________________
ધાર્મિક હિંદુનું હાલનુ મંતવ્ય અને કર્તવ્ય
૧૦૭:
જેમાં એતપ્રાત થયેલી છે એવા હિંદુસમાજનાં મર્યાદાબ ધન એવાં તે બલિષ્ઠ છે કે તેમના ઉપર સદરહુ અને પ્રકારના અનર્થાં હજુ લગી વિનાશકારક કાર્ય ધણા પ્રમાણમાં ઉપજાવી શકયા નથી; પણ તેથી જે વિનાશકારક કાર્યાં ઉપજી ચૂકયું છે, તે એવું તા ભયંકર છે કેજેએને હજુ પેાતાના સ્વત્વનુ ભાન રહેલું છે એવા મન હિંદુ બચ્ચાએ અત્યંત સ્પષ્ટ રીતે સમજે છે કે, જો હવે પૂર્વોક્ત અને પ્રકારના અનર્થીને મૂળમાંથી ઉખેડીને ફેંકી દેવામાં નહિ આવે તે હિંદુજાતિ પેાતેજ જડમૂળમાંથી ઉખડી જશે.
અનર્થાત માટે આગેવાનાજ જવામદાર છે-જુના
આગેવાના
સદરહુ અને પ્રકારના અનર્થોને માટે જવાબદાર કાણુ છે? આ પ્રશ્નનેા જવા* ખુલ્લેાજ છે કે, ઉક્ત અને પ્રકારના અનર્થાંને માટે જવાબદાર તે હિંદુપ્રજાના જૂના અને નવા આગેવાના છે; કેમકે “ ચવાપરાંત શ્રેષ્ઠસ્તત્તવેતો નન:” ।
,,
શ્રેષ્ઠ અર્થાત્ આગેવાન મનુષ્યેા વર્તે છે તેજ પ્રમાણે બીજા મનુષ્યા પણ વર્તે છે. એ શ્રી ભગવદ્ગીતાનું વચન તેમજ લેાકવ્યવહાર ઉપરથી સિદ્ધ થાય છે. હિંદુઓની પૂર્વસંસ્કૃતિમાં વિદેશી અને વિધી એના હુમલાએ। વખતે ઉપજેલી હાનિએને દૂર કરીને હિંદુપ્રજાને પેાતાના અસલ સંસ્કાર પર લાવવાનું કામ સદરહુ હુમલાઓને સમય વીત્યા પછી જૂના આગેવાને એ જે ત્વરા અને ઉદ્યોગ તથા ખંતથી કરવું જોઇતું હતું તે પ્રમાણે ન કર્યું; પણ તેથી ઉલટુંજ કામ તેઓએ કર્યું. પ્રજાના એ જૂના આગેવાના બ્રાહ્મણેા હતા, તેમની હું નિંદા કરવા માગતા નથી. “ તેવાં નવા ન સેવ્યા ” એ વાકય મને શિરસામાન્ય છે; પણ યુગસપા દ્વ્રાહ્મળા” એ વાક્ય પણ ભૂતા(ફેટ)તરીકે મારે કહેવુંજ પડે છે. યુગ તે, કળિયુગજ છે અને તે યુગરૂપે બ્રાહ્મણેા હાલ બન્યા છે-એ વાત તે દરેક હિંદુએ સમજી રાખવીજ જોઇએ તેવી છે.. તેવા બ્રાહ્મણેાની પણ નિદા કે દ્રાહ તેા કરવેાજ નહિ, પણ તેમની તરફ ધ મુદ્ધિથી માનબુદ્ધિ રાખવી; કારણ કે બ્રાહ્મણેામાં કાંઇ બધાએ બ્રાહ્મણેા કાળયુગરૂપ બની ગયા નથી અને ખની જવાના નથી. હજી પણ બ્રાહ્મણામાં એવી ધણી સદ્વ્યક્તિએ છે કે જેએ પેાત ગુમાવવા ખેડેલી આ હિંદુપ્રજાની દયામણી દશાને માટે લાગણી ધરાવે છે અને દયાદષ્ટિ તથા ઉદારભાવથી પ્રજાના સંસ્કારનું પુનર્જીવન અને પુનઃસ્થાપન કરવાને માટે ઉત્સાહ અને ઉદ્યાગને સેવે છે; અને કળિ-રૂપ બનેલા બ્રાહ્મણજ્ઞાતિજનાની તરાજી વહેારીને પણ પ્રજાના ઉદ્ધારનું કાર્યં દુઃખ વૈડીને પણુ કરવાને પ્રયત્ન કરી રહ્યા છે. એ સત્પુરુષ બ્રાહ્મણોને દાનમાનથી સત્કાર કરવા અને ખીજાએને નમસ્કારમાત્રથી કરવા તથા જેઓ કળિયુગનેજ પુષ્ટિ આપનારા હોય તેવા બ્રાહ્મણાપ્રત્યે ઉપેક્ષામુદ્ધિ રાખવી; કેમકે શ્રી મનુ ભગવાન પણ આજ્ઞા કરે છે કે, એવાએને તેા વા માત્રેર્શાવ નાચત્' અર્થાત્ વાણીમાત્રથી પણ માન આપવુ નહિ. આ પ્રમાણે વિવેક રાખીને દરેક મન હિંદુએ હિંદુઓના ઉદ્ઘાર કરનારા બ્રાહ્મણેપ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવી તથા બીજાને તેમ કરવાને માટે વાણી અને વર્તનથી ઉપદેશ આપવે.
નવા આગેવાના
ઉપર વર્ણવી ગયા તેવી ઉપેક્ષાવાળી અથવા શ્રમિત અથવા તંદ્રાવસ્થા જેવી સ્થિતિમાં પ્રજા અને તેના જૂના આગેવાને હતા. તેવામાં પ્રશ્નમાં એક નવા આગેવાનવગ ઉત્પન્ન થયેા. આ નવા આગેવાનેા કેાણ હતા ? સદરહુ ઢીલી પડી ગયેલી પ્રજાનાં સંતાને પ્રજાના આગેવાના થયા; પણ આગેવાને થતાં પહેલાં તે નવા એળના યુવકેાએ પેાતાનુ શિક્ષણ નવા રાજ્યકર્તાઓએ-અગ્રેજોએ કરેલી કેળવણી ખાતાની વ્યવસ્થા પ્રમાણે મેળવ્યું હતું. લડાઇ-ટટા અને લૂંટફાટના સમયેા વહી ગયા હતા, નિરાંતે પગ વાળી બેસવાના વખત પ્રભુએ અંગ્રેજી રાજ્યમાં આપ્યા હતા. સર્વ ચિંતા છેોડી વિશ્રાંતિ ભાગવવા ભાગ્યના ઉદય થયા હતા ! નવા રાજ્યકર્તા પણ હિંદુઓની-અરે સમગ્ર હિંદીએની હરેક પ્રકારની ચિંતાઓને દૂર કરવા અથવા તે ચિંતાઓને પેાતાનેજ માથે ઉટાવી લેવા ખુશી તેમજ તૈયાર હતા. પેાતાનાં છેાકરાંને કેળવણીની ચિ'તા પણ હવે સાત્વિક સ્વભાવવાળા હિ`દુઆતે રહી નહિ. તે ચિંતા પણ શાણી બ્રિટિશ સરકારે પાતાને માથે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com