________________
સામુદાયિક જીવનમાં સ્વચ્છતાના વિધિનિષેધ
૧૩
૩– જ્યાં અનેક માણસો વચ્ચે પીવાનો એકજ પ્યાલો હોય, ત્યાં પ્યાલાને મોઢે માંડે અય છે. ઉચેથી પીવાની ટેવ પાડવી ઘટે છે અને એમ ન પી શકે તેણે જૂદો ખ્યાલ રાખવો - આવશ્યક છે.
૪–જમી ઉઠેલી જગ્યાએ દાળ-ભાત કે બીજી ખાવાની વસ્તુઓ વેરાઈ હોય તે જગ્યાને - ઘરની અંદર હોય તો ધોઈ નાખવી અને ખુલ્લામાં હોય તો સારી પેઠે વાળી નાખવી આવશ્યક છે. એમ થયા પહેલાં એ જગ્યામાં હરફર કરવી અને વેરાયેલી વસ્તુથી ખરડાયેલે પગે ધોયાવિના સ્વર છ ઓરડામાં જવું અયોગ્ય છે, તેમજ એવી જગ્યાએ બીજાને જમાડે એ પણ અગ્ય છે.
૫–સામાન્ય રીતે કડછી કે ચમચાથીજ પીરસવું જોઈએ. શાક, દાળ કે ભાત જેવી ચીજો "હાથેથી પીરસવી અયોગ્ય છે. એથીયે વધારે અયોગ્ય ખાધેલે હાથે પીરસવું એ છે. રોટલા કે પુરી જેવી કરી ચીજો પણ ખાધેલે હાથે આપવી ન જોઈએ અને કડછીવડે પીરસવામાં ખાધેલો હાથ ન વાપરે ઘટે.
૬-જમનારની થાળી કે વાડકાને પીરસવાનું વાસણ અડકે એ અગ્ય છે; અને અડકવાની ધાસ્તીથી પીરસવાને બદલે ભાણામાં ફેંકવું કે વેરવું એ વધારે અયોગ્ય છે.
૭-ખરડાયેલે પગે પિતાની પથારી પર પગ મૂકો એ પણ અગ્ય છે; પણ અનેક માણસો જ્યાં સાથે સૂતા હોય, ત્યાં ફરહાર કરનારે કોઈની પથારીને ખુંદીને ચાલવું બહુજ અગ્ય છે.
-કામ કરી આવી હાથ ધરાયાના ખાવાની ચીજને અડવું કે પાણીના માટલામાં હાથ બળવો અયોગ્ય છે. પાન, તંબાકુ, બીડી વગેરેનાં વ્યસનવાળાએ એ વિષે ખાસ કાળજી રાખવી ઘટે છે. કેટલાક માણસોને શરીરે ખજવાળ આવ્યા કરતી હોય છે, કેટલાકને ગુહ્યભાગને વારંવાર સ્પર્શ કરવાની ટેવ પડેલી હોય છે, કેટલાકને વારંવાર નાક સાફ કરવું પડે છે, તેવા માણસે તેમજ દરેકે લઘુશંકા કરી આવીને હાથ યાવિના ખાવા-પીવાની ચીજોને અડવું ન જોઈએ.
૯—જે ડાલમાં કપડાં ધોયાં હોય તે ડોલને અજવાળીને ચીકાશ કાઢી નાખ્યા વિના કૂવામાં નાખવી અથવા એવી ડોલથી પીવાનું કે રાંધવાનું પાણી ભરવું અયોગ્ય છે.*
૧૦–ચોકડીમાં પેશાબ માટે બેસનારે પાસે વાસણું પડયાં હોય તે તેને બાજુએ મૂકવા જોઈએ. એને છાંટા ઉડે એમ બેસવું અગ્ય છે. એવી જ રીતે એમાં છાંટા પડે એવી રીતે હાથ છેવા કે કોગળા કરવા એ પણ અયોગ્ય છે.
૧૧–પોતે પહેરેલાં કપડાં ધોયા વિના બીજાને પહેરવા આપવાં અયોગ્ય છે; અને પિતાનાં કપડાં ગેરવલે પડ્યાં હોય ત્યારે ગમે તેનાં પહેરી લેવાં અને પછી એ માણસને જોયા વિના એ પહેરવાનો પ્રસંગ આવે એવી પરિસ્થિતિ ઉત્પન્ન કરવી અગ્ય છે.
મને લાગે છે કે, આ નિયમો પાળવામાં મજાદીની ચટ કે કટકટ નથી. હું જેમ કરું છું તેમ તેમ જોઉં છું કે, આ નિયમે બહુ ઓછી જગ્યાએ પળાય છે. એટલે આવા નિયમો પાળવાની ટેવ પડી ગયેલી હોય એવાં કુટુંબો હું ધારતો હતો તેના કરતાં બહુ થોડાં છે. રૂઢ સ્વચ્છતાને બાજુએ મૂકીએ તે આપણું સ્વચ્છતાનું ધારણ એટલું બધું નીચું છે કે એને સારી પેઠે ઉંચું કરવાની મહેનત કર્યા વિના ચાલે એમ નથી. ઉપર જે નિયમ છે, તે કેવળ મર્યાદિત સામુદાયિક જીવનને વ્યાપનારા છે. વ્યક્તિગત, કૌટુંબિક અને નાગરિક જીવનને અંગે જે કહેવાનું રહે છે, તેનો પ્રદેશ આથી ઘણે મેટો થાય એમ છે. એને માટે આજે વિચારવાને અવકાશ નથી. ( મુંબઈ સમાચાર' ૧૯૮૩ ના દીપોત્સવી અંકમાં લેખક-શ્રી કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા)
* આપણી વાસણ અજવાળવાની રીતો કંઈ બહુ સારી નથી; પણ એ એક દે વિષય છે. રસ્તામાંથી ગમે તેવી માટી ઉંચકી લાવી, એથી વાસણ ઘસી નાખવાં અને તળાવમાં ધોઈ નાખવાં એમાં અજવાન્યા પછી રયૂળ સ્વચ્છતા જણાશે, દાક્તરી સ્વચ્છતા તો નથી જ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com