________________
ઓ હિંદુ બડેખાઓ! વાંચે, વિચારો અને રડે શૌચ દાતણ કરી, ચા પી, એક ભાડાની ફેમેટરમાં પાંચે ભાઈઓ સાત માઈલને રસ્તે વાસદ સ્ટેશને જવા નીકળ્યા.અમે ત્રણ પરીક્ષિત, ચુનીભાઈ પટેલ અને હું ચાલતા આશરે ૧, ૨ માઈલ દૂર પામેલ ગામે જવા નીકળ્યા. આ ગામના અંત્યજ ભાઈઓની ઘણા વખત થી માગણી હતી કે તેમને અમારે એક શાળા કાઢી દેવી, એ ટલે એક શિક્ષક મોકલી કેવળ અંત્યજે ઢેડ, ચમાર, ખાલપા, ગરડા (પણ ભંગી નહિ, કારણ ભંગીઓ ઢેડને પણ અસ્પૃશ્ય છે !)ના બાળકને મફત શિક્ષણ આપવું અને અંત્યજોને અન્ય રીતે ઉપયોગી થઈ પડવાનું સાધન પૂરું પાડવું. આશરે ૧૦-૧૨ માસ પહેલાં તેમને આવી શાળા આપવાની વ્યવસ્થા યોજી હતી; પણ જે પાટીદાર શિક્ષકને ત્યાં મોકલવા ધાર્યો હતો. તે બિચારા દાયરોગનો ભોગ થયો. આથી આ શાળા ખોળબે પડી હતી; કારણ અંત્યજબાળકને શિક્ષણ આપવાને હોંશ ધરાવનારા (પૂરું વેતન લઇને પણ) બહુ દુમિળ હોય છે.
પામેલને ઢેડવાડો આ ગામ મોટું છે. વસ્તી ૧૭૦૦ની આશરે છે. તેમાં ડભંગીનાં ઘર આશરે ૭૫, એટલે વસ્તી ૩૦૦થી પણ વધારે છે. ઢેડવાડાના રસ્તા બકે ગલીઓ, બહુ જ સાંકડી, આશરે દશ પુટની હશે. તેમાં દરેકના ઘર સામે સામી લાઇનના ઘરની પછીતે ખુંટા ઠેકીને તેની સાથે ભેંસ, પાડીઓ હારબંધ પુષ્કળ બાંધેલી હતી. ચોમાસામાં તો આ ગલીઓમાં છાણમૂતરની નદીઓ જ વહેતી હશે. આજે શિયાળા ઉનાળાની સંધીએ પણ ગંદકીને પાર નહોતો. શહેરના સુધરાઈ ખાતા વાળાઓ અને તંદુરસ્તીના અમલદારો ટીકા કરે છે કે, હિંદીકેને સુઘડાઈથી રહેતાં
ગરરચના આવી, એટલે કે બિલકુલ વાડા નહિ અને ગલીઓ દશ ફટથી પહોળી નહિ, ત્યાં બિચારા અંત્યજોને ભાગે તે પૂરતી રહેવા જગ્યા પણ આવે નહિ. પિતાને રહેવાને પૂરું પાધરું ઘર ન હોય, ત્યાં વળી પિતાનાં ઢોર, ભેંસ, ગાય, ઈ ને રાખવા તે જુદાં ઘર અથવા છાપરાં કયાંથી જ હોય ? ગરીબીને અને દરિદ્રતાનો ખ્યાલ સેકડાના પગાર ખાનાર અમલદારો અને યુરોપના ધનિક દેશમાંથી આવતા મુસાફરોને કયાંથી આવે ?
પામેલ અંત્યજ શાળા અમારા મંડળને અને શાળા કાઢતાં વખત લાગ્યો, તેથી આઈ. પી. મિશને અને છેલ્લા પંદર દિવસ થયાં એક શાળા ઉઘાડી છે, તે અમે જોઈ. સવારના નવેક વાગ્યા હતા, તેથી શાળા, તો ચાલતી ન હતી. પણ ત્રણ ચાર છોકરાએ એકઠા થયા હતા. તેમને એક છોકરો ભીંત ઉપર મૂળાક્ષરો લખ્યા હતા તેના ઉપરથી ધમણને ધ” અને “નગારાનો ન' એમ બોલાવતો હતો. આઠ દશ ઢેડ ભાઈઓને એકઠા કરી શાળા સંબંધી ચર્ચા કરી. અમારી શાળા-ગાંધીજીની હિંદુ શાળાતમારે જોઈએ છે? એમ પૂછતાં તેમણે કહ્યું કે, “અમને તો જે અમારા છોકરાને ભણાવે, સુધારે, તેવી નિશાળ જોઈએ. અમારે તે પાદરીની નિશાળ હોય તો ઠીક, પણ પાદરીની નિશાળમાં સારું ભણાવતા નથી. માસ્તર બે ત્રણ કલાક થોડું ઘણું ભણાવી, બે ચાર ગીત ગવડાવી, પોતાને ગામ ચાલતા થાય છે. તે જે અહીં ઠામ કરીને રહે તે હોય તે છેકરા કાંઈક છે. અમે તે ચાર છ આનાની મજૂરી ખવડાવીને છોકરાંને નિશાળે મોકલીએ, અને તેય માસ્તર ને શીખવાડે, તે અમારૂં બેય બગડે. તમે સારું ભણાવતા હો તે અમારે તમારી નિશાળ જોઈએ. પહેલાં અમારે ત્યાં પાદરીની શાળા હતી. તે ઉઠી ગઈ. પછી મુક્તિફાજની આવી તેય ઉઠી ગઈ. પછી વળી રોમન કેથેલીકની આવી. અમે જાણતા હતા કે રોમન કૅથેલીક તો પૈસાવાળા,તેની શાળા આવશે તો નહિ ઉઠી જાય, પણ તેયે ગઈ.ગરીબનાં નસીબ ગરીબ.આ વળી પાદરીની ૧૦-૧૨ દિવસ થયાં આવી છે તે કેટલા દહાડા ટકશે તેની કોને ખબર ? તમારી શાળામાં પાછું આમ જ નહીં થાય ને ?” અંત્યજોને ભણવાની ગરજ નથી, તેઓ બહુ અજ્ઞાન છે, તેમને પોતાના સ્વાર્થની પણ ખબર નથી, એવું કહેનાર ઉંચ વર્ણના હિંદુઓને હું પૂછવાની હિંમત કરું છું કે, તેમણે કોઈ દિવસ અંત્યજના વાસમાં જઈ, તેમના ખાટલા પર બેસી, તેમને વિશ્વાસ મેળવી, બેઘડી નિરાંતે વાતચીત કરી, તેમના છોકરાઓને ભણાવવા માટે શાળા કરી આપવા કે એવા કાંઇ સેવાકાર્ય માટે વાતચીત કરી છે? હજારો ગાઉથી, પરદેશથી, પરધમ લોકો, તમોએ ધૂત્કારેલા લોકોને ભણાવવા, તેમને બે અક્ષર કે બે આંકડા શીખવાડવા પ્રયત્ન કરે છે,
તેના દસમા હિસ્સાને પ્રયત્ન તમારા પિતાના ધર્મના લોકે-આ કમનસીબ અંત્યજોને માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com