________________
દાષિત કર્યો
૧૫૧
અંગરખાંમાં હાથ નાંખ્યા, અને કંઇક તેમાંથી કાઢવું અને ઝટ લઇને તેના ચીરેચીરા કર્યાં.
“હજરત સુબારક !” ઈકામુદ્દૌલાએ કહ્યું, “આપે ઠગાઈ કરીને એક સાદી પુત્રપર દસ્તખત કરાવી લીધા હતા. આપે આપને સ્વાર્થ સાધવા માટે નીચ યુક્તિ વાપરી, દગાબાજીથી સુલ્તાન કુલિખાંની સહી કરાવી લીધી હતી; પણ તે પત્ર હવે આપના હાથમાં ફરીથી આવવાનેા નથી. મેં સુલ્તાન કુલિખાંને હમેંશને માટે તમારા પાપી પંઝામાંથી મુક્ત કર્યાં છે. તે હવે તમારી ધમકીથી ખીએ એમ નથી. આ પત્ર આ અગ્નિને સ્વાધીન કરું છું.”
લેક સુખારક તે સગડી તરફ દોડ્યો, પણ ઇકામુદ્દૌલાની તરવાર તેના કાષમાંથી મુક્ત થઈ, મલેક સુખારકની છાતીને આર્લિગવા દોડી. આ જોતાં જ તે ખેચાર ડગલાં પાછા ક્યોઁ.
ગભરાટ, શાક અને હતાશ થઈ નિરાશાના પૂતળાની માફક મલેક સુખારક ઉભા રહ્યો. તેના ચેહેરા સફેદ પૂણી જેવા થઈ ગયા, પણ એક ક્ષણમાં તેના ગુસ્સાએ તેની ખીજી લાગણીને હાંકી કાઢી. તે સુલ્તાન કુલિખાંને ઉદ્દેશી કહેવા લાગ્યા, “આપે આ દિસચર આદમીને ખૂનની સા ફરમાવી છે. આ જાસૂસને શૂળીએ ચઢાવવા કહ્યું છે, તેા જલ્દીથી એને જલ્લાદને સ્વાધીન કરે, એ ખરી વાત છે કે, આપના એ પત્રને ખાળી નાંખી, આપને મારા પંઝામાંથી છેડવ્યા છે. પરંતુ તેમ કરવામાં તેણે આપની મહેરબાની મેળવવા આપને લાંચ આપવા ચહ્ન કર્યો છે. તે નસૂસ છે, નીચ છે, અને તેણે કિંમતી દસ્તાવેો ચાર્યાં હતા એ પૂરવાર થયું છે. હવે તેને ફરમાવેલી સર્જા આપ પાછી ફેરવી શકે। એમ નથી.”
સુલ્તાન કુલિખાંએ લાલચેાળ આંખાએ મલેક મુબારકના સામું ોયું. “હજરત !” સુલ્તાન કુલિખાંએ કહ્યું, “મને મારું કર્તવ્ય શિખવવાની આપને જરૂર નથી. હું તે સારી રીતે સમજું છું, અને જો મારે પેાતાને છેાડાથવા હાય, તે। મને કાઈ રોકનાર નથી. મને તેમ કરતાં કાઈ અટકાવે એમ નથી. આપ કહે છે કે, એમણે તે પત્ર બાળી મને લાંચ આપવા પ્રયત્ન કર્યો છે; એ વાત તદ્દન ખાટી છે, હડહડતું જૂઠ છે. નીચતાથી, દગાબાજીથી પત્ર મેળવવે એ એક જૂદી વાત છે, અને અનાયાસે હાથમાં આવેલાં એવાં સાધન ન વાપરતાં ઉદાર બુદ્ધિથી તેને નાશ કરવા, એમાં દિલદરિયાવપણું કેટલું છે, તેની કદર હું સારી રીતે કરી શકું એમ છું. એમણે જે મહાન સ્વાર્થયાગ કર્યો છે, તેની કિંમત હું સારી રીતે કરી શકું છું, અને ઇચ્છું છું કે, પરમેશ્વર કરે ને એમનાપર આવેલું તેાહેામત ટળી જાય. તેએ નિર્દોષ સાખીત થાય તે। મને આખી દુનિયાનું રાજ મળ્યા ખરેખર આનંદ થાય. પણ શું કરું? ન્યાયના મોં આગળ હું લાચાર છું. મારા કર્તવ્યથી હું પાછે ડગી શકતા નથી, પરંતુ હું તે પાક પરવરદિગાર ગટ્ટુર રિહમને પ્રાર્થના કરું છું કે, તેઓને નિર્દોષ સાખીત કરી, તેમના પ્રાણ ખચાવે. દિલશાદ મારી નૂરેનજરનું રક્ષણ કરવા હું સમર્થ છું. તેની મરજી વિરુદ્ધ, તેની ઇચ્છા વિરુદ્ધ હું તેને કાઇને સોંપવાને નથી.”
સલેક સુખારક ઇનાયતખાં તરફ્ વળ્યા, અને કહ્યું,
“હજરત! આપે જ ઇન્સાફ કર્યો છે. આ માણસ દેષિત ઠર્યો છે, તે હવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com