________________
૨૪૪
શુભસંગ્રહ-ભાગ ત્રીજો
હજરત મુસ્લીમ બીન અકીલ પિતાની દુઆ આગળ વધારવા જતા હતા, એવામાં તે પિલાદ ગુલામે એમની ગરદન ઉપર જોશથી સમશેર ઝીંકી. ધડ ઉપરથી માથું ચીભડાંની જેમ જુદુ ઉડી પડયું. એજ ક્ષણે એબદુલ્લાહ કોઠા ઉપર આવ્યો, એણે ફરમાવ્યું–
“મુસ્લીમ બીન અકીલનું ધડ નીચે ફેંકી દઈશ નહિ, મારે તેનું કામ છે.” “જેવી નામવરની ફરમાશ” ગુલામે ઝૂકી ઝુકીને સલામ ભરી.
એબયદુલ્લાહને આ એલીઓ ઉપર આટલા સીતમે ગુજાર્યાથી પણ સંતોષ નહેતા વજો; એટલે એણે તમામ માણસાઈ અને ન્યાયની લાગણી છોડી દઈને નરી હેવાનીઅત અખ-- તીઆર કરી અને પિતાના અનુચરને ફરમાન કર્યું કે, આ બંડખેરની સરવિનાની લાશને પગે દોરી બાંધી આખા ગામમાં એ માથાવિનાના ધડને ઘસડી જાવ.
ગુલામેએ એ આજ્ઞા ઉઠાવી લીધી. શેરીએ શેરીએ સત્યના સંગાથી હરજત મુસ્લીમ બીન અકીલની લાશને એ રીતે ઘસડવામાં આવી. લેકે આ અત્યાચાર અને હાય પુકારવા લાગ્યા, પણ સુલ્તાન યઝદ અને સરદાર એબદુલ્લાહના જાલીમ કેરડા નીચે માથું ઉંચકવાની એ નામર્દોમાં તાકાત નહોતી.
આ રીતે ઇસ્લામના એક જવાંમર્દ એલીઆની જીંદગીને કણ છતાં ભવ્ય અંત આવ્યો. કરબલાના ધર્મજનની તૈયારીમાં સત્યને માટે અપાયેલાં અનેક બલિદાનમાં આ એક અણમોલ બલિદાન હતું. પ્રજાની આઝાદી અને પાક ઇસ્લામની રક્ષા માટે જુલમી ચક્રમાં પીસાયેલા એ શહીદને રોજે સત્ય અને ઇન્સાફના આખરી વિજયની આલબેલ પિકારતે આજે પણ કુફા ગામના એક વિભાગમાં ઉભે છે.
(“હિંદુસ્થાન” તા. ૫-૧-૨૮ના અંકમાંથી)
૧૭–ગીતાજયંતિ-દિવસ
લોકમાન્ય તિલક મહારાજે “ગીતારહસ્ય” માં લખ્યું છે કે “સમસ્ત સંસારના સાહિત્યમાં ગીતાના જેવો કઇ પણ ગ્રંથ નથી.” એ ઉપરાંત બૌદ્ધોને ત્રિપટક તથા ધમ્મપદ અને ખ્રિસ્તીઓના બાઈબલ સાથે પણ ગીતાની તુલના કરીને તેમણે એજ નિષ્કર્ષ કાઢયે છે કે “ દુ:ખી આત્માને શાંતિ આપનાર, આધ્યાત્મિક પૂર્ણદશાની ઓળખાણ આપનાર અને ટુંકાણમાં ચરાચર જગતનાં ગૂઢ તને સમજાવી દેનાર ગીતાના જેવો કોઈ પણ ગ્રંથ - સમસ્ત વિશ્વની કઈ પણ ભાષામાં નથી.”
ખરેખર, ગીતાના જેવો દિવ્ય સંદેશવાહક ગ્રંથ આજ સુધી બીજો નથીજ રચાય. ગીતાના સંબંધમાં માનવજાતિએ એટલી બધી આલોચના-પ્રત્યાલોચના કરી છે કે તેટલી આજ સુધી બીજા કેઈ પણ ગ્રંથના સંબંધમાં થઈ પણ નથી અને થવાનો સંભવ પણ નથી. ગીતાના કેવળ અંતરંગ રૂ૫ ઉપરજ એટલું બધું લખાયું છે કે, જે તે બધાને સંગ્રહ કરવામાં આવે તો મહાભારત જેવડા તો કેટલાય ગ્રંથે તૈયાર થાય. ગીતાની ગહનતા, વિલક્ષણતા અને પૂર્ણતાને સમજવાની પ્રચંડ પિપાસા મનુષ્યને અનંતકાળથી લાગેલી છે, કે જેને શાંત કરવાને તે કેટલીયે મજલ કાપી ચૂક્યો છે; પણ તે પિતાના લક્ષ્યને પહોંચી જઈને ક્યારે પિતાની પિપાસાને શાંત કરી શકશે તે કંઈજ કહી શકાતું નથી.
ગીતાના કાવ્યમાધુર્ય ઉપર કવિ મુગ્ધ છે; ગીતાના સાર્વભૌમ નીતિશાસ્ત્ર ઉપર નીતિન ગળગળા થઈ જાય છે. તેના નિષ્કામ કર્મયોગ ઉપર કર્મયોગી આફરીન છે અને તેની વીરત્વભરી વાણી ઉપર દઢપ્રતિજ્ઞ માનવ આસક્ત થાય છે. કોઈ ગીતાને જ્ઞાનનો સાગર કહે છે, તે લઈ તેને ઉપનિષદોનું હદય કહે છે. અને કોઈ કામગશાસ્ત્ર કહે છે તે કેાઈ ભક્તિસૂત્રે કહે છે. વાસ્તવમાં ગીતા એ નટવર શ્રીકૃષ્ણચંદ્રની ઝોળી અને સ્વર્ગનું કલ્પવૃક્ષ છે, કે જેના વડે માનવી જે કંઇ જોઈએ તે પ્રાપ્ત કરી શકે તેમ છે. જો એમ ન હોત તે લોકોની ભિન્ન ચિ અનુસાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com