________________
અભયકુમાર
કાંઈ પણ મુશ્કેલી આવે કે અભય તૈયારજ હેય. પોતાની બુદ્ધિથી જરૂર તે મુશ્કેલી દૂર કરે.
એક વખત શ્રેણિક ચિંતામાં બેઠા છે. ત્યાં આવ્યા અભયકુમાર. તેમણે પૂછ્યું: “પિતાજી ! ચિંતામાં કેમ બેઠા છો?” શ્રેણિક કહે, “વૈશાલિના ચેડા રાજાએ મારું અપમાન કર્યું. તેને બે સુંદર કન્યાઓ છે. તેમાંથી એક કન્યાનું મેં માગું કર્યું. એટલે તે બેલ્યા “તમારું કૂળ મારાથી હલકું છે. માટે મારી કુંવરી નહિ મળે.” અભય કહે, “ હે ! એમાં શું મોટી વાત ! છ માસની અંદર એ કુંવરી આપને પરણાવીશ. પિતાજી ! ચિંતા કરશે નહિ.”
અભયે ઘેર આવી સારા સારા ચિતારાએને બોલાવ્યા અને તેમને કહ્યું: “મહારાજા શ્રેણિકની એક સુંદર છબી તૈયાર કરે. તમારી બધી કળા વાપરજે. તેમાં જરાએ કચાશ રાખશે નહિ. ચિતારાઓએ રાતદિવસ મહેનત કરીને સુંદર છબી તૈયાર કરી. અભયે તેમને ખૂબ ધન આપી રાજી કર્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com