________________
४८६
છત્રપતિ શિવાજી મહારાજ અભિષેક-ઉત્સવની પૂર્ણાહુતિ-જીજાબાઇને સ્વર્ગવાસ શિવાજી મહારાજના રાજ્યાભિષેકને પાંચમી જુનને છેલ્લો દિવસ ખૂબ ધામધુમથી ઉજવાયો. શિવાજી મહારાજના ઇતિહાસકારોએ એ દિવસના સમારંભનું જે વણને કર્યું છે. એમજ લાગે છે કે, એ લહા બીજા છેડાજ હિંદુ છત્રપતિઓએ લીધો હશે. તે ધન્ય દિવસે બહુજ વહેલા ઉઠી, સૂર્યોદય થતાં પહેલાં, શિવાજી મહારાજે પવિત્ર ગંગાજળથી સ્નાન કર્યું અને સ્નાન કરાવનાર બ્રાહમણોને અર્ધા લાખ નિકેનું દાન દીધું. શિવાજી મહારાજ બત્રીસ મણ સોનાના સુવર્ણ સિંહાસન ઉપર ગાજતેવાજતે વિરાયા, ભવાની તલવાર અને ધનુષ્યબાણ વગેરે વિજયનાં આયુધોની કરી. પછી, ઉપર ગુલાબી મખમલથી છવાયેલા અને નીચે વ્યાઘચર્મથી આચ્છાદિત થયેલા એ છત્રપતિના સિંહાસન ઉપર, શિવાજીની ડાબી બાજુએ મહારાણી સાયરાબાઇએ પતિની સહધર્મચારિણીતરીકે આસન લીધું અને જમણે હાથ ઉપર જરા આગળ પાટવીકુમાર સંભાજી બેઠા. બને બાજુએ અષ્ટપ્રધાને ચાર ચારની હારમાં બે હાથ જોડીને ઉભા રહ્યા. તેમની પાછળ શિવાજીના સરદાર, સામતે, સૈનિકે વગેરે ગોઠવાયા. શિવાજી ઉપર સંમતિ જનોએ રત્નજડિત સુવર્ણનાં કમલપુની વૃષ્ટિ કરી. આખો ખંડ શિવરાજ મહારાજની જયથી ગાજી રહ્યો. એજ સમયે, શિવાજી મહારાજના દરેકે દરેક કિલ્લામાંથી તોપોના ભડાકા થયા. પછી પ્રધાનમંડળી શિવાજીના ચરણ પાસે આવી ઉભી રહી. તેમને શિવાજીએ દ્રવ્ય, અશ્વો, હસ્તિઓ, રત્નો અને શસ્ત્રોની બક્ષીસ આપી. તેમને તેમના અધિકાર અને હોદ્દાને શેભતી સંત પદવીઓ અપાઇ. તે દિવસથી શિવાજી મહારાજનાં પ્રધાનો અને અધિકારીઓનાં નામ સંસ્કૃતમાં યોજાયો. ફારસી ભાષાને તિલાંજલિ અપાઈ. અભષેક-સમારંભ પૂરો થયો.
શિવાજી મહારાજના ઇતિહાસકારો કહે છે કે, આ મહોત્સવમાં શિવાજીને એક કરોડ અને બેતાળીસ લાખ હોન(એટલે લગભગ સાત કરોડ રૂપિયા)નું ખર્ચ થયું. આમ મહોત્સવ પૂરો થયો અને શિવાજી મહારાજે જગત પાસે પિતાની છત્રપતિતરીકે સ્વીકાર કરાવ્યો. ત્યારપછી આઠમેજ દિવસે માતા જીજાબાઇએ, પુત્રને ‘હિંદવી ૨વરાજયની સ્થાપના કરતા અને ‘હિંદુ છત્રપતિ’નું બિરૂદ ધાર, એંશી વર્ષનાં વૃદ્ધ નયનોએ નિરખતાં નિરખતાં અને સંપૂર્ણ આત્મસંતોષ અનુભવતાં અનુભ તાં સ્વર્ગને કેડે લીધો. પિતાના પતિ શાહની અવગણના પામેલાં અને પુત્રના પ્રેમ ઉપર ૪ આવરદા ટકાવી રહેલા જીજાબાઈએ, પુત્રને ગૌ બ્રાહ્મણપ્રતિપાલ મહારાજા બનતે જોઈ અને માનવમહત્તાના ઉંચામાં ઉંચા શિખર ઉપર શોભતે જોઈ, છેલી વાર આંખ મીંચાતી વખતે પરમ સુખ અનુભવ્યું.
શિવાજી મહારાજને સ્વરાજ્ય-વિસ્તાર રાજ્યાભિષેક પછીની વિજયાદશમીએ વિજયદાયી શસ્ત્રોની પૂજા કરીને શિવાજી મહારાજ ફરીવાર સ્વરાજ્ય-વિસ્તાર–અર્થે નીકળી પડયા. કર્ણાટક ઉપર ચડાઈ કરી. એ સફળ ચડાઈથી શિવાજી મહારાજના ભંડારમાં વાર્ષિક એક કરોડ રૂપિયા આવતા થયા અને તેમના “સ્વરાજ્યમાં સે નવા કિલાઓ ઉમેરાયા. ત્યારપછી પણ તેમની ચડાઈઓ ચાલુજ રહી અને ૧૬ ૮૦નું વર્ષ ઉગતાં સુધીમાં તે-મહારાજને માટે એ કાળ વર્ષનો ઉદય થતાં સુધીમાં તે-તેમણે તેમના સ્વરાજ્યના સીમાડાઓ કયાંય સુધી વિસ્તારી દીધા. મૃત્યકાળે શિવાજી મહારાજની સમગ્ર ભારતવર્ષના હિંદસમ્રાટ બનવાની ઈચછા તો અણપૂરાયેલીજ રહી; પણ તેમને એક મહારાજ્યના મહારાજે બનાવવા પૂરતો તે તેમનો રાજ્યવિસ્તાર થઈ જ ચૂક્યો હતે. શિવાજીના મહારાજ્યના ઉત્તર સીમાડો ઠેઠ ગુજરાતમાં સુરત જીલ્લાના ધરમપુર સંસ્થાન સુધી પહોચતે હતે. દક્ષિણ સીમાડે ઠેઠ કારવાર અને ગોદાવરીના તીરસુધી વિસ્તરતે હતા. પૂર્વની હદ નાસિક અને પુના તેમજ સતારા અને કેહાપુરના જલાઓને પાસમાં લેતી ઠેઠ બાગલાણને સ્પર્શતી હતી. દક્ષિણમાં કાનડી ભાષા બોલતે પશ્ચિમકર્ણાટકનો પ્રદેશ-ઠેઠ બેલગામથી શરૂ થઈને મદ્રાસ ઇલાકાના બેલારી જીલ્લા સામેના તુંગભદ્રાના તીરસુધી પ્રસરત એ પ્રદેશ–પણ શિવાજી મહારાજના મહારાજ્યને, એક ભાગ બની ગયો હતો. શિવાજી મહારાજનું એ મહારાજ્ય, એ હિંદુપત પાદશાહી.
દીપક બુઝાય ભારતવર્ષમાં ૧૬ ૮૦ મું દસ્વી વર્ષ મંડાયું. શિવાજી મહારાજના જીવનનું એ ૫૩ મું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com