________________
તક્ષશિલાનું પ્રાચીન વિદ્યાપીઠ
કાશીથી ' કના પુત્ર છે ?” કાશીરાજને પુત્ર છું.' અહીંઆ કેમ આવવું થયું છે ?' અવયનાર્થે આવ્યો છું.’
વારૂ, તમે કાંઈ રકમ સાથે લાવ્યા છે કે અધ્યયનના બદલામાં મારી પરિચર્યા કરવા ઇચ્છો છો ?'
“જી, હું મારી સાથે રકમ લાવ્યો છું.' આમ કહીને બ્રહ્મદ ગુરુ સમક્ષ એક હજાર દામની કોથળી મૂકી. આ અવતરણ ઉપરથી તે સમયની કેળવણીના મુખ્ય તરવોનો આપણને પરિચય થાય છે.
તક્ષશિલા વિદ્યાનું સુવિખ્યાત સ્થાન હતું. હિંદુસ્તાનના જૂદા જૂદા અને દૂર દૂરના ભાગોમાંથી વિદ્યાથીઓ ત્યાં અભ્યાસ કરવા આવતા. રાગૃહ, મિથિલા, ઉજજયિની, કાસલ અને મધ્યપ્રાંતમાંથી તો ત્યાં વિદ્યાર્થીઓ ઉભરાતા. તક્ષશિલાની પ્રસિદ્ધિ ત્યાંના અધ્યાપકને લીધે હતી. તેઓ “જગપ્રસિદ્ધ” કહેવાતા; કારણકે પિતાપિતાના વિષયમાં તેઓ નિષ્ણાત અને પ્રમાણભૂત ગણાતા. દેશનાં વિવિધ વિદ્યાલયો તક્ષશિલાના વિદ્યાપીઠની સાથે જોડાયેલાં હતાં.
વિદ્યાનો આરંભ કરવામાટે નહિ પણ વિદ્યા પરિપૂર્ણ કરવા માટે વિદ્યાર્થીઓ તક્ષશિલા
સામાન્ય રીતે ત્યાં જવાને માટે સોળ વર્ષની ઉંમર યોગ્ય ગણાતી. સાધારણ નિયમ એ હતો કે, શિષ્યોએ અધ્યાપકોને પરિપૂર્ણ કેળવણીના બદલામાં એક નર દામ આપવા પડતા. જે રોકડ રકમ ન આપી શકાય તે વિદ્યાથીં એ ગુની સેવા કરવાની હતી. આવા ઘણા વિદ્યાથીએ દિવસે કાષ્ઠસંચય ઈત્યાદિ ગુરુનું કામ કરતાં અને રાત્રે જ્ઞાન મેળવતા. કેટલીકવાર કોઈ ગરીબ વિદ્યાર્થી પોતાને બધો સમય અધ્યયનમાં ગાળતો અને તેથી ગુરુની સેવા કે બીજું કામ કરી શકતા નહોતા. આવી બાબતમાં પોતાની કેળવણી પૂરી કર્યા પછી ફીની રકમ આપવાનું વિદ્યાર્થી વચન આપતે. તક્ષશિલામાં વિદ્યાભ્યાસ પૂરો કર્યા પછી એક બ્રાહ્મણ વિદ્યાર્થીએ ગંગાની પારના પ્રદેશમાં યાચના કરીને ગુરુદક્ષિણ આપી. અતિદરિદ્ર વિદ્યાર્થીઓને માટે દાનવિરે તેમનું ખર્ચ પૂરું કરતા. કેટલીકવાર પરોપકારી ગૃહસ્થને ત્યાં શિષ્યમંડળ સહિત અધ્યાપકોને ભોજનનું નિમંત્રણ થતું. કોઈ કઈ વાર આખા વિદ્યાલયને માટે ક્રમવાર ભોજન આગળથી નિર્મિત થતું. - કેટલાક વિદ્યાર્થીઓને રાજય તરફથી શિષ્યવૃત્તિઓ મળતી. ઘણુંખરૂં આવા વિદ્યાથીએને કેળવણી લેવા માટે પોતપોતાના દેશના રાજકુમારોના સાથીઓતરીકે મોકલવામાં આવતા. કાશી અને રાજગૃહના રાજકુમાર સાથે રાજગુરુના પુત્રને તક્ષશિલામાં મોકલ્યા હતા, એમ જાતકોમાં ઉલ્લેખ છે. કેવળ ઉચ્ચ કેળવણી માટે રાજ્ય તરફથી રાજ્યના ખર્ચે વિદ્યાર્થીએ મોકલવામાં આવતા એવા પણ ઘણા દાખલાઓ મળી આવે છે. કાશીના એક બ્રાહ્મણના પુત્રને ધનુર્વિદ્યામાં પ્રવીણતા મેળવવા માટે રાજાએ જાતે તેને તક્ષશિલા મોકલ્યો હતે.
અધ્યાપનની ફી ખર્ચના પ્રમાણમાં ઘણું ઓછી લેવાતી. વિદ્યાથીને ખાવાપીવાનું તથા રહેવાનું મફત મળતું અને તે ઉપરાંત અન્ય જરૂરીઆતો પણ પૂરી પાડવામાં આવતી. કેટલાક વિદ્યાર્થીઓ અધ્યાપક્રો સાથે એક જ ગૃહમાં રહેતા અને કેટલાક નગરમાં સ્વતંત્ર મકાન રાખીને વિદ્યાપીઠમાં શિક્ષણ લેવા જતા. કેટલાક પરણેલા વિદ્યાર્થીએ પોતાની સ્ત્રી સહિત સ્વતંત્ર ઘર રાખીને રહેતા અને દિવસે વિદ્યાલયમાં અભ્યાસ કરતા.
ઓછામાં ઓછા પાંચસો વિદ્યાર્થીઓને એક અધ્યાપક ભણાવતા. અનેક વર્ગના અને વર્ણના વિદ્યાર્થીઓ તક્ષશિલામાં ભેગા થતા; તેમાં બ્રાહ્મણે અને ક્ષત્રિયોનું પ્રમાણ વધારે રહેતું. દૂર દેશાવરથી રાજકુમારો અને શ્રીમંતના પુત્ર અધ્યયન કરવા અત્રે આવતા. વ્યાપારીઓ, દરજીઓ અને માછીમારના પુત્રનો પણ છાત્રવૃંદમાં સમાવેશ થતો. માત્ર ચાંડાલેને દાખલ કરવામાં નહોતા આવતા. પિતાના જન્મનું દુર્ભાગ્ય વિચારીને બે ચાંડાલ-કુમારો પોતાની જાતિ છુપાવીને,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com