________________
એક અતિ અગત્યની કળા-જુજીલ્સ તેનું છેલ્લું સંગીત ૧૮૨૬ માં લખાયું. ખુલ્લી ગાડીમાં એકવાર ફરવાથી તેને શરદી થઈ આવી, ફેફસાંને સોજો ચઢયો; અને આમ ચાર મહીના મંદવાડ ભેગવી ઓચિંતો તે ફાની દુનિયા છોડી ચાલ્યો ગયો. ૧૮૨૭ના માર્ચની ૨૬મી તારીખે સાયંકાળે અતિ પીડા-કષ્ટ ભોગવી તેનો આત્મા પરલોકમાં સીધાવી ગયો. મરણ સમયે તેની ઉંમર ૧૬ વર્ષની હતી. તેણે ઘણું સંગીત રચ્યું છે; અને તેના જાણકારો કહે છે કે, તે સમજતાં વર્ષોનાં વર્ષો લાગશે.
એક અતિ અગત્યની કળા-જુજુ (લેખક-રા, લક્ષ્મણરાવ નારાયણ સખે, વડોદરા-વ્યાયામ ઓકટોબર ૧૯૨૬ ના અંકમાંથી).
આપણે ગમે તે કળા અગર હુન્નરની ઉન્નતિ કેવી રીતે થાય છે તે બાબત બારીકાઈથી વિચાર કરી જઈશું જણાઈ આવશે કે, દેશની ઉન્નતિ હોય તો જ તે દેશમાં કળાની ઉન્નતિ થઈ શકે છે. તે જ પ્રમાણે જે દેશમાં તે કળા નિર્માણ થઈ હોય તે દેશના આચારવિચારની પણ તે કળા ઉપર અસર થાય છે, તે જ સ્થિતિ જુજુસુની બાબતમાં પણ થઈ છે.
કેટલાક લોકોનું એવું માનવું છે કે, જુજુસુને જન્મ પ્રથમ ભારતવર્ષમાં થયો અને અહીંથી તે વિદ્યા નેપાળના રસ્તે જાપાનમાં ગઈ છે. એ સમજ ખરી છે કે ખોટી છે તેને નિર્ણય કરવા હાલમાં સાધન નથી; પણ એટલી હકીકત સત્ય છે કે, આ કળા જાપાનમાં ૨૦૦૦ વર્ષથી છે. આ કળા પ્રથમ કેણે કાઢી તે જાણવાનાં સાધનો ઉપલબ્ધ નથી; પણ રામાયણમાં વાલી સુગ્રીવ, લવ અને ભરત, એમના બાહુયુદ્ધનાં વર્ણને વિસ્તારથી કરેલાં છે. તે જ પ્રમાણે ભારતના ભીમે હીલીંબ, જરાસંધ, કીચક વગેરે જોડે મલયુદ્ધ કરેલું છે, તેનાં સરસ વર્ણન વાંચવા મળે છે. તે પ્રમાણે જાપાની ભાષાના જૂના ગ્રંથમાં આવાં યુદ્ધનાં વર્ણન છે. તે ઉપરથી એટલું જણાઈ આવે છે કે, ૧૦૦ વરસ પહેલાં આ કળાને પ્રસાર ફકત “સેમ્યુરાઈ’ ન્યાતનાજ ક્ષત્રિય જાપાની લોકોમાં હતો.
આ વિદ્યા આ લોકોએ ગુપ્ત સ્થિતિમાં રાખી હતી. આશરે ૫૦ વર્ષ પહેલાં જાપાનમાં મોટી ક્રાન્તિ થઈ. શગન ઘરાણાના રાજાની સત્તાને અંત થયો અને તે સાથેજ સેમ્યુરાઈ વર્ગનું પણ જૂદું અસ્તિત્વ નષ્ટ થયું. તે લોકે બીજા જાપાનીલોકમાં સામેલ થઈ ગયા અને જાપાનમાં લોકસત્તાત્મક રાજ્યપદ્ધતિને ઉદય થશે. જૂના વિચારો બદલાઈ ગયા અને તે કારણે ગુપ્ત રાખેલી આ વિદ્યા પણ આખા જનસમાજને શીખવવાની શરૂઆત કરવામાં આવી. પિતાનું સામર્થ્ય વધારી શત્રુ પાસેથી પોતાનો બચાવ શી રીતે કરો, તે આ વિદ્યા શીખવાથી સમજાય છે. આ વિદ્યાને આખા દેશમાં પ્રસાર થવાથી તેનું મહત્વ લોકોના અને સરકારના પણ ધ્યાનમાં આવ્યું, તેથી આ કળાનું શિક્ષણ દરેક સ્કુલમાં, કોલેજમાં આપવાની ગોઠવણ કરવામાં આવી; તેજ પ્રમાણે પોલીસ અને લશ્કરી ખાતામાં આનું શિક્ષણ ફરજીયાતતરીકે આપવાની શરૂઆ
જે પ્રમાણે આપણું દેશમાં મલ્લવિદ્યાની અનેક પરંપરાઓ છે, તે જ પ્રમાણે જાપાનમાં જુજુસુની પણ અનેક જૂદી જૂદી પરંપરાઓ અસ્તિત્વમાં હતી. તે બધી પરંપરાઓમાંથી સારો ભાગ લઈ હાલ જપાનમાં પ્રચલિત છે તે જુજુસુની પદ્ધતિ મુકરર કરવામાં આવી છે. જુઓ અગર જુજુસુ એટલે શક્તિ અને યુક્તિના ગ્યમિશ્રણથી સામાવાળા ઉ૫ર જય મેળવવાની કળા. બીજી કેટલીક પદ્ધતિઓ છે, પણ તેમાં યુક્તિ કરતાં શક્તિનો વધારે ઉપયોગ કરવામાં આવે છે. “પે' નામની એક પદ્ધતિ છે. તેમાં દરેક દાવથી સામાવાળાના શરીરને નુકસાન થાય છે. એ પ્રકારના દાવ જુજુસુમાં છે, પણ તેનો ઉપયોગ પોતાનો જીવ જોખમમાં હોય ત્યારે જ કરવાને છે. પેનકેશન' નામની એક ગ્રીક પદ્ધતિ છે તે કંમ્પને મળતી છે. એ બે પદ્ધતિઓનું એટલું તો સામ્ય છે કે તે પદ્ધતિ મૂળમાં આ તરફથી ગ્રીસ દેશમાં ગઈ હશે એવું અનુમાન નીકળી શકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com