________________
૧૨૪.
શુભસંગ્રહ-ભાગ ત્રીજો . આ ઉતારા ઉપરથી કંજુસુની રાજનીતિની પિછાણ થઈ શકે એમ છે.
માનવસ્વભાવના જન્મજાત સારાપણાની બાબતમાં કેંફસુની પૂણે ખાત્રી હતી ને કેાઇને શિખામણ આપવી તે પોતાના આચરણથી આપવી એવો તેનો મત હતો. “સદ્ધર્તાની મનુષ્યના સંરક્ષણ સારૂ અસહર્તની મનુષ્યને ઠાર મારીએ તે આપણને કેવું લાગે ?” એવો એક વાર તેને રાજાએ પ્રશ્ન પૂછ્યો.
તરતજ કંજૂસુએ તેનો જવાબ આપ્યો કે “રાજ્યકારભાર ચલાવતી વેળા દેહાંત પ્રાયશ્ચિત્તની આવશ્યકતા પણ શી છે ? કે એ સતની થવું જોઈએ. એવી આપની ઈચ્છા જાહેર કરો કે લેક સદ્ધર્તાની બનવા લાગશે.”
કંજુસુને પ્રામાણિક મત એવો હતો કે, સ્વભાવત:જ જે પ્રમાણે તેનું કઠણ ને અગ્નિ ઉણ છે, તે પ્રમાણે સ્વભાવતઃજ મનુષ્ય ઉદાર, સદ્વર્તની, સદ્વિચારી, શાણો ને નિષ્ઠાવાળા હોય છે. જગતમાં વ્યવહરતાં જેમ હમણાં ઘણેભાગે આપણને, તેજ ત્યારે તેને પણ તેના મતની વિરુદ્ધ અનુભવ જ મળતો હોવા છતાં તેણે પોતાનો આ મત કદી પણું તો નથી.
સાધારણ લોકમત એ છે કે, તેના તત્ત્વજ્ઞાનમાં આધ્યાત્મિકતાનો અભાવ છે, પણ એ મત ખરો જણાતો નથી; કારણ તે વારંવાર કહે છે કે, નિષ્ઠા અને વિશ્વાસ હોવા સિવાય દુનિયામાં પગલુંજ ભરી શકાતું નથી, એટલી આ ગુણની માતબરી છે. મનુષ્યના આચરણને દૃઢ નિણાનો પાયો જોઈએ, એ તેના ઉપદેશનું ધ્રુપદ યાને પાલુપદ છે. નદીને તરી જનારાને જેવી નૌકા તેવી સદ્વર્તનને નિષ્ઠા, એ તેનું પોતાનું નક્કી થયેલું પોલુપદ છે. મનુષ્યના સામર્થ્યની બાબતના તેના વિચાર ખરેખર મનન કરવા જેવા છે. જે સમયમાં કાસુને -સૂઝયાં, એ સમયનો વિચાર કરીએ તે આ તત્ત્વજ્ઞાનનું કૌતુક કરવાની ઈચ્છા થાય છે. તે કહે છે કે -
“મનુષ્ય દેવાધીન નથી, પણ તે દેવનેજ પિતાને અનુકૂળ કરી શકે છે. દેવને જ શું ? પણ સામર્થ્યવડે તે સ્વર્ગ અને પૃથ્વીનીય બરાબરી કરી શકશે; ને સૃષ્ટિક્રમ ઉપર સુદ્ધાં પિતાની છાપ પાડી શકશે. મનુષ્ય નિર્દભ વનવડે આત્મોન્નતિ કરી શકે છે. પણ આંતરિક તિ - સાધી લીધા પછી જ પોન્નતિ સાધવાનું તેને સુલભ થાય છે. પોતાના માનવ બાંધવાની ઉન્નત પછી પોતાની આસપાસનાં પ્રાણી અને વસ્તુઓને પણ તે ઉતાવસ્થાએ પહોચાડી શકે છે.
આટલું સાધ્ય થયા પછી તે સ્વર્ગ અને સમગ્ર પૃથ્વીના સામર્થ્યમાં ક્રાન્તિ કરીને પિતાનું સામર્થ્ય ‘વધારી શકે છે. આટલું સામર્થ્ય પ્રાપ્ત થયા પછી તે પૃથ્વી અને સ્વર્ગમાં એકરૂપ થઈ જઈ પોતે જ સૈમૂર્યાત્મક બને છે. તેમની સાથે તે સમત્વ પામે છે. આમ થવાથી આખા વિશ્વમાં પણ સુસ્થિતિ વર્તવા લાગે છે. જયાં ત્યાં પૂર્ણતા અને પુષ્ટતાની સત્તા જામે છે. આદર્શ માનવીનું સામર્થ્ય આવી ગ્યતાવાળું છે. આદર્શ માનવમાં મૂળથી જ આવી સ્વર્ગીય શક્તિ હોય છે. સર્વ મનુષ્ય સારાજ હોય છે ને તેમનામાં સ્વગીય એવા આદર્શ ગુણોનું વાસ્તવ્ય હોય છે.”
આમાંનાં તત્ત્વોને માટે મતભેદ હોઈ શકે, પણ તે ઘણાં ઉદાર છે, એમાં તો શંકા જ નથી. જન્મત જ મનુષ્ય ખરાબ છે એમ માનવા કરતાં તે સારો છે, એમ માનવું: એ માનવજાતિની સુધારણાને કોઈ પણ સંયોગમાં વધુ આશાજનક છે.
મનુષ્યમાત્રમાં રહેલી ઉદાર અદિને માટે કેy સને બહુજ વિશ્વાસ છે. આ ઉદારબાદ ધર્મ દાન માટે જ નહિ પણ જીવનની અંદર હરેક પ્રકારે શ્રેયસ્કર છે, એવો તેનો મત છે. તેવી જ રીતે ન્યાયબુદ્ધિપર સુદ્ધાં તેનું પુષ્કળ જેર છે. આત્મોન્નતિજ જીવનના ધ્યેય સાંધ્યના મુખ્ય પાયો છે, એમ તેનું કહેવું છે.
“વૈયક્તિક ઉન્નતિ જે પ્રથમ સાધી હોય તે આપણી આસપાસનાં મનુષ્યપર સુદ્ધાં તેની સારી અસર થાય છે ને એને પરિણામે આખા દેશની ઉન્નતિ કરવામાં કારણભૂત થઈ શકાય છેઅર્થાત પ્રત્યેક મનુષે સૌથી પહેલાં પોતાનું જ્ઞાન ને વર્તન સુધારીને ન્નતિ કરી લેવી જોઈએ. સૌ પહેલાં પોતાનું વચન અને વર્તન સૌ કેઈએ સાવધ રહીને તપાસતા રહેવું જોઈએ અને જે કંઈ અડીક જણાય તેને પિતાના પંડમાંથી હદપાર કરીને ‘ઉરચતાને પેસવાને યોગ્ય અવકાશ આપવો જોઈએ. જીવનની મુસાફરીમાં મનૌ-દાર્થ એ વિશ્રાંતિસ્થાન, સદાચાર એ માર્ગ, દેશકાલાનુરૂપતા એ વસ્ત્ર, જ્ઞાન એ દીપક ને નિષ્ઠાને અદ્દભુત શક્તિ માનેલી હોઈ એ સાધનો સૌ કોઈએ મેળવી લેવાં જોઈએ. સુસંસ્કૃત મન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com