________________
રાણી ચેaણા સુજયેષ્ઠાએ કહ્યું: “સાચી વાત છે. આ છબી અહીં પડી રહેવા દે.” “બહેન! પાછી આપવાની શરતે જ આ છબી લાવી છું. એટલે અહીં કેમ રહેવા દેવાયા એમ કહી સખી તે છબી આપવા ગઈ.
છબી પાછી ગઈ. સુજયેષ્ઠા તેનાજ વિચાર કરવા લાગી. “અહે! શ્રેણિકનાં વખાણ સાંભળ્યાં હતાં. પણ રૂપ જોયું ન હતું. અહા ! આટલા બધા તે રૂપવાન ! પતાજીએ કુળના અભિમાનમાં તેમનું અપમાન કર્યું. પણ આથી સારે પતિ ક્યાં છે ! પરણવું તે જરૂર એમને જ પરણવું. ”
પિતાથી છાનું પરણવું સહેલ નહિ. એટલે તે ચિંતામાં પડી. આ જોઈ તેની સખીએ કહ્યું “બહેન! ચિંતા શું કરે છે? એ વેપારીને હાથમાં લઈશું એટલે બધું કામ થશે. સુચેષ્ઠા કહે, “ જા, શ્રેણિક સાથે લગ્ન થાય એ ઉપાય શોધી કાઢ.”
સખીએ વેપારીને મળી એક ઉપાય શોધી કાઢયે. નગર બહારથી રાજમહેલ સુધી ભય પેદાવવું. ત્યાં અમુક દિવસે શ્રેણિક આવે. સુજયેષ્ઠા ત્યાં તૈયાર રહે. એટલે શ્રેણિક લઈ જાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com