________________
પર હાથ આવ્યા
૧૨૫
ઈઝામુદ્દૌલા આ છોડાયેલી સાપણના સામું સ્થિર દૃષ્ટિથી જોઈ રહ્યો. તે એક પણ અક્ષર બોલ્યો નહિ, અને તરત જ પીઠ વાળી ત્યાંથી પસાર થયો. થોડી વાર જુસ્સાના આવેશમાં ખયરુન્નિસા ત્યાં જ બેસી રહી; પછી તેણે આમતેમ નજર નાંખી તેની છાતીમાં ભયને સંચાર થયો. જે અહીં ફરીથી તે કાફર લુટાની ટેળી આવી પહોંચી તો ? આ વિચાર આવતાંની વાર તેના શરીરના જવાડાં ઉભાં થયાં. તેને લાગ્યું કે, “આ અરણ્યમાં જે તે આવી પહોંચ્યા તો પૂરી કમબખ્તી. અહીં હવે કઈ મારું રક્ષણ કરે એમ નથી.” આ વિચાર આવતાં તે ત્વરાથી ઉભી થઈ અને ઇટ્ટામુદૌલા ગયે હતું તે માર્ગે દેડવા લાગી. તેણે
ઝામુદૌલાને દૂર નદી કિનારે જતો જે. તે શ્વાસે શ્વાસ લેતી તેની પાછળ દેડવા લાગી. એટલામાં તેણે પાછળ કોઈ લૂટારુની બૂમ સાંભળી. તેણે એક ક્ષણ પાછું જોયું, અને તરત ભયભીત હરિની માફક નાસવા લાગી. જંગલને એક કર આદમી તરવાર લઈ વિકરાળ ચેહેરે તેની પાછળ દોડતો જણાય. તે જોરથી ઈઝામુદૌલાની પાછળ ચીસ પાડતી નાસવા માંડી.
“હજરત ! હજરત ઇઝામુદ્દૌલા” કરી કારમી ચીસ પાડી.
ઈકામુદૌલાએ તેની બૂમ સાંભળી, તરવાર કોષમુક્ત કરી, તે પાછો ફર્યો. તે માણસ તેને જોતાં જ જાણે જમીનમાં અદશ્ય થઈ ગયો હોય એમ જણાયો. ખયરુનિસા ઈઝામુદ્દોલાના પગ આગળ મૂચ્છ ખાઈ પડી.
કામુદ્દૌલાએ આમતેમ નજર ફેંકી પણ કોઈ આવતું જણાયું નહિ. પછી તેણે હળવેથી ખયરુન્નિસાનું બદિયન ઢીલું કર્યું, હાથ નાંખી આમતેમ જોયું તે કિંઈ પત્ર જેવું જણાયું. તરત જ તેણે તે બહાર કાઢી જોયું તે, જે પત્રની એટલી બધી તીવ્ર ઉત્કંઠા હતી, જે પત્ર પર સુલ્તાન કુલિખાએ દક્ત કર્યા હતા, જેને માટે દિલશાદ તેની સાથે આવી હતી, તે પત્ર હતા. ઈકામુદૌલાના ચહેરા પર આ નંદની છટા ખેલવા લાગી. તેના પર હાસ્ય છટા નૃત્ય કરવા લાગી. તેની કીકીઓ હર્ષથી નાચવા લાગી. તેણે ખયરુન્નિસાને પોતાના હાથમાં ઉચકી લીધી, પણ ત્યાર પહેલાં તેનું બદિયન હતું. તેમ ઠીકઠાક કર્યું, અને સંભાળપૂર્વક તે પત્રને પોતાના શરીરપરના વસ્ત્રના અંદરના ભાગમાં મૂકો. બાદમાં તેને ઉચકી નસીમાબાદના કિલ્લા તરફ ચાલવા લાગ્યો. કિલ્લે દૂર ન હત; સામે જ હતા.
જતાં જતાં તે હસવા લાગ્યો, અને પિતાના મનમાં વિચાર કરવા લાગે કે, એમાં શું છે? એ પત્ર મારે હતું ને મેં પાછો લીધે, એમાં ખોટું શું કર્યું છે? તે પત્ર તેણે પણ કે દહાડે સીધી રીતે મેળવ્યો હતો? ખરેખરી રીતે એ પત્ર મારે જ હતો. હું તેના પર સહી કરાવવાને લાવ્યા હતા. મને મલેક મુબારકે ઠગે. મલેક મુબારકને ખયરુન્નિસાએ થાપ આપી અને તેની પાસેથી મેં લઈ લીધો, એમાં ખોટું શું છે? પણ હા. જ્યારે તે જાણશે કે પત્ર ચેરાઈ ગયો છે, ત્યારે સાપણની માફક ફરી કુફાડા મારશે. ભલેને મારે! જોઈ લેવાશે. તે વખતે જે થાય તે ખરું.’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com