________________
‘૨૫૭
તપસ્વીની તેજધારાઓ વિધતો એ ધયે જાય છે અને રાત્રિયે કોઈ હનુમાનનાં કે દેવીઓનાં ઉજજડ મંદિરમાં લપાઈ રહે છે. ત્રીજે દિવસે માર્ગમાં એક સાધુવેશધારી ધૂતારાઓનું ટોળું મળ્યું. આ એકલ વિહારનું કારણ પૂછાતાં ભગવાં વસ્ત્રો પ્રત્યે પૂજ્યભાવે જેનારા એ બાળકે પોતાનો સાચા મનોભાવ કહી બતાવ્યો.
“ જોઈ લેજો આ મહેરબાનને ! ” સાધુ વેશધારીઓએ ટોણો માર્યો -“ભાઈ સાહેબ જાય છે ત્યાગી બનવા, અને શરીર ઉપરથી તો હજુ સેનાનાં વેઢવીંટી તો છૂટતાં નથી !”
આ લે ત્યારે. પહેજો હવે તમે !” એમ કહીને બાળકે પોતાની વીટીઓ અને વસ્ત્રા ભરણ એ ટોળીની સામે ફગાવી દીધાં. છાતી ઉપરથી પ્રચંડ શિલાઓનો બોજો ઉતરી ગયો હોય તે સુખનો નિઃશ્વાસ મેલીને મૂળશંકરે મહાપંથ પર ધસવા માંડયું.
સંન્યાસી જીવનની શરૂઆતમાં ભટકતાં ભટકતાં આ તરુણ ત્યાગીએ એક દિવસ આખી મઠમાં મુકામ કીધો. મઠની છાકમછળ સમૃદ્ધિ ત્યાંના સાધુએના વિલાસની ઉપર ઢોળાતી ભાળી રજવાડી ઠાઠમાઠમાં મહાલત મહત આ તેજસ્વી બ્રહ્મચારીને દેખી મહાયે.
બેટા ! તું મારો ચેલો બની જા. આ ગાદીનો તને વારસ બનાવું, લાખોની સંપત્તિ તારા ચરણમાં લોટશે.”
આ દરખાસ્તને દયાનંદે તત્કાળ તિરસ્કારથી વધાવી. કાચા સૂતરને તાંતણે એ ચરાવત નહિ બંધાયે.
વડોદરા રાજ્યના દિવાન બહાદૂરે એક દિવસ સ્વામીજીને જમવા બોલાવ્યા. જમાડીને વિદાય દેતી વખતે એ દિવાને એક હજાર રૂપિયા એ સ્વામીજીના ચરણમાં ભેટ ધર્યા. સ્વામીજીએ થેલીને પાછી ઠેલી કહ્યું -“ભાઈ ! હું તો કુ-રીતિઓનું ખંડન કરી રહ્યો છું. હું પોતેજ ઉઠીને જો આ સ્વીકારીશ તે પેલા ગોસાંઈઓને પિતાની પધરામણુઓને કેવો મઝેને બચાવ મળી જશે !”
સ્વામીજીના પ્રભાવમાં અંજાયેલા તે કાળને એક વાઈસરોય સાહેબે સ્વામીજીની વિપત્તિઓની કથા જ્યારે સાંભળી, ત્યારે સ્વામીજીના રક્ષણમાટે કાયમી સિપાઈઓ નીમવાની તેમજ રેલગાડીની મુસાફરી માટે પહેલા વર્ગનો પાસ કઢાવી આપવાની એ નામદારે ઈચ્છા બતાવી. સ્વામીજીએ આભાર માનીને ઉત્તર દીધે કે, “સહાયને હું નહિ સ્વીકારી શકું. એથી તે લોકે મને રાજસત્તાને નોકર અથવા તે ખ્રિસ્તીઓનો પાદરી માની બેસે !”
વાઈસરૉય ‘તે શું આપ રાજ્યની નેકરીમાં કાંઈ બુરું સમજે છે ?'
સ્વામીજી:- તે સંન્યાસી છું. મેં તે પરમેશ્વરરૂપ સાચી સરકારની નોકરી જ સ્વીકારી લીધી છે.”
વાઈસરૉય - ત્યારે શું અત્યારની સરકારને આપ સાચી નથી માનતા ?'
સ્વામીજી એટલે કે આ સરકાર પરિવર્તનશીલ છે અને મારી ઈશ્વરી સરકારનો નિયમ તે અટલ અને એનો ઇન્સાફ અદલ છે. મનુષ્યના ન્યાયનિયમી સમયાનુસા
ઉદેપુરમાં મહર્ષિજી એકાંતમાં બેઠા છે. ત્યાં મહારાણા પધાયો. એમણે આવીને કહ્યું “સ્વામીજી ! જે મૂર્તિપૂજાનું ખંડને છોડી દો તો એકલિંગ મહાદેવના મહંતની ગાદી આપને સંપી દઉં. લાખોની નીપજના આપ પણ થશે. આખું રાજ્ય આપને ગુરુ કરી માનશે.”
દુભાયેલા મહર્ષિએ ઉત્તર દીધે –“રાણાજી ! આવી લાલચ બતાવીને મને મારા પ્રભુથી વિમુખ બનાવવા ચાહે છે? આપનું આ નાનકડું રાજ્ય અને કુબા જેવડે એ શિવ-મઠ, કે જેમાંથી તે હું એકજ દોટ દઈને બહાર નીકળી જઈ શકું છું તે શું મને અનંત ઈશ્વરની આજ્ઞા ઉથાપવા જેટલો નિર્બળ બનાવી શકશે? ફરીવાર મને આવું કહેવાનું સાહસ ન કરતા. લાખો મનુષ્યોને પ્રભુપ્રત્યેને વિશ્વાસ કેવળ મારા વિશ્વાસપરજ ટકી રહ્યો છે, જાણે છે રાણા ?”
. ધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com