________________
૧૨૦
શુભસંગ્રહ-ભાગ ત્રીજો પ્રયોગ કરે છે. સંસ્થા તરફથી શિક્ષણની વ્યવસ્થા. રહેવા માટે સ્થાન ને વિદ્યાથીના ભોજના- . દિના ખર્ચા પણ કંઇક પ્રબંધ કરવામાં આવેલો હોય છે. એ સિવાય દર માસે વિદ્યાર્થીને ૨૫ રૂબલ (રશિયન સિકકો) આપવામાં આવે છે. આ ભવનની ઇમારતો આલીશાન તે નથી, પણ સુંદર, સાદી, મજબૂત તથા હવા અને પ્રકાશયુક્ત છે.
કૈલેજ આ કળભવનમાં દાખલ થનારને કાઈ વ્યાપારી મંડળના પ્રમાણપત્રની આવશ્યકતા પડે છે. આવી રીતે સંસ્થામાં દાખલ થતાં પહેલાં વિદ્યાથીને કોઈ એક વ્યવસાયમાં વર્ષભર કામ કરીને અનુભવ મેળવવું ફરજીયાત થઈ પડે છે. કારણ કે તે વિના સંસ્થામાં દાખલ થવાતું નથી. કળાભુવનમાં વેકેશન-રજાઓ હોવા છતાં ઓછામાં ઓછા બે મહિના, ઈરછાનુસાર વ્યવસાયમાં મંડ્યા રહેવું પડે છે. આ દષ્ટિથી ત્યાંની કૅલેજે ઔદ્યોગિક શાળા કહી શકાય છે. સંસ્થામાંથી નીકળનાર વિદ્યાથી કેવળ યંત્રવત નહિ, પણ ખાસ વિચારશીલ વ્યવસાયીના રૂપમાં હોય છે.
બીજી નવા વિદ્યાર્થી કળાભવનમાં દાખલ થતાં જ “વિદ્યાથી–રવરાજ્યના સભ્યતરીકે ગણાય છે. તેને કળાભવનની સંપૂર્ણ વ્યવસ્થામાં મત આપવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. બે અધ્યાપકની પાછળ એક વિદ્યાથીને પ્રમાણથી એમના પ્રતિનિધિત્વની ગણના થાય છે. કળાભવનની પ્રત્યેક વિભાગની વ્યવસ્થામાં એની સંમતિ સ્વીકારાય છે. આમ વિદ્યાર્થીએ કળાભવનના અંગભૂત બને છે ને તેથી એ સંસ્થાઓને આત્મભાવથી જુએ છે.
કળાભવનના વિદ્યાર્થીઓમાં પરણેલે છાત્ર કદાચ જ કોઈ હશે અથવા તે ગૃહસ્થ બનવાની ઈછા ૫ણું વિરલજ કોઇના મનમાં હશે; કારણ કે ઘણખાં એ શ્રમજીવી સમાજનાં બાળકે હોય છે. આથી તેઓ વિભિન્ન વ્યવસાયોમાં નિપુણ બનવાનીજ વધારે ઉત્કંઠા રાખે છે. સારાંશ કે, આ સૌ વિદ્યાથીઓ આ સમયે તે રશિયાના ભૂતકાળથી વિમુખ છે અને દેશનું ભવિષ્ય નિર્માણ કરવાને માટે જીવતોડ પ્રયત્ન કરી રહ્યા છે. ટેલીવના કળાભવનમાં વિદ્યાંથગણું કઠિન પરિશ્રમી જીવન ગુજારે છે. ફક્ત ચટાઈપર સૂવે છે, ભોજન સાદુ આડંબરરહિત જમે છે અને એશઆરામનું ત્યાં નામ નથી; છતાં વિદ્યાથીઓ તથા અધ્યાપકે ઉલાયુક્ત જીવન ગુજારે છે. ' આ કલાભવનનો એક ખાસ વિભાગ છે. ત્યાં વધુ ઉંમર થઈ હોય એવા કારીગર નવા જમાનાની તાલીમ મેળવે છે. એ વિભાગનું નામ “રબફક” છે. આ વિભાગદ્વારા જ્યારે સર્વે પુરાણા કારીગરો તાલીમ મેળવી રહેશે, ત્યારે એને બંધ કરવામાં આવશે. કોઈ “રબફક’ દિવસના ચાલે છે, તો કઈ રાત્રે પણ તાલીમ આપે છે. સાધારણત: જેણે કોઈ ને કોઈ વ્યવસાયમાં ત્રણ વર્ષ કામ કર્યું હોય, તેને એ “રબફકમાં દાખલ કરે છે.
વિશ્વવિદ્યાલય ભારતની યુનિવર્સિટી કરતાં રશિયાથી યુનિવર્સિટીનો ઉદ્દેશ ભિન્ન છે; ત્યાં તો એટલે સુધી કે યુનિવર્સિટી શબ્દપર સુદ્ધાં રાગ ઉત્પન્ન થયે છે; કારણ કે પુરાણી યુનિવર્સિટી ઝારશાહીની પિષક હતી.
આ વખતે તે જે લોકે કોઈ ખાસ વ્યવસાયમાં પ્રવીણ થવા માગતા હોય, અથવા તે જે વિદ્યાર્થીઓ વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન આદિ વિષયોનું ઊંડું અધ્યયન કરવા ઈચ્છતા હોય, તેઓ ઇન્સ્ટીટયુટમાં દાખલ થાય છે.
• ઈન્સ્ટીટયુટસ
આપણું વિશ્વવિદ્યાલયમાં જેમ પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક છે, એજ શ્રેણીનું કાર્ય આ સંસ્થાએમાં થાય છે. સેવીએટ સરકાર આ સંસ્થા ત્રણ ઉદ્દેશથી ચલાવે છે:-(૧) સેવીએટ સરકારની આર્થિક, રાજનૈતિક અને સામાજિક પ્રવૃત્તિના નેતાઓને યથાનિયમ શિક્ષણ પ્રાપ્ત થઈ શકે; (૨) ઉચ્ચ શિક્ષણનાં કલાભવન અને વિશ્વવિદ્યાલયો માટે અધ્યાપક તૈયાર કરી શકે; (૩) મનુબેની માર્યાદામાં આવનારા સમગ્ર જ્ઞાનક્ષેત્રમાં ઉપસ્થિત નાનાવિધ પ્રાનું પ્રયોગશાળાઓ દ્વારા નિરાકરણ થઈ શકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com