________________
૬૭૮
કુલીનતાને કાળો નાગ બા, બાપુ, ભાઈ તથા ભાભીએ મારેમાટે થાય તેટલું બધું કર્યું છે, પરંતુ એ બધું પાણી વહી જવા પછીથી પાળ બાંધવા જેવું છે.”
શ્રદ્ધા ચઢેલા શ્રમને લીધે લગાર વિસામો લેવા થોભી. તે વખતે તેણે જોયું તે સાંભળનારામાંથી કોઈની પણ આંખ કરી નહોતી.
ધીરે રહીને વળી શ્રદ્ધા બોલીઃ-“ મારે આજે તમને સર્વને આ મૃત્યુશા ઉપરથી એક શિખામણ આપવી છે. એ મારો જાતઅનુભવ છે, મારા ટૂંકા જીવનની એ કરુણ કથા છે. હું ઇચ્છું છું કે, એ કથા સાંભળી તમારા હૃદય દ્રો ! તમે બધાં અત્યારે મારી કાળજી રાખે છે, તેટલી કાળજી મારાં લગ્ન ગોઠવતાં કેમ ન રાખી? બા ! પુ૫ કાકી ! માફ કરજો. જીવનસુધી તમારી શરમ પાળી છે, હવે મરણને કાંઠે આવી પહોંચી છું, એટલે જેટલું કહેવું છે તે કહેવા દે. કદાચ એમાં મયદાનું ઉલ્લંઘન થતું જણાય તો માફ કરજે.”
“શ્રદ્ધા ! એ શું બોલી ? તારા જેવી દીકરીએ બહુ ઓછી થશે.” સજળ નયને વિદ્યાએ કહ્યું.
મારા પિતાજીએ મેટાઈ મેળવવા માટે મારાં લગ્ન સરખાં સરખાંઓમાં નહિ કરતાં, પિતે માની લીધેલા કુળવાનને ઘેર કર્યા, એ તો તમે સૌ જાણે છે. મારા સસરા આખી નાતને સુધારવાનો મેટો બોજો માથે લઈને કરે છે. મારાં સાસુ દેશમાંથી પ્લાની બદી દૂર કરાવવા જાહેર ભાવણે કરે છે. મારા પતિ કૅલેજનું ઉચ્ચ શિક્ષણ મેળવે છે. તમે બધાં એમને કુલીન માને છેએ લેકે પણ પિતાને કુલીન ગણાવે છે, પરંતુ અનુભવે મને શીખવ્યું છે કે, તેમનામાં સાચી કુલીનતાને છાંટ પણ નથી. તેમનું હૃદય કુલીનને છાજતા સગુણોથી વિભૂષિત નથી; પરંતુ નાતમાં એમનું ગામ કુલીન ગણાય છે, એનું માત્ર મિથ્યાભિમાન છે. મારાં માબાપે એ મોટાઈના મનમાં મારું બલિદાન આપ્યું છે. મારું અકાળ મરણ મિથ્યા કુલીનતાને જ આભારી છે. તમે બધાં એ સમજે અને તમારી બાળાઓને એવા ઉંડે કૂવે ન ઉતારો માટે જ હું આ બધું કહી લઉં છું.”
વિવાથી ન રહેવાયું. તેનાથી મોટેથી ધ્રુસ્કે ધ્રુસ્કે રડી જવાયું. સૌ તેને આશ્વાસન આપવા લાગ્યાં.
વિસામો ખાઈને માંદી શ્રદ્ધા બેલી-“ બા ! હવે બધે શોક નકામો છે. કુલીનને ઘેર દીકરી દઈ ખોટી મેટાઇ મેળવવાની તમારી લાલસાએ તમારી દીકરીને ભાગ લીધે છે. કુલીનતાને પગથીયું બનાવી મેટાઈના મંદિરે ચઢવાની કલ્પના તમારો ભ્રમમાત્ર હતી. ત્યાં તે પિલે કુ હતો, તમારી દીકરીને તમે એમાં ધકેલી મૂકી હતી. બા ! માફ કરજે. તારા ગુણોને પાર નથી, હું ભવોભવની તમારી ઋણી છું; પરંતુ સત્ય વાત કહેવામાં શા માટે અચકાઉં?”
દીકરી ! અરેરે, અમે તે વખતે આમ જાણ્યું નહોતું.” વિદ્યાએ રડતાં રડતાં કહ્યું.
બા ! બેશરમી માફ કરજે, પરંતુ આ તારી અઢાર વર્ષની પુત્રી બે વર્ષની પરણેતર છંદગી ગાળી, અખંડ બ્રહ્મચર્ય સાથે જ ચિતાએ ચઢશે. તારે જમાઈ દુનિયાની નજરમાં ભણેલ ગણાતા હોવા છતાં, મારી તેને લગારે કિંમત નહોતી. એનાં માબાપ એના કાનમાં એજ વિષ રેડતાં કે, આપણે કુલીનને તે વળી સ્ત્રીઓનાં માન શાં ? બા ! મારી સામે ઉભા રહીને તે કદી હસ્યા પણ નથી. મારી સાથે કદી વાત પણ કરી નથી. જ્ઞાતિના ઉદ્ધાર કરવાનો દંભ કરનારા મારા સસરા અને દેશને સુધારવાનો દાવો કરનાર સાસુ આ પુત્રવધુને સદૈવ નળ, ઘંટી અને એઠવાડમાંજ દારી રાખતાં, ખાવાનું પણ ઠંડ, વાસી અને ઠરેલું. છ રૂપીઆ તમે આપે તેજ સાસુ મને રસોડું બતાવે કે પરણ્યાને મારી સાથે વાત કરવાની પરવાનગી આપે ! એ પુપાકાકી ! ચંપાભાભી: જોજે, આ તમારાં કુલીન રસગાંની કુલીનતા ! ઊંકટર કહે છે કે નહિ, પરંતુ મને ક્ષયરોગ લાગુ પડે છે. જેને પૂરેપૂરું એાઢવા-પાથરવા કે ખાવા ન મળે અને હમેશાં દરણાં દળવાં, પાણી ભરવાં, એઠવાડ કાઢવા, કપડાં ધોવાં એમાંજ રોકાઈ રહેવું પડે અને રાત્રિના અખંડ ઉજાગર થાય, સાસરવાસમાં વિધવાથી પણ વધારે ખરાબ જીવન છતાં સૌભાગ્ય ગાળવાનું થાય, તેને ક્ષયરોગ ન થાય તે બીજું શું થાય ? કુલીન સસરાજીની પણ મેં કેટલીએ ગાળો સહી છે, ખાનદાન સાસુના હાથના મીઠા મેથીપાક પણ આપ્યા છે ! વધારે કેટલું કહું?”
શ્રદ્ધાની વીતક વાતો સાંભળી સૌ રડી રહ્યું હતું. તેના પિતા તથા ભાઈ પણ તે દરમિયાન બહારથી આવી વાત સાંભળી રહ્યા હતા અને પિતાને મનમાં ધિક્કારી રહ્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com