________________
દેશદ્વારની સાચી બુદ્ધિ આવેલી ક્યારે ગણાય? પણ એમના અહિંસક અને ભક્તહૃદય ઉપર ઠસી શકી નહિ ! આ વાતાવરણ અને રૂઢિની કેવી સજજડ છાપ !
મારો પ્રેમ એટલોજ હતો -આ દશામાં મૂકાયેલી કેઈક બાળાને સંસાસુખ માણુવાની અને મા ભરી રીતે પોતાનાં સ્વજનોની વચ્ચે રહેવાની ઈચ્છા હોય, તો તે કયી રીતે રહી શકે ? કારણએ બાઈનો કંઈ દોષ નથી. તેના પતિની સાથે માત્ર હાથ ઝાલીને લગ્નમંડપમાં ફરવાનોજ માત્ર તેણે લહાવો લીધો છે. તે પછી સમાજે તેને પ્રતિષ્ઠાપૂર્વક જીવીને ઈચ્છા હોય તો સંસારસુખ ભેગવવાની સગવડ શું કામ ન આપવી ?
પેલા બંને ભાઈઓ આ વાત સ્વીકારે જ નહિ. એમની તો એક જ હઠ “એવી સ્ત્રીઓને કેણ રોકે છે ?”
અર્થાત કાં તો તેણે ગુપ્ત પાપ કરવું કે પિતાનાં હાડમાંસ વેચનાર દુર્ભાગી સ્ત્રીઓનું જીવન ગાળવું !
આ બન્ને ભાઈઓને મુખે મને હિંદુસમાજના મતને પળે સંભળાય છે ! એક નિર્દોષ બાળાને, તેના કશા પણ ગુન્હાવિના દંડ દેવો એ કેટલી ક્રરતા છે, તે વાતજ જીવદયાની વાતો કરનારાઓને સમજાતી નથી. આવી દશામાં મૂકાયેલ જે સ્ત્રીને માન અને પ્રતિ થી ૨હીને સંસાર જે હોય, તેને માટે અત્યારે તો કશ માર્ગ છેજ નહિ !
X
X
અને એ માર્ગ બંધ છે એમ કોણ કહે છે ? પચાસમે વર્ષે પણ મુછે ને માથે કલપ લગાવી પાંચમી વખત પરણવા નીકળનાર બુઢ્ઢાના વડામાં ખુશીથી મહાલવા જનારાઓ !
વળી આવું એકજ ન્યાતમાં કે સમાજમાં છે, એમ પણ કઈ રખે માની લે. મ. ગાંધીજીએ હમણાં યુવાનોને સલાહ આપી કે, તમે પરણે તે બાળવિધવાએ સાથેજ પરણજો. તુરતજ એમના વડીલ પુત્રે એમને પડકાર આપ્યો કે, આપે એક પુત્રને પરણાવ્યો અને બીજાને પરણાવવાની તૈયારીમાં છે. શામાટે તેને કઈ બાલવિધવા જોડે વરાવતા નથી? અને આપના કુટુંબમાં કયાં બાલવિધવાઓ નથી ? તેમનું શું ?
એટલે કે-ગાંધીજી પણ આવી બાબતોમાં માત્ર પોપદેશેજ પંડિતપણું બતાવી રહ્યા છે.
એટલેજ સ્ત્રીઓએ પોતે જ પોતાનો ઉદ્ધાર મેળવવા માટે બહાર પડવાની જરૂર છે. બીજી કેઈની પણ સહાયતાથી આપણે ઉદ્ધાર થાય એમ નથી, એ વાત આપણે બરાબર લલ્સમાં લેવી ઘટે છે; અને સમાજ તેમજ કાયદામાંથી સ્ત્રી જાતિ માટેની અસમાનતા કહાડી નંખાવવા સામાજિક બળવો કરવો પડે તેપણુ ગભરાવું જોઈતું નથી.
પશ્ચિમની બહેનોએ બાઇબલમાં પણ સુધારો કરાવે છે, અને લગ્નનાં વ્રતો પણ ત્યાંના રૂઢિરક્ષક બ્રાહ્મણ (પાદરીઓ) પાસે ફેરવાવ્યાં છે. આપણે પણ એમની માફક સ્વાશ્રયથી ઝઝવું જોઇએ છે; કારણ આપ મુઆ વિના સ્વર્ગે કદી પણ જવાતું નથીજ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com