________________
થાયના
ને તેમનું શ્રેય એમ થતું હોય તે આ જીંદગી પણ અર્પણ કરવા તૈયાર છું."
“વાર તા શાહજાદી સાહિબા! હું પૂછું છું કે, તેમને જે તેમના સ્થાન પરથી હાંકી મેલવામાં આવે, એક સામાન્ય કેદીની પેઠે તેમને બેડીમાં જકડવામાં આવે, તેમના પર રાજ્યહને આરેપ સાબીત કરવામાં આવે, તેઓ નિમકહરામ છે એમ પૂરવાર કરવામાં આવે, રાજ્યના કટ્ટા દુશ્મન સાથે સામેલ થઈ શાહની સામે બંડ ઉઠાવવા તૈયાર છે, એ વાત લેકમાં અને ઉમરાવોમાં જાહેર થાય, આ વૃદ્ધાવસ્થામાં તેઓ એવી બદનામી મેળવી પ્રાણદંડની સજા મેળવે, એ શું આપને પસંદ છે? આમાંથી બચવાને એક જ ઉપાય છે, અને તે એ કે આપે મારી સાથે લગ્ન કરવા તૈયાર થવું.”
તેને પ્રત્યેક બેલ શાહજાદીને વિંછુના ડંખની સમાન વેદના કરવા લાગ્યું. તેના હૃદયમાં એ તે આઘાત થયો કે જાણે તે વધારે સાંભળવાને રાજી ન હોય. તેણે પોતાના બે હાથવતી આંખ બંધ કરી માથું નીચું પગપર ટેકવ્યું. મલેક સુબારક મંત્રમુગ્ધ ચેહેરે ક્ષણભર જોઈ રહ્યો. આ શાકન્સાન અવસ્થામાં તેનું અપ્રતિમ સૌંદર્ય તેને લેાકોત્તર ભાર્યું. તેના હૃદયમાં કંઈક અવનવા ભાવ જાગૃત થયા. તે આગળ સર્યો, અને તેણે પિતાને હાથ તેના પર રેપી મુખ તેને સંલગ્ન કરવા તત્પર થયે.
એકાએક સ્વમમાંથી કઈ જાગી ઉઠે તે પ્રમાણે તે શુદ્ધિમાં આવી. જેમ કોઈ હરિણું ભયને જોતાં નાસવા તત્પર થાય તેમ તે પાછી સરી, અને કોઈ સાંપણ ફૂંફાડે કરે તેમ બોલી –
આ શું હજરત ! આ શું આપને ઘટિત છે ?”
દિલશાદખાનના આ તાનાથી મલેક પિતાની પૂર્વ સ્થિતિ પર આવ્યું; તેના ચહેરા પરથી વિકારની છાયા પલટાઈ, તે નીચું જોઈ રહ્યો.
દિલશાદખાન મને તેની આવી સ્થિતિ જોઈ દિલમાં આશા ઉત્પન્ન થઈ કે હજી બાજી હાથમાંથી ગઈ નથી; હજી દાવ અજમાબે બાજી હાથમાં આવવાને સંભવ છે.
ક્ષણવાર રહી મુબારકે તેના સામું જોઈ કહ્યું: “માફ કરે, શાહજાદી સાહિબા ! હું શું કરું? હું લાચાર છું એમાં કંઈ મારે વાંક નથી. વાંક આ આપના કાફિર હુસ્ન છે.”
હજરત ! આપ ચતુર છે. જે કોઈની દૌલત દેખી તે લેવાને આપનું મન થાય તો તેમાં આપને વાંક નથી, તે દૌલતોને છે નહિ વા? આપને આંબાના ઝાડપર કેરી જોઈ માં પાણી આવે તો તે કેરીને ગુહા છે, આપનો તે નહિ, એમજ ને?”
મલેક મુબારક સમજે કે આ વાવિદગ્ધા જોડે તે ફાવે તેમ નથી. તે પિતાને ભાવ મનમાં દબાવી બોલ્યો:
શાહજાદી સાહિબા ! હું એમ નથી કહેતો. આપનું સૌદર્ય એવું છે કે હરેક આદમી મુગ્ધ થાય, તે પછી મારે શું વાંક છે? હું આપના હૃદયમાં થવું સ્થાન મેળવવા ઇચ્છું છું; શું આપ તેની ના પાડશો? શું આપના દિલમાં મારે માટે જરા પણ મમતા નથી? આપને મારા કહેવાથી લેશ પણ અસર : થતી નથી ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com