________________
શુભસંગ્રહ-ભાગ ત્રીજો “બેટા ! એ તારી ભૂલ છે. આ દેહ મહાન તપશ્ચર્યા કરવાથી પ્રાપ્ત થાય છે, એની આવી રીતે - અવહેલના કરવાની નથી. જે દેહ તું મનુષ્યના ભોગવિલાસમાટે ગણે છે, તે દેહ પ્રભુના ભાગવિલાસ માટે છે, એમ હું માન. પતિ અને ગાવિંદમાંથી તું એકેની સેવા ન કરી શકી, હવે તું - તારા પતિરૂપી ગેવિંદની સેવા કર, તેની ભક્તિ કર. પતિને ગોવિંદરૂ૫ માન, ગેવિંદને પતિરૂપ માન. પતિમાં ગોવિંદનાં દર્શન કર, ગોવિંદમાં પતિનાં દર્શન કર.”
માજી, તમે કોણ છે ?
બેટા! હું એક સંન્યાસિની છું, મારે નામ નથી, ગોત્ર નથી, ગૃહ નથી. આ સંસારમાં મારું કોઈ નથી. હું વૃંદાવનમાં દેહ પાડવા જાઉં છું, તું મારી સાથે ચાલ. એ પ્રેમ ક્ષેત્રમાં દેહ અને મનથી તું ગોવિંદ પતિની સેવા કર્યા કરજે, તને ગોવિંદજીએ મળશે અને પતિ પણ મળશે.
જેવી માજીની આજ્ઞા.'
મીરાં ઉભી થઈ ગઈ, એના કંઠમાં એક બહુમૂલ્ય હાર હતું. તે કાઢી નાખીને એ નદીમાં ફેિંકી દેવા તત્પર થઈ. વૃદ્ધાએ કહ્યું કે “બેટા ! એ શું કરે છે?”
“આ હારને પાણીમાં ફેંકી દઉં છું.” કેમ?” ‘હવે એનું શું કામ છે ?
બેટા ! એનું કામ પડશે. તારા દેહની રક્ષાને માટે ભોજન અને વસ્ત્ર વગર ચાલવાનું છે ? અને જે દેહ તારે ન ટકાવી રાખવો હોય તે પછી ગાવિંદનું ભજન શી રીતે થશે? પતિની સેવા શી રીતે બનશે ?
વૃંદાવનમાં હું ભિક્ષા માગીશ.'
તારાથી ભિક્ષા નહિ માગી શકાય, તારું રૂપ આડે આવશે. વળી તું રાજરાણી છે, તે કોઈ દિવસ ભિક્ષા માગેલી નથી, તને તેમ કરવું વિષમ અને કલેશકર થઈ પડશે. દુ:ખી શરીર કૃણભજન નથી થઈ શકતું. એ હાર તને બાધક ન થતાં સહાયકજ થશે. એ હાર વેચીને વૃંદાવનમાં તું મંદિર બંધાવજે અને રાણીની માફક રહીને ગોવિંદરાજાની સેવા કરજે.
(૮) મીરાં વૃંદાવન ગઈ. એણે ત્યાં મંદિર બંધાવ્યું, એમાં શ્રી મૂર્તિની પ્રતિષ્ઠા કરી. એ મૂર્તિ નું નામ એણે રાણ-ગેવિંદ રાખ્યું.
મીરાં ગોવિંદજીના કંઠમાં માળા પહેરાવતી તે વખતે એવી ભાવના કરતી કે, હું રાણા કુંભાના કંઠમાં આ માળા પહેરાવું છું. રાણા કુંભનું નામ દઈને ગોવિંદજીને એ નૈવેદ્ય ધરાવતી. શ્રીમૂર્તિનાં દર્શન કરતાં એક વાર એ શ્રીમતિને રાણું કહીને બોલાવતી અને એક વાર ગેવિંદજી કહીને બોલાવતી. મીરાંને મન હવે રાણે અને ગોવિંદ એક થઇ ગયા–પતિ અને પરમેશ્વર એક બની ગયા !
મીરાંને. ભાર હવે હલકો થઈ ગયો, એના રોમેરોમમાં હવે હર્ષ ઉછાળા મારી રહ્યો અને રાણા-ગોવિંદની સન્મુખ બેસીને એ અહોનિશ મધુર સ્વરે આત્મનિવેદન કર્યા કરતી હતી. એના મધુર સંગીતમય ભજનથી આખું વૃંદાવન હર્ષથી પુલક્તિ બની ઉઠયું, એને જોઈને સર્વ કાઈ -અભિભૂત થઈ જતા; એને લેકે રાધાજીનો અવતાર માનવા લાગ્યા.
એ સમયે શૃંદાવન અરણ્ય હતું. આ લુપ્ત તીર્થનો ઉદ્ધાર થાય તથા ભકિતશાસ્ત્રને પ્રચાર થાય તેવા ઉદેશથી કેટલાક વિરકત બંગાળી વૈsણ તથા સાધકે આ અરણ્યમાં આવીને તપ-શ્ચર્યા કરતા હતા. એ વૈષ્ણવોમાં રૂપસ્વામી મુખ્ય હતા. રૂપજી મહાસમર્થ વિદ્વાન હતા. કેટલાક સમય સુધી એ ગૌડના બાદશાહના મંત્રી હતા. પરંતુ એમને વિષયભોગ ઠીક ન લાગ્યો, મંત્રીપદ છેડી દીધું અને પ્રેમાવતાર ચૈતન્યદેવને શરણે ગયા. ચૈતન્યદેવના આદેશથી કંથા અને કૌપીન ધરીને એ વૃંદાવનમાં આવી રહ્યા હતા. એમના વૈરાગ્યની તુલના થઈ શકે તેમ નહોતું. હાથમાં કમંડળ અને શરીરે કથા એ વેષે રૂપજી એક એક વૃક્ષની તળે એક એક રાત કાઢતા. આમ કરવાનું કારણ એ કે, એમને એ ભય લાગતો હતો કે, એક વૃક્ષ નીચે એકથી વધારે રાત રહે-વાય તે કદાચ એ સ્થાનમાં મોહ થઈ આવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com