________________
૧૬
વિમળશાહ
ચંદ્રાવતી ફરીથી બંધાયું. તેની બજારે સીધી ને સુશોભિત બની. તેના ચોક વિશાળ ને દેખાવડા બન્યા. તેમાં સુંદર છેતરણીથી ભરપુર આરસનાં અનેક જિનમંદિરે થયાં. શાંતિના પરમ ધામ ઉપાશ્રયે બંધાયા. વાવ કૂવા તથા તળાવ પણ પુરતી સંખ્યામાં જણાવા લાગ્યા.
આ પ્રમાણે વિમળશાહ દુનિયાની બધી સંપત્તિ મેળવી આનંદ કરવા લાગ્યા. એવામાં એક વખત ધર્મઘોષ નામના આચાર્ય આવ્યા. તેમણે પવિત્ર જીવન સમજાવ્યું, ધર્મ સમજાવ્યું અને વિમળશાહને કહ્યુંઃ “વિમળશાહ! તમે આખી જીંદગી ધન ને સત્તા મેળવવામાં ગાળી છે. માટે હવે કાંઈક ધર્મકાર્ય કરે. કઈક પરલકનું ભાથું બાંધે.” વિમળશાહને ગળે આ વાત ઉતરી. પિતાની જીંદગીમાં કરેલી અનેક ખૂનખાર લડાઈઓ યાદ આવી. ખૂબ પશ્ચાત્તાપ થશે. છેવટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com