________________
-~~~-~~
-~
કેટલાક ભેખધારીઓમાં ચાલતા પિશાચનો પંથ : ૧૬૭ એ કૃત્ય આ લખનારે, એક મિત્રની મદદ વડે નજરે નિહાળ્યાં છે. ”
આ “પાટપૂજા'ને મહોત્સવ ચકલુંયે ન ફરકી શકે તેવા ગુપ્ત સ્થાનમાં કરવામાં આવે છે. એક બાજોઠ પર ચેખાથી સાથઆ પૂરે છે, તેની મધ્યમાં સળગતી “ત’-પિત્તળના પ્યાલા જેવા પાત્રમાં દીવેટ સળગાવી–મૂકવામાં આવે છે અને તેની આજુબાજુ એ “મેરાપંથ'માં ભળેલાં અનુયાયીઓ-જેને “ગ” કહે છે તેઓ–બેસે છે. એ બાજોઠની નજીક પાટપૂજાની ગાદીત આચાર્ય” કહેવાતો સાધુ બેસે છે. એ આચાર્યજીની આજ્ઞા પ્રમાણેજ એ આખું ટોળું વર્તે છે.
એ “પાટપૂજાની નજીક કપડાના પડદા બાંધી, નાને ઓરડો બનાવાય છે. તેને “મોક્ષગૃહ” હેવામાં આવે છે. ખરી રીતે તે એને વેશ્યાગ્રહ કે નગૃહજ કહી શકાય. એ વિધિની ચોકી કરવા માટે ચાર લટ્ટાધારીઓને-શસ્ત્રધારીઓને-રોકવામાં આવે છે અને તેને “કાટવાળ” કહે છે. પિતાના અનુયાયી સિવાય અન્ય કોઈ આ ગુપ્ત કાર્ય જાણું ન શકે તે માટે આટલી અગમચેતી વાપરી “ગય’ પિતાની વિધિ આગળ ચલાવે છે.
ઉપલી વ્યવસ્થા થઈ રહ્યા પછી “ હરનામ'ના પોકાર થાય છે અને પછી બીજી કેટલીક વિધિઓ થયા પછી, “આચાર્ય” કહેવાતો સાધુ હાથમાં પાણીને લેટ લઈ, તેમાંથી પાણીનાં છાંટણાં અનુક્રમે “ગ'માં બેઠેલાં સ્ત્રીપુરુષોને છાંટે છે. જે સ્ત્રી અને પુરુષ પર એ છાંટા પડે છે, તે પેલા “મોક્ષગૃહમાં જઈ......પાછાં ગત્ય'માં આવી બેસે છે. એ રીતે “ગત્યનાં તમામ નરનારીઓ પડદા પાછળ ભ્રષ્ટાચાર સેવી આવ્યા પછી પેલા “આચાર્ય ને વારો આવે છે.
આ પાટપૂજાનો કોઈ ચોક્કસ નિયમ નથી. જ્યારે જ્યારે પિશાચવૃત્તિઓ જાગ્રત થાય, ત્યારે ત્યારે એ વિધિ થાય; પણ દરેક આવાઢ સુદ ૨ ને દિવસે, તમામ માર્ગ-સાધુઓએ આ “ધર્મોસવ” કહેજ દએ એવી પ્રથા પડી ગઈ છે. આવો જ બીજો “ધર્મોત્સવ” એ લોક ઉજવે છે તે પણ જાણવા જેવો છે.
એ ધર્મોત્સવીને કહે છે “શંખાઢાળ.' એ મરણ પાછળની ક્રિયા છે. એ પ્રસંગે પણ ઉપર જણાવ્યા પ્રમાણેની પાટપૂજા' થાય છે. માર્ગીપંથનો કેાઈ સાધુ કે અનુયાયી મરી જાય, એટલે તેની પાછળ “શંખાઢાળ જ જોઇએ અને તેમાં “પાટપૂજા’ને નામે ભ્રષ્ટાચાર ખેલાજ જોઈએ, એવી પ્રથા પડી છે-એ પ્રથા ચાલુ છે.
એ “શંખાઢાળીને વિધિ એ છે કે, મરેલા માણસના નામનું અડદના લોટનું એક પૂતળું બનાવવામાં આવે છે અને તેને પેલા “તના બાજોઠ પાસે મૂકવામાં આવે છે. પછી જુવારના સાંઠાના કકડા લઈ, તેની સાત પગથીઓની નીસરણી બનાવવામાં આવે છે. તે નીસરણી સાથે સૂતરના જાડા દોરાનો એક છેડે બાંધી, બીજે છેડે જે ઘરમાં તે પ્રયોગ થતો હોય છે તે ઘરના મોભે બાંધે છે. પછી પેલા પુતળાને ક્રમે ક્રમે પેલી નીસરણીનાં સાતે પગથી ચઢાવે છે અને પછી પેલા સૂતરના તાંતણાને સળગાવે છે. જે તે તાંતણો ઠેઠ મોભારા સુધી સળગી છે તાજ મરનારે સદ્ગતિને પામ્યો છે તેમ સિદ્ધ થાય છે. જે પ્રથમ વાર તાંતણો આખો ને સળગે તો ફરી વાર “શંખાઢાળ’ ઉજવાય. આ ઉત્સવ વખતે પણ પાટપૂજા'ને ખાસ વિધેિ તે ખરાજ.
વિધવાની આત્મકથા અને એ પંથના બાવાઓ અને બાવીઓ આપણી ભેળી બહેનને કેવી ચાલાકીથી તેમની ગત્યમાં ભેળવે છે, એ સમાજે જાણી લેવું જરૂરનું છે. એ ઘેર પ્રચારકાર્ય સમજાવતી, એક ઉચ્ચ કુટુંબની વિધવા બહેને સ્વમુખે કહેલી અને “સાધુ-સર્વસ્વ” માસિકમાં પ્રકટ થયેલી એક કથાને સારભાગ નીચે મુજબ છે:
મારા સસરા ભક્ત કહેવાતા. હું બાળવિધવા થયેલી. અમારે ત્યાં માર્ગ સાધુઓને ઉતારો હતું. ઘેર આવેલા “સંતને ચરણસ્પર્શ કરવાનો ધારો હોઇ હું તેવાઓને નમતી. સસરાજી પણું મને “હરિ, ગુરુ, સંતથી “ભેદભાવ ન રાખવાનું અવારનવાર કહેતા. એ શબ્દો મને પ્રથમ તો નિર્દોષ લાગતા. એ અભેદભાવ કેળવવાનો ઉપદેશ આજે મને સમજાય છે. જ્યારે જ્યારે હું એ ભગવાંધારીઓને નમતી, ત્યારે એ સાધુ નામને લજવનારા “આ નિર્વાણ ચઢેલ છે ?' એવો પ્રશ્ન પૂછતા. એ પ્રશ્નાર્થ ત્યારે ન સમજાતે સમય જતાં મને માતાજીએ-માગીપંથની કણીઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com