________________
ગુરુ ગોવિંદસિંહ
ઉપર ગુરુ ગોવિંદસિંહ (શ્રીમાન ટી. એલ. વાસ્વાની, એમ. એ. ના પ્રચારકમાં છપાયેલા ભાષણ ઉપરથી) તમે કહો છો કે તમને ગુરુ ગોવિંદસિંહજીનું અભિમાન છે. શું તમને ખરું અભિમાન છે?
અમને એક બિમારી લાગુ પડી છે અને તે ભૂલી જવું તે છે. અમે પિતાને ભૂલી ગયા. અમારા ઐતિહાસિક વિરેને ભૂલી ગયા અને આપણી જાતિના આદર્શોને ભૂલી ગયા.
હું બધા ધર્મો અને બધી જાતિઓનું સન્માન કરું છું, પણ નમ્રતાની સાથે મારું કહેવું એ છે કે, સભ્યતા અને આદર્શવાદિતામાં ભારતના ઇતિહાસની બરાબર બીજા કોઈ દેશનો ઇતિહાસ નથી, ભારતને ઈતિહાસ અને શાસ્ત્રોની સમાન પુનિત છે. તે મારે માટે પંચમ વેદ છે. તમારામાંથી કેટલા લોક એ જાણતા હશે ? કેટલા પિતાના જીવનમાં તેની કદર કરતા હશે ?
ઈજીપ્તના એક વીરે એક સભામાં બેલતાં ખેદની સાથે કહ્યું હતું–સંતાનહીન છું. મારું હૃદય એટલા માટે દુઃખી છે કે જાતિસેવામાટે અર્પણ કરવા મને પુત્ર નથી. ' ઘણું યુવકોએ ઉડીને એકદમ ઉત્તર આપે – મહાશય ! અમે આપના પુત્ર છીએ.” તમારામાંથી કેટલા જણ ગુરુ ગોવિંદસિંહના પુત્ર થવા ઈચ્છુક છે ? કેટલાએક આવીને મને કહે છે:-“હવે તે આ દશ ગુરૂઓની વાતો ભૂતકાળની થઈ ગઈ છે.”
કે કહીશ કે, “આ વાતો નાશ પામેલાં પુસ્તકાની નથી. પરંતુ જીવતી જાગતી લેરી છે.' ગુરુ ગોવિંદસિંહના જીવનમાં વર્તમાન ભારત માટે એક જ્વલંત અપીલ છે.
કેવું મહાન ચરિત્ર છે ? ગુરુના જીવનને વાંચો ! તેઓ પહાડપર ધ્યાન કરે છે. આકાશવાણું થાય છે:-“પુત્ર! સંતની રક્ષા અને પાપીનો નાશ કરો.'
ગુરુ ગોવિંદસિંહના કાળમાં ભારત પર ઔરંગઝેબ રાજ્ય કરતો હતો. તે ઘણી વિચિત્ર વ્યક્તિ હતી. તે શાકાહારી હતો. દારૂનો તિરસ્કાર કરતો હતો. વ્યક્તિગત જીવનમાં તે બહુ સાદે હતો. તે ભક્તિભાવથી કુરાન ભણતે; પરંતુ તેણે એ અનુભવ નહોતો કર્યો કે, ધર્મ બળથી નથી ફેલાતે, કારણ કે ધર્મ તે પ્રેમ છે.
અઢી વર્ષ પહેલાંની વાતને સાંભળીને મને આશ્ચર્ય થાય છે કે, ઔરંગઝેબદ્વારા કરાયેલા અનાચારો અને અત્યાચારોને હિંદુઓએ કેવા સહ્યા હતા ! ! ! હિંદુસમાજમાં એ અદભુત શક્તિ શામાટે છે ? એણે ઘણું સહન કર્યું છે અને ઘણું જીત્યું છે. હિંદુ સમાજની આ શક્તિ આજે દબાઈ ગઈ છે. વાસ્તવિક રીતે તમે કમજોર નથી, પણ તમારી શક્તિ કેદમાં છે. તે સાંકળાથી બંધાયેલી છે. આ સાંકળો કર રિવાજોની છે. મિથ્યા અભિમાનની છે. આ સાંકળાને તોડી નાખો તો તમે હિંદુજાતિને પુનરૂદ્ધાર કરી શકશો.
જંજીરાને કોણ તોડશે ? ગુરુ ગોવિંદસિંહ. જેમના સંબંધમાં તમારી સામે હું ભાષણ દઈ રહ્યો છું, તેમણે રાષ્ટ્રને બચાવવાને માટે પિતાનું સર્વસ્વ બલિદાન કરી દીધું. તેમણે પોતે પિતાના પિતાને પ્રજાને માટે બલિદાન કરવાનું કહ્યું. ગુરુએ પોતાના પિતાને કહ્યું કે –“ તમારા કરતાં વધારે શ્રેષ્ઠ બીજું કોઈ નથી. અને જ્યારે ગુરુ તેગબહાદુરના શહીદ થવાના સમાચાર આવ્યા ત્યારે ગુરુ ગોવિંદસિંહને જરા પણ દુઃખ થયું નહિ. વીરોના શબ્દકોષમાં “ઉદાસી” શબ્દ છે જ નહિ. તેઓ કેવળ એકજ મંત્ર જાણે છે અને તે મંત્ર છે શક્તિનો. ગુરુ ગોવિંદસિંહ બહાદર હતા. તેઓ પોતાના પિતાના મૃત્યુને ઈશ્વરીય ઉદેશ્ય સમજતા હતા. તેમણે ગુરુ પાસેથી ૯ વર્ષની ઉંમરમાં પોતાના ધર્મ અને રાષ્ટ્રની રક્ષા માટે તરવાર ધારણ કરી હતી. ગુરુ ગોવિંદસિંહે પિતાને જે વચન આપ્યાં હતાં, તે તેમણે પૂરાં કર્યા. ગોવિંદસિંહ એક વીર યોદ્ધા હતા. તેમણે પિતાના આદશની રક્ષા માટે પિતાનું સર્વસ્વ અને છેવટે ચાર પુત્ર સુદ્ધાંને બલિદાન કરી દીધા.
પિતાના પાંચ પ્રિય ચેલાઓને ગુરુએ કહ્યું છેઃ–પહેલાં મૃત્યુને સ્વીકારો. દરેકની રજ બની જાએ અને પછી મારી પાસે આવ.” શું આ શબ્દોમાં આજના ભારત માટે સંદેશ નથી ?
ગુરુ કહે છે –“મૃત્યુને સ્વીકાર કરો.” જે કોઈ રાષ્ટ્ર જીવિત રહેવા ઈચ્છતું હોય તો તેણે મૃત્યુથી ન ડરવું જોઈએ; પણ તેણે મુક્તિની દૈવી યુક્તિ સમજવી જોઈએ. કષ્ટ સહન કરવામાં જ રાષ્ટ્રોને પુનર્જન્મ છે, કમળતાજ અમારું પાપ છે. જેઓ ખરું જોતાં વિનમ્ર હોય છે, તેઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com