________________
ક
=
=
==
=
=
=
==
=
અભયકુમાર કાંઠે આવ્યું. અમે તેને લઈ લીધું અને વીંટી અંદરથી કાઢી લીધી. બધા બોલી ઉઠ્યાઃ ધન્ય છે આ છોકરાની બુદ્ધિને !”
ત્યાં રહેલા સિપાઈઓએ આ વાત રાજાને જણાવી. એટલે રાજાએ અભયને બોલાવે અને પૂછ્યું: “ભાઈ કર્યું તમારું ગામ ? શું તમારું નામ?”
અભય–વેણાતટ મારું ગામ. અભય મારું નામ.
રાજા શ્રેણિક–ત્યાં ભદ્રશેઠને ઓળખો છો? અભય—હા, મહારાજ ! બહુ સારી રીતે.
શ્રેણિક–તેમની નંદા નામે પુત્રી ગર્ભવતી હતી. તેને શું અવતર્યું?
અભય–મહારાજ ! તેને પુત્ર અવતર્યો. શ્રેણિક –તેનું નામ શું પાડયું છે ?
અભય-સાંભળે મહારાજ ! તમે લડાઇમાં જંગ મચાવતા હે તે વખતે શત્રુ તમારાથી બહી જાય. પછી મોઢામાં તરણું લે અને આવે તમારી આગળ. તે વખતે તે શું માગે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com