________________
પ્રેમની ઉષા
૧પ૯
વાત. તારે તેવા સાત આકાની પરવા મેં કરી નહત, અને તેને ગરદન માયો હાત; પરંતુ બે કામને લીધે તને તારા ગુહાની માફી આપું છું. પહેલું તે એ કે, તેં મારી નરેનજરનાં લગ્ન નથી થયાં એ વાત સાબીત કરી એ ઠીક છે, પણ એથી વધારે મહત્વની બાબત એ છે કે, તે એક નિરપરાધી આદમીની જાન જતી બચાવી છે, અને ભારે ખરાબ કામ થતું અટકાવ્યું છે.” ઈઝામુદ્દલા તરફ વળી સુલ્તાન કુલિખાએ કહ્યું, “પણ હજરત ! મને આશ્ચર્ય લાગે છે કે, આપે આઆદમીની લેખી કબુલાતને ઉપયોગ કેમ કયો નહિ? આ કહે છે તે કાગળ ક્યાં છે?”
ઇકામુદ્દોલા સ્થિર ઉભા હતા ત્યાંથી આગળ સર્યો. તેણે આ સર્વ સાંભળ્યું હતું, અને અત્યારે તેને આત્મા સ્વર્ગને આનન્દ ભાગથતો હતો. તેનું દુઃખ અને મરણભય ટળી ગયાં હતાં. નવજીવન અને પ્રેમનાં રમ્ય સ્વમાં તેની આંખ આગળ તરવરતાં હતાં. તે સુલ્તાન કલિખાંને પ્રશ્ન સાંભળી જરા આગળ સર્યો.
આ બદમાશની કબુલાત આપે ઉપગ કર્યો કેમ નહિ ?” સુલ્તાન કલિખાએ ફરીથી પૂછયું, “અને સજા કેમ પત કરી?”
“નામવર! વૉત એ હતી કે, શાહજાદી સાહિબાએ તે પત્રને નાશ કરી નાંખ્યો હતો. જ્યારે અમે વરંગુલમાંથી ચાલી નીકળ્યાં અને આ જંગલના પહાડોમાં આવ્યાં, ત્યારે મૌકો મળતાં તેમણે તે પત્ર મારા ખીસામાંથી કાઢી, તેને કટકેકટકા કરી ફેંકી દીધો. તેઓ આપને મલેક મુબારકના પંઝામાંથી છોડવવાને એટલાં તો આતુર હતાં કે, તેમણે આગળપાછળને વિચાર પણ કર્યો નહિ, અને તેમણે પિતાને હાથે પોતાની નિર્દોષતાની સબૂતને નાશ કર્યો.”
ખયર ! તે આપે મને આ વાત આપને ઇન્સાફ કરતી વખતે શા માટે ન જણાવી?” સુલ્તાન કુલિખાએ પૂછ્યું
કારણ કે, આપે મારા કથનપર ભાગ્યે જ વિશ્વાસ રાખ્યો હોત ! સબૂત તે હતી નહિ, ને તેના નાશની યાદ આપી શાહજાદી સાહિબાનું દિલ જ કરવું, એ ઠીક ન હતું.” :
આમ તેઓ વાતચીત કરતા હતા, એટલામાં મલેક મુબારક કોઈના જોવામાં ન આવે તેમ ત્યાંથી પાબારા ગણી ગયે. સઘળાનું મન આ ખૂશ ખબરમાં મશગુલ હતું, અને તેનું ધ્યાન ઈઝામુદ્દોલાપર વળ્યું હતું.
હજરત !” સુલ્તાન કલિખાએ આનંદવ્યંજક મંદ સ્વરે કહ્યું, “આપ મુક્ત છે. આપને મારે હાથે ગેરઇન્સાફ થયો છે. મેં આપને માટે ખેટા વિચાર બાંધ્યા હતા, આપને એક નીચ જાસૂસ માની લીધા હતા, પરંતુ તે પાક રહિમકરિમની મહેરથી આપના પરના એ ઈલજામ નિરાધાર અને ખેટાં ઠર્યા છે, અને આપની સચ્ચાઈ પૂરવાર થઈ છે. આપના દિલને યકરાર મેં નામંજૂર કર્યો હોત, પરંતુ તે બીજાના કહેવાથી સાચે ઠરવામાં અધિક આનંદ થયો છે. અને આ ખૂશ ખબરથી બીજાઓના દિલ પણ આનંદથી નાચે છે. દિલશાદના દિલ પર આપે કાબૂ મેળવ્યો છે, અને હું પણ તેને આપની સાથે શાદીની રજા આપું છું, ઈશ્વર આપને સુખી રાખે અને ભવિષ્યમાં ચઢતી કરે. દિલશાદ પણે કમરામાં ગમગીન બેઠી છે, પરંતુ આપના દર્શનથી તેને આનંદ થશે, તેના સુકાયેલા પ્રાણુમાં નવ જીવનનું અમૃત રેડાશે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com