________________
એ કઈ સાચે માર્ગ નથી!” બહેને અને માતાસમ અન્ય નારીઓનાં શિયળ લૂંટાવે-લૂંટે છે. આ “પાટપૂજાના પંથગત્ય’માં ભળેલાં નીચ નરનારીઓ “પાટપૂજાના પ્રસંગસિવાય પણ વ્યભિચાર આચરે છે. તે લોકોને પાપકર્મ કરવાની યાચના કરવી હોય, ત્યારે એમાં ભળેલાં અ ન્ય “ખીચડી ખાવી છે” એવી સાંકેતિક યાચના કરે છે અને પરિણામે દુનિયાની નજરમાં ધૂળ છાંટી પાપકર્મ આચરે છે. એ લોકોમાં ચાલતી શીરામણી” એટલે કે “છટક પારકર્મ” એ પણ એક સાંકેતિક શબ્દ વપરાય છે. આજે હું આ અધર્મ છે એમ જાણી શકું છું અને એટલે જ તે પિશાચથી દૂર થઈ, થયેલાં પાપને પશ્ચાત્તાપ કરતી જીવન ગુજારું છું.”
એ પિશાચોના પંથની પાટપૂજા જેવી જ બીજી ભયંકર વાતો, “ખોળાદાન” અને “ચણુંમૃત’ હવે પછી ચીતરી, જગતને એ ભયાનક ધર્મ-રે, ધર્મને નામે ચાલતા પાપપુંજ-થી વાકેફ કરીશું.
હિંદુસમાજ ચેત! સમાજ અને રાજ્યસત્તાઓએ આ પાપને દફનાવી દેવા સબળ પ્રયત્નો કરવા જોઈએ.
(“સૌરાષ્ટ્ર” તા. ૧૯-૧૧-૨૭ ના અંકમાં લેખક “વધારી)
૭૬–એ કાંઈ સાચો માર્ગ નથી!”
રશિયાના પાટનગરમાં ફાંસીના માંચડ ઉભું કરવામાં આવ્યો હતો. કાર એલેક્ઝાન્ડર ત્રીજાને ઠાર કરવાની કોશીશના ગુન્હેગાર એક જવાન રશિયનને જીંદગીની કરબાની કરીને તેના દેશપ્રેમની કિંમત ચૂકવતો જોવાને-ફાંસીને માંચડે ચઢતે જેવાને-રશિયનોની હ૩ જામી હતી. ઝારશાહીની જડ ઉખેડી નાખવાનો, જાનને જોખમે ઝારશાહીના અંગભૂતોનાં ખૂન કરવાની હિંસક પદ્ધતિ અખત્યાર કરવી એ એક જ માર્ગ છે, એમ દૃઢતાપૂર્વક માનનારો એ જુવાન ફાંસીના માંચડા પાસે રિમત ફરકાવતો ઉભો હતો. “મૃત્યુ પછી પુનર્જન્મ પામીને પણ હું આ ઝારશાહીનાં ઉચછેદનને માટેજ ઝઝમી શ” એ નિશ્ચય એના મુખની રેખાએ રેખા ઉપર અંકાયો હતો.
ઘંટડી વાગી, કાળા પશાકમાં સજજ થયેલા ફાંસી ફરમાવનાર અમલદારે, હમેશને ક્રમ હોય તેમ, લાગણીવિનાના નિણ અવાજે ઉચ્ચાર્ય” “.....પાંચ મીનીટ રહી છે. મિત્રોને, માતાપિતાને, સ્વજનેને-જેને જેને મળવું હોય તેને મળી હશે.”
જુવાન દોડતા દોડત, મેદનીને મેખરે તેનો નાને બંધ ઉભો હતો તેની પાસે ગયો. તેના આભામાં ગુંજન થઈ રહ્યું હતું કે મારી પાછળ મારું જીવનકાર્ય આ મારે સહદરજ ઉઠાવી લેવાનો છે.” એક માતાના ઉછંગમાં ખેલવાથી ભ્રાતા ભ્રાતા વચ્ચે જે અપાર્થિવ પ્રેમ ઉપજે છે, એ પ્રેમથી ઉભરાતા આ જુવાને તેના ભાઇને ભેટી, તેને એક આલિંગન દઈ તેનો હાથ પોતાના હેઠસુધી ઉંચો લીધો અને એક ચુંબન કર્યું અને તેની સજળ બનેલી આંખોએ છેલ્લે વિદાયસંદેશ દીધો.
પણ એ બધું છતાં, જ્યારે સમસ્ત માનવમેદનીનાં હૃદય લાગણીથી ઉછળી રહ્યાં હતાં ત્યારે પણ, એ નાનો ભાઈ ખડકસમે અડગ ઉભો રહ્યો. એને મુખ ઉપર કોઈ પ્રકારના ભાવની એક પણ રેખા નહોતી. પોતાની છેલ્લી વિદાય લેતા શહીદ-ભ્રાતાના આ ભાવ-પ્રદર્શનના જવાબમાં, સત્તર વર્ષનો એ છોકરો માત્ર એટલું જ બોલ્યોઃ “એ ! એ સાચે માર્ગ નથી.'
સત્તર વર્ષના છોકરાની આ લાગણીહીનતા જઈ, સકળ જનસમૂહ સજજડ થઈ ગયો.
આ વાતને બે વર્ષ થયાં. પોતાના મોટાભાઇની ફાંસી વેળા, “એ ! એ સાચ્ચો માર્ગ નથી” એવી અકળ વાણું ઉચ્ચારનાર એ યુવક તેના વિદ્યાલયમાંથી, તેની ક્રાન્તિકારી પ્રવૃત્તિએને કારણે બરતરફ થયો. એ અરસામાં રશિયામાં ભયંકર દુષ્કાળ પડ્યો. પ્રજાસેવકેએ, અમલદારોની સાથે મળીને રાહત-પ્રવૃત્તિઓ આરંભી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com