________________
જગડુશાહ તેમને ત્યાં દેશાવરથી મુસલમાન વેપારીઓ આવતા તેમને નમાઝની અડચણ ન પડે તે માટે ખીમલી નામની એક મજીદ પણ ચણવી.
એક વખત પરમદેવસૂરિ નામના આચાર્ય ભદ્રેશ્વર પધાર્યા. જગડુશાહ તેમનું વ્યાખ્યાન સાંભળવા ગયા. તેમાં આચાર્યો દાન ઉપર જ વ્યાખ્યાન ચલાવ્યું. લોકો એ સાંભળી માથું ધુણાવવા લાગ્યા. આચાર્યો આ જોઈ વ્યાખ્યાન પુરું થયા પછી જગડુશાહને એકતે બોલાવીને કહ્યું: “હે શેઠ! તમારી લક્ષ્મીને વાપરવાને એક ખરો પ્રસંગ આવી રહ્યો છે, સેવાનું એ મોટું કામ છે. બોલો એ કરી શકશે?
જગડુશાહે નમ્રતાથી કહ્યું: “એમાં શું ? ગુરુદેવનું વચન શિર સાટે પણ હું કબુલ રાખીશ.”
પણ એ કામ લાખ બે લાખ રૂપીયાનું નથી!' ગુરુજીએ મૂળ વાત ઉપર આવવા માંડયું.
એ કામ ગમે તેટલું હોય તો પણ ફીકર નહિ. મારી શકિતનું તો છે ને?” જગડૂશાહે શાંતિથી ઉત્તર આપે.
હા, તારી શકિતનું તો જરૂર છે.' ઠીક, ત્યારે ફરમાવો.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com