________________
વીર ધનો હુક્ત કર્યો કે કરિયાણ તમે ખરીદી લે. રાજાને હુકમ સાંભળી બધા વેપારી ભેગા થયા.
વનસાર શેઠના ઘર પણ રાજાનું કહેણ આવ્યું કે રાજાનાં કરિયાણાં વેચાય છે ને સહુ ભાગ પડતાં લે છે, માટે તમારે ત્યાંથી પણ કોઈને મેકલે. એટલેધનસાર શેઠે મેટા છોકરાને કહ્યું “ધનદત્ત ! તું જા ને કરિયાણાં ખરીદી લાવ.” ધનદત્ત કહે, “બાપુ! વખાણ કરતી વખતે ધન્ને ને કામ કરાવતી વખતે ધનદત્ત ! હું તો કાઈ જતો નથી. જશે તમારો ડાહ્યો દીકરો !”
શેઠે બીજા પુત્રને કહ્યું. ત્રીજાને કહ્યું. પણ સહુને સરખે જવાબ મળે. એટલે થાકીને ધન્નાને કહ્યું બેટા ! તું જા.” ધન્નો કહે, “જેવી બાપુની આજ્ઞા.' ધને તૈયાર થઇને કરિયાણું ખરીદવા ગયે.
વહાણ પર બધા ભેગા થયા હતા. તેમાંથી એકે લીધું કેશર ને બીજાએ લીધી કસ્તુરી. ત્રીજાએ લીધે બરાસ ને ચેથાએ લીધું કપૂર. પાંચમાએ લીધું સુખડ ને છઠ્ઠાએ લીધું અગર. સહુએ સારાં કરિયાણું લઈ લીધાં. પાછળથી રહ્યો ખારા જેવી માટીને ઢગલે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com