________________
પ્રકાશકીય નિવેદન
પતિથિ ક્ષય-વૃદ્ધિ બાબત બે જૈનાચાર્યો-આ સાગરાનંદસૂરિજી અને આ રામચંદ્રસૂરિજી વચ્ચેની તકરાર બાબત અનેક મહાન પંડિતોના નિર્ણયો આ પુસ્તકમાં છે તેમાં જણાવે છે કે
આ. સાગરાનંદસૂરિજી જૈન આચાર્યોના જુના સિદ્ધાંતોને માને છે. તથા ધાર્મિક ક્રિયાઓમાં જુના માર્ગથી તેઓ જરાપણ ફેરફાર કરવા માગતા નથી. જુના શાસ્ત્રોના પ્રમાણુથી અને ચાલુ અવિચ્છિન્ન પ્રણાલિકાથી તેઓ પોતાના મતનું સમર્થન કરે છે. જ્યારે આ. રામચંદ્રસૂરિજી, જુનો સિદ્ધાંત સ્વીકારતા નથી અને પોતાની નવી પ્રણાલિકાનો સ્વીકાર કરવા માગે છે, તેમજ પ્રાચીન મતના ફેરકાર માટે તેઓ પોતાનીજ વિચારસરણીનો માત્ર આધાર લે છે.”
સંવત ૧૮૮૨ થી તકરાર ઉભી થઈ તે હજુ ચાલે છે. કેટલાક ભલા માણસોએ શાતિ સ્થાપવા વચ્ચે આવીને વૈદની નિમણુક કરી. વૈદે, આ. વિજયરામચંદ્રસૂરિજીના નવા મતનો પક્ષ લીધો. આ. સાગરાનંદસૂરિજીને તે જાણવામાં આવવાથી તેને અપ્રમાણુ જાહેર કર્યો અને જૈન સમાજના ધાર્મિક લોકોએ વૈદના તે નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો. તેઓએ વૈદ, નિર્ણય કરવા માટે લાયક રહેલ નથી, એમ જાણુને પણ સત્યતા માટે હિન્દુસ્થાનના જાણીતા સંસ્કૃત પડતોના અભિપ્રાયો માગ્યા.
પરિણામે બનારસ-મિથીલા-કલકત્તા–અલ્હાબાદ-જયપુર-મદ્રાસ અને બીજા સ્થાનોના મોટા પંડિતો અને મહામહોપાધ્યાયો, આ. રામચંદ્રસૂરિજીના નવામતથી એક સરખી રીતે વિરૂદ્ધ ગયા, વૈદને પક્ષપાતી ગયા, અને આ. સાગરાનંદસૂરિજી જે પ્રચલિત પૂર્વ પ્રણાલિકાની લોકોને દોરવણી આપી રહ્યા છે તે જુની પ્રણાલિકાને સંપૂર્ણ અનુમોદન આપી રહ્યા છે. એ વિગેરે અતિ મહત્વની બાબતો આ પુસ્તક પૂરી પાડે છે, અને નવામતનો અંત લાવે છે.
વૈદના નિર્ણયને સમર્થપંડિત તુલાકૃષ્ણ ઝા શર્માએ કરેલો વિરોધ અને મહામહોપાધ્યાય પંડિત ચિત્રસ્વામી શાસ્ત્રીનો છેવટનો નિર્ણય કે જેને જાણીતા સંખ્યાબંધ પ્રખર મહામહોપાધ્યાયો વિગેરેનો ટેકો છે, અને જે આ પુસ્તકમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આ દરેક વસ્તુઓ મહાન દસ્તાવેજો છે. આ બાબતને સમજવા માટે વાચકોએ તે જુદા જુદા વાંચવા જોઈએ. કે જેથી હંસશક્તિ પ્રાપ્ત થવાના યોગે અવિચ્છિન્ન પરંપરારૂપ ક્ષીરમાં મલી ગયેલો નવો તિથિમત ક્ષીર નથી પણ નીર જ છે, એ સત્ય સહેલાઈથી સમજાશે. અને તેથી આ પુસ્તકરતને નવા તિથિમતના સદંતર અસ્વીકાર માટે છેલ્લામાં છેલ્લું અમોઘ સાધન માનવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com