________________
૨'
'
શાહી સીતાની સામે સુઝનાર
૨ . ૧૦૬–શાહી સીતમની સામે ઝૂઝનાર
હજરત મુસ્લીમ બીન અકીલે આપેલી આહુતિ (કરબલાને ધર્મનંગ આખી દુનિયામાં જાણીતા છે. એ જંગની તૈયારી કરનાર હજરત ઈમામ હુસેનના સેંકડો સંગાથીઓ જુલ્મી સુલ્તાન યઝીદને હાથે રહેંસાઈ ગયા છે. એવા એક પરાક્રમી જવાંમર્દ શહીદની કથા નીચેની ઐતિહાસિક વાર્તામાં આપી છે. કથાની રચના રા. હસનઅલી જાનમહમદના “ હજરત ઈમામ હુસેનને સત્યાગ્રહ” નામના પુસ્તકના આધારે કરેલ છે. મૂળ પુસ્તક પણ અરબી ગ્રંથના દેહનરૂપ છે. મુળ વસ્તુ માટે ર૦ હસનઅલીનું બંધુકૃત્ય સ્વીકારીએ છીએ.)
સાંજ પડવા આવી હતી. આફતાબ પિતાની રોશની સંકેલી લઈ જાણે કે દમાસ્કના જુલમગાર સુલ્તાન યઝીદનાં પાપોથી શરમાતા શરમાતી ક્ષિતિજ નીચે સંતાઈ જવા દોડતો હતો !
કુફાનગરની શેરીઓમાં ઘેડાઓના તબડાટ સંભળાતા હતા. સમશેરધારી સૈનિકે એકજ માણસની શોધ કરતા હતા. ઘરે ઘરનાં બારણાં ઉઘડાવી તેઓ બૂમ મારતા હતા કે, મુસ્લીમ બીન અકીલને બહાર કાઢે, બહાર કાઢે ! લોકેના શ્વાસ ઉંચા ચઢી ગયા હતા.
આવે ટાણે કુફાના એક દૂરના ખૂણાની મજીદમાં મગરીબ ઇશાની નમાઝ પઢી એક મુસાફર બહાર આવ્યો. આખા દિવસની ભૂખ અને તરસથી તેના ગળામાં ખરેડી પડતી હતી.
સાકર એક ગલીમાં દાખલ થયો. કઈ ઘરના બારણું આગળ એક ડોસી આર ચહેરે ઉભી હતી. તે મનમાં બબડતી હતી કે “મારો બિલાલ ક્યારે આવશે ?”
દેસી પાસે જઈ મુસાફરે સવાલ કર્યો કે “અય અમ્મા ! હું આખા દિવસને તરસ્યો છું, મને પાણી પાશે ?”
મુસાફરનું કમળ મુખ જોતાં, એની આંખોમાંથી નિર્દોષતા ઝરતી જોઈ ડેસીએ કહ્યું –
“ અય ખુદાના બંદા ! આજની વેળા ઘણીજ જોખમી છે; માટે તારાં બાળબરચાંની સંભાળ લેવા ઘર ભેગો થઈ જા•••ચાલ તને પાણી આપું.”
મુસાફર ડોસીની પાછળ પાછળ ઘરમાં ગયા અને દિલભર પાણી પીને જરા વાર બેઠે. પછી તેણે રજા લીધી. એટલામાં ડોસીને કંઇક કુતૂહલ થતાં તેણીએ પૂછયું.
“મુસાફર ! તારું નામ શું?” “અમ્મા! મારું નામ મુસ્લીમ બીન અકીલ છે.”
“ ઓહોહો !!” ડોસીના હાંમાંથી આશ્ચર્યના ઉદ્દગાર નીકળી પડયાઃ “ અય મારા સરતાજ! આપ આ દશામાં?! આજે તો મારે ઘેરજ રહી જાઓ, આપની સેવા કરવાની મને તક આપે.”
હજરત મુસ્લીમ બીન અકીલને આખા દિવસના રઝળાટથી થાક લાગ્યો હતો, એટલે હજરતે એક ઓરડીમાં ઉતારો લીધો. થોડું ઘણું અનાજ લઈ હજરત ખુદાની બંદગીમાં લાગી ગયા.
રાતના દશ વાગ્યા હતા. હજરત મુસ્લીમ બીન અકીલની ઓરડીમાં ઝાંખો દીવો બળતો હતો. ઓરડીમાંથી કુરાને શરીફના કલમા સંભળાતા હતા.
બિલાલ મોડો મોડે ઘેર આવ્યું. ઓરડીમાં દી જોઈ તેને નવાઈ લાગી. તેણે પિતાની વૃદ્ધ અમ્માને પૂછ્યું
ઓરડામાં કે પૂરાયું છે ?” “બેટા! એ તે આજની રાતનેજ મીજમાન છે, ગરીબ મુસાફર છે.” “ પણ તેનું નામ શું?” “ બેટા ! કોઇને કહીશ નહિ. એ તો હજરત મુસ્લીમ બીન અકીલ છે.” બિલાલ ગમ મારી ગયો. કંઈ પણ બોલ્યા વિના તે પથારીમાં પડી ઉંઘી ગયો. :
હજરત મુસ્લીમ બીન અકીલ સત્ય અને ઇન્સાફના ખરા સંગાથી હતા, શામના જાલીમ સુતાન યઝીદની સામે બંડ જગાવનાર હજરત ઈમામ હુસેનના તે જીગરજાન દોસ્ત હતા. હજરત ઈમામ શુ. ૧૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com