંધ્યાકાળની આરતીને ધ્વનિ થવા લાગ્યો. રાણે મંદિરમાં આવ્યો. કદાચ મીરાં આવી હોય. એ ગોવિંદજીનું ભજન ગાતી હશે. આરતી પૂરી થઈ ગઈ. મીરાં તે ન જણાઈ, મંદિરમાં સર્વત્ર સુનસાન હતું. આજે કેણુ ગાય ? ગાનારી તો હતી નહિ, કઠણ હૈયે રાણો પાછો શયનખંડમાં ગયો.
આઘે કોઈ ગાતું હતું “મીરાં કહે” રાણાએ કાન માંડીને એ ગીત સાંભળવા માંડયું. મીરાંની ગેરહાજરીમાં આજે એ ગીત એને ઘણું મીઠું લાગ્યું. રાણાએ મનમાં જ કહ્યું કે “હાય ! આવી મીઠી વાણીવાળીને હું ન પીછાણી શક્યું, એને ન કહેવાનાં વચનો કહ્યાં, દુ:ખી થઈને એ - ચાલી ગઈ.”
એ રાત્રે રાણાને સ્વપ્ન આવ્યું, મીરાં વૈકુંઠના દ્વાર આગળ ઉભી રહી છે, રાણાને બેલાવી રહી છે. એના મુખ ઉપર મૃદુ હાસ્ય ફરકી રહ્યું છે:-“આ સ્વામિન ! તમેજ મારા ગોવિંદજી -છે-તમને મેં મારો દેહ દીધે, મન ને દઈ શકી–આજે ગોવિંદજીને કહીને મારું મન હું પાછું
લાવી છું .” મીરાંએ હાથ લાંબો કરીને કાંઈક આપ્યું. રાણે લેવા જતો હતો એટલામાં એની -આંખ ઉઘડી ગઈ.
વળી પાછે એ સ્વમમાં પડવ્યો, દશભુજા ભવાની એની આગળ પ્રકટ થઈ. એ બોલી કે “રાણા ! તે શું કર્યું ? આખા રાજપૂતાનાની રાજલક્ષ્મી તારે ઘેર આવી હતી તેને તે કાઢી મૂકી !' રાણે પાછો ઝબકીને જાગી ઉઠયો. - આ પ્રમાણે દિવસ અને મહિનાઓ વીતવા લાગ્યા. મીરાં ન આવી, એની ભાળ પણ ન મળી. ચિતોડવાસીઓએ ધાર્યું કે, મીરાં મરી ગઈ હશે કે એણે આત્મહત્યા કરી હશે.
ચિતેડવાસીઓને મન મીરાં મરી; પણ એની સ્મૃતિ ન મરી. એનું સંગીત ન મર્યું. ઘરમાં, મંદિરમાં, માર્ગમાં-ઠેર ઠેર લોકે રાત ને દિવસ “મીરાં કહે” ગાવા લાગ્યા. જીવતી મીરાં એકજ સ્થાનમાં હતી, મરીને એ સર્વવ્યાપી થઈ ગઈ
રાણાને હવે મીરાંની કૃતિ મીઠી લાગવા માંડી, એનાં ભજન પ્રિય લાગવા માંડયાં. ભજનનો સંગ્રહ કરવા માંડયો. રાણાએ આજ્ઞાપત્ર કાઢયું કે, ગોવિંદજીના મંદિરમાં મીરાંનાં ભજન ગાવા.
મંદિરમાં મીરાં નથી, પણ એનાં ભજન છે. એ ભજન સાંભળવા રાણે નિત્ય મંદિરમાં - જવા લાગ્યો. મંદિરમાં મીરાં નથી, પણ મીરાંએ નિમંત્રિત કરેલા સાધુ વૈણુની સેવા ચાલુ હતી. રાણો જાતે એમની પરિચર્યા કરતો હતો. શયનખંડમાં મીરાં નહોતી, પણ એની પ્રતિકૃતિ હતી. એ પ્રતિકૃતિ ઉપર રા રોજ આંસુ સારતો હતો. '
ચિતોડ છોડયા પછી મીરાં ચિતોડેશ્વરી બની ગઈ. મંદિરે મંદિરે મીરાંનાં ગાન થતાં હતાં, માગમાં. ક્ષેત્રમાં મીરાંના પ્રસંગ નીકળતા હતા. ઘેર ઘેર મીરાંનાં ભજન ગવાતાં હતાં, આખા ચિતોડમાં “મીરાં કહે, મીરાં કહે”ને વનિ ગાજ્યા કરતો.
એક દિવસ ચિતોડના રાજમાર્ગ ઉપર એક ભીખારી ગાતે હતો કે “જીવન મન તું હું યામ” રાણાએ એ સાંભળ્યું. એ ગીતના છેલ્લા ચરણમાં મીરાં કહે' હતું, પરંતુ એ ગીત નવું લાગ્યું. આ ગીત રાણાએ કદી સાંભળ્યું નહોતું, ચિતેમાં કોઈએ પણ સાંભળ્યું નહીં
રાણાએ ભીખારીને બેલા, એ ગીત એની પાસે એણે ફરીથી ગવડાવ્યું. રાણુએ પૂછયું કે “સાધુજી ! આ ગીત તમે ક્યાંથી શીખી લાવ્યા ?'
ભીખારી--મહારાણા ! આ ગીત હું વૃંદાવનમાં શીખ્યો, ત્યાં રાધા પ્યારી પ્રકટ થયાં છે. એ રોજ નવાં નવાં ગીત રચીને ગેવિંદજીની સેવા કરે છે.
રાણઃ—એમને ત્યાં લોકો કયા નામથી ઓળખે છે ?
ભીખારી--કોઈ એમને બાઈજી કહે છે, કોઈ એને રાણીજી કહે છે, એ પોતે પોતાને મીરાં કહે છે. જુઓ, દરેક ભજનના છેલા ચરણમાં “મીરાં કહેએવું આવે છે ને ?
રાણા-ઠીક, સમ. રાણાએ ભીખારીને મનમાનતી ભિક્ષા આપી. રાણાને ભીખારીના કહેવાથી ખબર પડી ગઈ "
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com