________________
સટક
૮૧
“અરે જમાલ!” તે પહેરેગીરને સાથીદાર બોલ્યો, “ઝન કહેતી હતી કે, આ બીના આવતી કાલ સુધી કોઈને જણાવવાની નથી, એ તું ભૂલી જાય છે.”
ખરું, પણ હજરતે આજ જાણ્યું તે ઠીક અને કાલે જોયું તેએ ઠીક. તેઓ ક્યાં કિલ્લાની બહાર જઈ કોઈને જણાવવાના છે?” જમાલે જવાબ આપે.
હાસ્તો, હું કયાં અહીંથી બહાર જવાને છું?” ઈઝામુદૌલા બોલ્યો, “પણ, નહિ કોઇને ઇજન, નહિ કંઈ ધામધુમ, નહિ નાચરિંગ કે મહેફીલ, અને આમ એકાએક લગ્ન! એ તે નવાઇની વાત.”
“નવાઇની નહિ તે ?” વાતોડીઓ જમાલ બેલ્યો-“મહેલમાં બધાને નવાઈ લાગી છે કે એકાએક આ શું? વળી વધારે ખૂબી તો એ છે કે મારી સેગન મને કહેતી હતી કે, શાહજાદી સાહિબા આ શાદીથી ખૂશ નથી. તેઓ મલેક મુબારકમાં જોડે શાદી કરવા રાજી નથી, પણ કંઈ કારણસર પરાણે તેમ કરવું પડે છે. પણ હજરત! આપ વાળુ કરી રહ્યા ને ?”
હા, આ સુરાહી તું લઈ લે, મને આજ શરાબની જરૂર નથી,” ઈકામુદૌલાએ કહ્યું.
તે પહેરેગીર સુરાહી અને સામાન લઈ ત્યાંથી ચાલી નીકળે, અને જતાં જતાં ઇઝામુદ્દોલાને ઉદ્દેશી કહ્યું કે
હજરત ! આપ જરાબી રંજ કરતા ના, અને આ સેવથી થાય એવું કામ હોય તે ફરમાવશે, બંદા તે બનાવવામાં ઢીલ નહિ કરે”
કારાગૃહનું દ્વાર બંધ થયું. પહેરેગીર ત્યાંથી ચાલી ગયો. તેના જતાંની વાર ઇક્કામુદૌલાએ પોતાના હાથવતી મોં ઢાંકી દીધું, અને પોતાની લાગણીને ઉભરે બહાર કાઢવા લાગ્યો. અહા! આ જ કે પ્રેમનું પરિણામ! ક્યાં તે સુંદરીનું પુનર્મિલન, કયાં તે આશાનો સંચાર ? કેટલા સુખના મનરમ કિલ્લા બાંધ્યા હતા તેનું પાણિગ્રહણ કરી સંસાર સુખનાં કેવાં મનોરમ ચિત્રે તેણે ક્યાં હતાં. પણ તે સર્વ ફેકટ. જેમ કોઈ રૂમમાં જોયેલો રમ્ય દેખાવ જાગ્રત થતાં જ નષ્ટ પામે, તેમ તેણે મનમાં બાંધેલી મુરાદ ભાંગી ગઈ. તેની સાથે તેના દિલના બંધ પણ તૂટવા લાગ્યા. તે પાંજરામાં પૂરેલા શેરની માફક આમતેમ આંટા મારવા લાગ્યો. તે લોખંડના ગજને હચમચાવવા લાવ્યો, પણ તેના આ પ્રયત્નને તે ગજ કંઈ દાદ આપે એમ ન હતા. તેના ચહેરા પર પ્રસ્વેદનાં જાળાં બાઝયાં, તેનું શરીર પરસેવાથી તર થઈ ગયું. તેને મન અસહ્ય યંત્રણા ભોગવતું હતું. તેના અંતરમાં શૂળે ભોંકાતી હતી. જે રમણીને તે શુદ્ધ પ્રેમથી ચહાતે હત, તે રમણી આજ પારકાના હાથમાં સોંપાય છે, એ વિચાર તેના પર વજૂઘાત કરતા હતા, અને તે મનુષ્ય કેવો? એક નીચ, અધમ, પાપાત્મા, તેને દુશમને , એક નીચ કીડે, તે પવિત્ર મૂર્તિના પગની ધૂળને પણ સ્પર્શ કરવા લાયક નહિ તે. “અહા, મુકદર ! હા તકદીર !” એટલું કહી ઈઝામુદ્દૌલાએ હાથવતી કપાળ કુટયું. એટલામાં વળી ફરીથી ગાડીને ગડગડાટ અને માણસને અવાજ તેને કાને પડ્યો. તે સમજ્યો કે લગ્ન થઈ ગયાં અને મલેક મુબારક પાછા ફરે છે. આ વિચાર આવતાં તેના મસ્તકને એ તે આધાત બેડે કે તેને તમ્મર આવ્યાં. તે ચકરી ખાઈ જમીન પર પડ્યો. આમ કેટલી વાર સુધી તે જમીન પર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com