________________
જગડુશાહ
હવે એક વખત એવું થયું કે બે વખારો વચ્ચેથી એક સુંદર પત્થર નીકળે. જયંતસિંહ કહે, “એ પત્થર મારોને મુસલમાન વેપારી કહે, “એ પત્થર મારે.” એમ કરતાં તકરાર થઈ.
મુસલમાન–આ પત્થર માટે હું અહીંના રાજાને હજાર દિનાર આપીશ.
જયંતસિંહ–હું બે હજાર દિનાર આપીશ. મુસલમાન–હું ચાર હજાર દિનાર આપીશ. જયંતસિંહ–હું એક લાખ દિનાર આપીશ. મુસલમાન–હું બે લાખ દિનાર આપીશ. જયંતસિંહ–હું ત્રણ લાખ દિનાર આપીશ.
મુસલમાન વેપારી આખરે ઠંડો પડી ગયે. જયંતસિંહે ત્રણ લાખ દિનાર આપી પત્થર લઈ લીધે. પછી તેને વહાણમાં નાંખી ભદ્રેશ્વર લા.
કઈ જઈને જગડુને આ સમાચાર કહ્યા કે તમારે ગુમાસ્તા બહુ ધન કમાઇ લા ત્રણ લાખ દિનાર દઈને એક પત્થર લાવ્યા.
જગડુ કહે, “ધન્ય છે એને કે મારી આબરૂ વધારી.”
પછી ધામધુમથી જયંતસિંહને તથા તે પથરને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com