________________
દાવ કા અંત હે ચૂકા વિવેકાનંદ એ બધી મુશ્કેલીઓને વટાવીને અમેરિકા ગયા અને શીકાગે પરિષદમાં પ્રેક્ષક તરીકે સ્થાન મેળવી શક્યા. તેઓ આ બધી મુશ્કેલીઓમાં કેમ તરી ગયા અને તેમાં તેમને કેટલાં જોખમે. અને અગવડો વેઠવી પડી, એ ઇતિહાસ ઘણે રમુજી છતાં તે અસ્થાને હોઈ અત્રે તેનો ઉલ્લેખ કરવામાં આવતો નથી. એટલું જ કહેવું બસ થશે કે, તેમણે શીકાગોની પરિષદમાં હિંદુધર્મવિ બોલવાને ત્રણ મીનીટને સમય મેળવ્યો; પરંતુ તેમની વકતૃવકળાની અજબ શૈલીથી અને તેમના જ્ઞાનભંડારથી તેમણે પશ્ચિમના લોકોને એવો તો મેહપાશ નાખે કે ત્રણ મીનટને બદલે ત્રણ કલાક ભાષણ કર્યું અને પરિપના દિવસે પછી ભાણેની પરંપરાથી અમેરિકાને તેમણે ગાંડ કર્યું. આજે અમેરિકા અને યુરોપમાં તેમના અનેક અનુયાયીઓ છે. વિવેકાનંદની આ ફતેથી તેમણે હિંદનું ગૌરવ વધાર્યું અને ત્યારપછીજ હિંદમાટે પશ્ચિમના દેશોને નવીન માન અને નવીન ગૌરવની ભાવના જાગી.
પરંતુ સ્વામી વિવેકાનંદનો હેતુ હિંદની ગૌરવતા વધારીને બેસી રહેવાનો નહોતો. તેમને તે. નવીન સંસ્કૃતિની સ્થાપના કરવી હતી અને સાથે સાથે હિંદીઓના સતેલા રાષ્ટ્રવાદને જગાડવા હતે; એટલે તેમણે હિંદમાં પણ ભાણે, લેખો અને પુસ્તક દ્વારા ઉપદેશ આપવા માંડજો; અને જો કે તેમનો આશય રાજકીય જતિને નહેાતે-કારણ કે તે વખતે રાજકીય ચળવળ જેવું કાંઈ નહેતું- છતાં દેશાભિમાન જાગ્રત કરવાને તેમણે અનેક ઉપદેશ કર્યો છે. હિંદીઓને તેમનો શાશ્વત સંદેશ એ હતો કે, “ત્તકૃત સાગ્રત પ્રાચવાવોલત” આ એકજ મંત્રમાં તેમની દેશભિમાનની લાગણી સ્પષ્ટ થાય છે. હિંદની જાગૃતિમાટે તેમણે એક સ્થળે ઉપદેશ આપતાં જણાયું છે કે, જ્યારે હિંદનાં અનેક સ્ત્રીપુર સર્વ ઈટાઓ અને વૈભવને છેડીને તેમના દુઃખી થતા લાખે દેશબંધુઓની સેવા કરવાને જીવન સમર્પણ કરશે ત્યારે હિંદ જાગ્રત થશે. આવતાં પચાસ વર્ષ સુધી આપણે એકજ મંત્રની ધૂન મચાવવી પડશે કે, “ભારત તમારા દેશ છે ! તે સમય દરમ્યાન બીજે દેવ-દેવીઓને તમારા મગજમાંથી વિસારી દો. “ ભારત ” એજ આપણે પ્રજાનો મહાન પ્રભુ છે. ભારતના વિરાટ સ્વરૂપને મૂકીને બીન મિયા અને અચોક્કસ દવેની આરાધના કરવા ભારતવાસીઓ શામાટે જાય છે ? હિંદીઓ ભારતની પૂજા કરી શકશે, ત્યારેજ બીજા દવેની પૂજા કરવાને તેઓ લાયક થશે; માટે હિદના સંતાન ! તું શુરવીર બન ! તું હિંદી છે, તે માટે અભિમાન ધર અને દુનિયાને અભિમાનથી જાહેર કર કે, હું હિંદી છે. દરેક હિંદી મારો ભાઈ છે; પછી તે અભણ હે, ભીખારી હા, બ્રાહ્મણ હો કે ભંગી હે: છતાં દરેક મારો ભાઈ છે. એ ભાવના કેળવ અને તેને પ્રચાર કર; તથા દેશને ખાતર એક લાટી પહેરીને ભારતને અને જગતને એ સંદેશ સુણાવ કે હિંદી મારો ભાઈ છે, તે મારો પ્રાણ છે, ભારત મારું સ્વર્ગ છે, ભારતની ભૂમિ મને પ્રાણથી પણ પ્રિય છે અને ભારતના શ્રયમાંજ મારૂં શ્રેય સમાયું છે. ”
આ મહામંત્ર આજે ૨૫ વર્ષ પછી પણ કેટલા સત્ય અને ઉપયોગી છે : દેશાભિમાન અને માતૃપ્રેમ તેમના વાકયે વાકયે નીતરી રહ્યો છે, અને આજે જ્યારે હિંદુ અને મુસલમાને કેમીવાદના ઝનનથી એકબીજાનાં ગળાં કાપી રહ્યા છે તથા રાષ્ટ્રીય ભાવનાને કલંક લગાડી રહ્યા છે, તે વખતે બધાજ ધર્મોને અને દેશને છોડીને ભારતને જ પરમ પ્રભુ ગણીને તેની આરાધના કરવાનો અને દરેક જણે હિંદનાજ સંતાન હોવાની ભાવના કેળવવાનો સ્વામી વિવેકાનંદને આ ઉપદેશ પિતાના જીવનમાં ઉતારવો કેટલો જરૂરી છે ? આજે જે દરેક હિંદી સ્વામી વિવેકાનંદે કરેલા ઉપદેશનું પ્રખર વ્રત લઇને ભારતની સેવા કરવાને બહાર પડે તે સ્વરાજ્ય અસાધ્ય કેમ બને ? વંદન હો એ ભારતની મહાન વિભૂતિને કે જેણે ભારતનું ગૌરવ જગતમાં વધાર્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com