________________
૧૪
વિમળશાહ થી છેડા છે. માટે તે કંઈ પણ ખરાબ પગલું ભરે તે પહેલાં હું જ મારી જાતે ચાલ્યા જઉં.
આમ વિચારી તેમણે ત્યાંથી ઉપડવાની તૈયારી કરી. સેળસે સાંઢ પર સોનું ભર્યું. હાથી, ઊંટ ને રથ તૈયાર કર્યા. પાંચ હજાર ઘોડા ને દશ હજાર પગપાળા સાથે લીધા. પછી ભીમદેવની રજા લેવા ગયા. ત્યાંથી વિદાય લેતાં રાજાને કહ્યું. “મહારાજ ! મને જવી હેરાનગતી પહોંચાડી તેવી હેરાનગતી મહેરબાની કરી બીજા કોઈને પહોંચાડશો નહિ.'
વિમળમંત્રી પિતાને વૈભવ લઈને આબુ તરફ ચાલ્યા. તેની તળેટીમાં ચંદ્રાવતી નામે શહેર હતું. ત્યાંના રાજાએ સાંભળ્યું કે વિમળમંત્રી પોતાના લકર સહિત આવે છે એટલે તે નગર છોડી ચાલ્યા ગયે. વિમળમંત્રી અહીં ભીમદેવના દંડનાયક તરીકે જ કામ કરવા લાગ્યા.
અહીં રહી તેમણે ઘણા વિજય મેળવ્યા. સિંધ દેશ રાજા પંડિ બહુ ગર્વિષ્ટ થઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com