________________
નસીમાબાદ
૧૩૧
“બાનુ બેગમ! આપ અહીં શું કરે છે? આપને અહીં ઉભા રહેવું ઠીક નથી. જા આપ ઉપરના કમરામાં જઈ આરામ કરે.”
પણ આપ ક્યાં જાઓ છો ?” ખયરુન્નિસાએ પૂછ્યું. દરગાહમાં, બીજે કયાં?' ઈકામુદોલાએ જવાબ વાળ્ય. હં. શાહજાદીને બચાવવા કે ?” ઇર્ષારિત દષ્ટિએ ખયરુન્નિસા બેલી.
“હા,” વક્ર દૃષ્ટિએ ઈમુદૌલાએ જવાબ આપ્યો, અને એટલું કહી તે વેગથી પસાર થઈ ગયો. ઝટ પાછલા ભાગનું બારણું ઉઘાડી માણસે સાથે બહાર પડ્યો. કિનારા પર હેડી બાંધેલી હતી. તેણે માણસેને ઇસારે કર્યો, અને તેઓ હલેસાં લઈ હેડી હંકારવા લાગ્યા,
આછું અંધારું છવાયું હતું. તેમાં ઝાંખા માણસે પડછાયા જેવા જણાતા હતા. એમની દષ્ટિમાં આવ્યા વગર પસાર થવું મુશ્કેલ હતું, અને જે જોવામાં આવ્યા તે તીરનો વરસાદ છુટવાને. પણ તેઓ કિલ્લા પર જવાને લડવા મથતા હતા. આ તરફ તે લેકેનું ધ્યાન નહતું, અને ચમત્કારિક રીતે ઈઝામુદ્દોલા પિતાના માણસે સાથે સામે કિનારે પહોંચ્યો. કેઈના જોવામાં આવ્યા વગર તેઓ દરગાહ આગળ પહોંચ્યા. દરવાજો બંધ હતે. ફરીને તેઓ બીજા દરવાજા આગળ પિહોંચ્યા. જઈને દરવાજાપર આઘાત કર્યો. પણ અંદરથી કોઈએ જવાબ આપ્યો નહિ. તે ઉભું રહી કાન દઈ સાંભળવા લાગ્યો કે, અંદર કોઈ માણસે છે કે નહિ; સૂમસામ જણયું તેને લાગ્યું કે લુટારુઓએ અહીં આવીને હુમલો કરી માણસોને મારી નાખ્યાં હશે; પણ તેને ખાત્રી થઈ નહિ. એમ થવું અશકય લાગ્યું. તે જાણતા હતા, કે એ લેકે અહીં ભાગ્યે જ હુમલો કરે. કારણ કે, સઘળા જણ કિલ્લામાં ભરાઈ બેસવાના એની એ લોકોને ખાત્રી હતી. આટલું છતાં તેનું મન દિલશાદની સલામતી માટે ખટપટ કરવા લાગ્યું. અહીં આવવામાં ઈઝામુદ્દોલાની મતલબ દિલશાદને બચાવવાની હતી. લુટારુને તેને ભય ન હતો, પણ દિલશાદનું શું થશે, એની એને ભારે ચિંતા હતી. તેણે ફરીથી તે બારણાને જોરથી આધાત કર્યો. અંદર માણસને સળવળાટ તેને કાને પડ્યો. અવાજ કાને પડતાં તેણે એક વાર ફરીથી તે બારણને જોરથી ઠોક્યું, અને બૂમ મારી,
શાહજાદી સાહિબા! દિલશાદખાનમ! ખેલો, દરવાજો ખેલે ખુદાની ખાતર દરવાજો ખોલે.'
આનંદવ્યંજક સુસ્વાટ, પગલાંના અવાજ, સાથે જ દરવાજો ઉઘડ્યો, ને દિલશાદ ઈઝામુદૌલાને વળગી પડી. તેની ફિકર ટળી ગઈ. તેને લાગ્યું કે, હવે ભય નથી. તે સુખના સદનમાં પ્રવેશી હોય એમ તેને થયું.
અહીં બીજાં કેટલાં માણસે છે?” ઈઝામુદ્દૌલાએ પૂછ્યું. આ ફકીરે અને આ બૈરાં મળી દશેક જણે છીએ.”
ચાલે, હવે અહીં એક ઘડી પણ થોભવું એ ભયભરેલું છે.” ઈમુદોલા બે.
એક ક્ષણ વારમાં તેઓ સર્વ કિનારા આગળ આવી લાગ્યાં. અંધારું પુષ્કળ છવાયું હતું. કોઈને ચેહરે સ્પષ્ટ જોવામાં આવતો ન હતો, અને આવી સ્થિતિમાં તેઓ સહીસલામત બીજે કિનારે આવી પહોંચ્યાં પણ તે લૂટાઓએ એક ઝુંપડાને આગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com