________________
જંબુસવામી માબાપ બોલ્યા: “બેટા ચારિત્ર લેવું ખૂબ દેલું છે. વ્રત ખાંડાની ધાર જવું છે. તું તે હજી બાળારાજા કહેવાય. તારાથી સાધુનાં આકરાં વ્રતો કેમ પળાશે? વળી તારા વિના અમને ઘડીયે ગઠે નહિ.”
જંબુકુમાર બોલ્યા: “પૂજય માતાપિતા! ચારિત્ર બહુ દેહલું છે એ વાત ખરી. પણ તેનાથી તે કાયરજ ડરે. હું તમારી કૂખે જનમ્યો છું. વ્રત લઈને જીવ જતાં પણ ભાંગીશ નહિ. આપનું હેત મારા પર અપાર છે. એટલે મારા વિના આપને નજ ઠે. પણ એવા વિજેગનું દુઃખ સહન ર્યા વિના છૂટકે નથી. માટે મને રાજી થઈને આજ્ઞા આપ ”
માબાપ કહે, “પુત્ર ! જે તને સંજમ લેવાની ખૂબ ઈચછા હોય તો પણ અમારું માન રાખ. અમે પણ તારા વડીલે છીએ. તારા માટે જે કન્યાએ અમે સ્વીકારી છે તેની સાથે લગ્ન કર. પછી તારી ઇચ્છા હોય તે સુખેથી દીક્ષા લેજે.”
જંબુકુમારે કહ્યું: “આપની આજ્ઞા હું માથે ચડાવીશ. પણ પછી મને દીક્ષાથી આપ રોકશો નહિ.”
માબાપે કહ્યું : “બહુ સાર.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com