________________
તપસ્વીની તેજધારાઓ
૨૫૫ મુંબઈમાં વ્યાખ્યાન ચાલી રહ્યું છે. વલ્લભસંપ્રદાયના ટોળાએ ઇટ, પથ્થર અને ધૂળના પ્રહારો સ્વામીજીના માથા પર શરૂ કરી દીધા. સૌએ સ્વામીજીને વ્યાખ્યાન બંધ કરવાની સલાહ દીધી. જવાબમાં સ્વામીજી બોલ્યા:
મારા ભાંડુઓએ ફેંકેલા ઈટ પથ્થર તો મારે મન ફૂલની વૃષ્ટિસમા છે અને વ્યાખ્યાન તે ઉચિત સમયેજ સમાપ્ત કરીશ, અધુરૂં નહિ મેલાય. ભલે પથ્થરો વરસતા.”
મારો સહેતાં સહેતાં સ્વામીજીએ બરાબર મુકરર સમયેજ સમાપ્તિ કરી.
૧૮૭૫માં સ્વ. મહાદેવ ગોવિંદ રાનડેએ સ્વામીજીને પૂનામાં નિમંયા. ત્યાં જઈને સ્વામીજીએ પંદર વ્યાખ્યાનો દીધાં. વિદાયને દિવસે પ્રજાએ પાલખીમાં-વેદ પધરાવી, હાથીને હોદ્દે સ્વામીજીને બેસાડી ધર્મ–સવારી કાઢી. નગરની બદમાશ ટોળીએ આની સાથે સાથે “ગર્દભાનંદ સવારી’ ચઢાવી કલાહલ , અપશબ્દોની ઝડી વરસાવી. વરસાદમાં ભીંજેલી ધરતી પરથી કાદવ ઉપાડી ઉપાડિને છાંટયો. સ્વામીજી અને સ્વ. જસ્ટીસ રાનડે બન્ને જણ કાદવમાં ખરડાયા. જસ્ટીસ રાનડેએ હુકમ આપ્યો હોત તો પલકમાં એ ટોળું તુરંગનાં દ્વાર દેખત, પણ સ્વામીજીએ હસીને કહ્યું રાનડે ! કશી ચિંતા નહિ. કશુંએ કષ્ટ આ બાપડાઓને દેશે નહિ.”
મિરજાપુરમાં છેટુગિર નામને એક ગુસાંઈ રહેતા હતા. ભારી જલદ પ્રકૃતિને એ આદમી હતે. એક વખત જબરદસ્ત ટોળું લઈને એ સ્વામીજીના મુકામ પર ચઢી આવ્યો. આવતાંની વારજ સ્વામીજીના પગ ઉપર પગ રાખીને એ તો બેસી ગયો અને ફાવે તેમ બકવાદ કરવા લાગ્યો.
સ્વામીજીએ પૂછયું “આ કોણ છે?” “કાશી વિશ્વનાથ જેવાજ અહીંના એક બુટ્ટા મહાદેવના પૂજારી છે.”
સ્વામીજી સમજી ગયા કે આ ભાઈ લડાઇ મચાવવા આવ્યા છે. એટલે પોતે તે વધુ નિર્ભય બનીને કાશી વિશ્વનાથનું ખંડન કરવા મંડયા. સ્વામીજીની પાસે પતાસાને ડબો પડ્યો હતું. તેમાં હાથ ઘાલીને આ ગુસાંઈ એક એક પતાસું ઉઠાવીને અછડે હાથે પતાસાં બુકડાવવા લાગ્યો. - સ્વામીજી શાંત સ્વરે બોલ્યા “ ભાઈ ! પતાસાં ખાવાં હોય તો મૂઠે ભરીને એકસામટાં લઈ લે; પણ મારાં બધાં પતાસાં અજીમાં શીદને કરી રહ્યો છે ?”
ગુસાંઈએ માન્યું નહિ. એટલે સ્વામીજીએ ત્રાડ નાખીને સેવકને આજ્ઞા કરી: “બહારને દરવાજો બંધ કરી દો. હું એકલો જ આ બધાને હમણાં સીધા કરી નાખું છું.”
વિકરાળ આકૃતિને દેખીને છેટુગિરનું હૃદય કંપી ઉઠયું. એણે પિતાને કાળ ભાળ્યો. ખસીને એ બેસી ગયો. ટોળું હિંમૂઢ બની ઉભું રહ્યું. .
છેટુગિરનો ઘમંડ તે વખતે તે તૂટી ગયો, પણ એની દ્રષવાળા હલવાઈ નહિ. એક રાત્રિએ એણે બે પહેલવાનને સ્વામીજીપર હુમલે કરવા મેકલ્યા. સ્વામીજી એક ભક્તને ધર્મનું રહસ્ય સમજાવી રહ્યા હતા, એવામાં એ ગુંડાઓએ આવીને ઠઠ્ઠામશ્કરી આદરી દીધી. એક-બે વાર તે સ્વામીજીએ એમને કામળ વાણીવડે સમજાવ્યા પણ જ્યારે જોયું કે ભલમનસા છે. ત્યારે પોતે સિંહગર્જના કરી અને એ તે આત્મસિદ્ધ બ્રહ્મચારીની ત્રાડ ! છાતીવિનાના એ બને માનવ-પશિઓ કાંપી ઉઠયા. પરસેવે ભીંજાયા. પેશાબ છૂટવાથી વસ્ત્રો પણ બગડ્યાં.
સ્વામીજીએ સૌમ્ય સ્વરે કહ્યું – “જાઓ, સુખેથી ચાલ્યા જાઓ. અમે સંન્યાસી ! અમારો ધર્મ કોઈને મારવાનો નથી, બચ્ચાઓ !”
X કર્ણવાસમાં સ્વામીજી ફરીવાર આવી ચઢયા છે. બરૌલીના પિલા ઠાકોર રાવ કર્ણસિંહ પણ શરદ પૂર્ણિમાનું સંતાન કરવા આવ્યા છે. એની રસાયત સાથે તો નાચગને માટે વેશ્યાઓ પણ શામિલ રહેલી છે ! સ્વામીજીના મુકામથી દોઢસો જ કદમપર રાવનો ઉતારો છે.
આગલા પ્રસંગનું વેર રાવના અંતરમાં ખટકતું જ હતું. મતિ ગુમાવીને એણે પોતાના ત્રણ નોકરને ચકચકતી તરવાર આપી સ્વામીજીનો વધ કરવા મોકલ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com