________________
૧૮
ચંદનધ્યમાળા, સિપાઈ આવી ચંદનબાળાને પગે પડયે અને રડવા લાગે.
સહુએ પૂછયું: “અરેઆનંદના વખતે તું રડે છે કેમ? તે બેઃ “આ તો રાજકુમારી વસુમતી! ચંપાનગરીના રાજા દધિવાહનની ધારિણી રાણીની પુત્રી! કયાં તેને વૈભવને ક્યાં આજની ગુલામી દશા ! હું તેમને સેવક હતો. ચંપા ભાંગી ત્યારે શતાનિક રાજા મને પકડી લાવ્યા અને તેથી મને ખૂબ દુઃખ થયું. પણ આ રાજકુંવરી આગળ મારું દુઃખ શા હિસાબમાં છે?”
રાજારાણી આ સાંભળી આશ્ચર્ય પામ્યાં. શતાનિક રાજાની રાણી બેલીઃ “અરે ! ધારિણું તે મારે બહેન થાય! તેની પુત્રી એટલે મારી પુત્રી. ચાલ પુત્રી ! ચાલ ! મારી સાથે રહે ને આનંદ કર!”
ચંદનબાળા મૃગાવતી સાથે રાજમહેલમાં ગયાં. પણ ત્યાં વહાલી માતા યાદ આવી. તેની મધુરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com