________________
૧૮
ૌનક મહેલની રાજખટપટ
“તો શું કરું? શાહજાદી સાહિબા પણ ખરેખર ગુડની માફક વળગી પડ્યાં તે એમ કર્યા વગર છૂટકે ન હતે.”
પણ આપને પણ વાતને ઉડાવતાં ઠીક આવડે છે જે.”
“અરે, તે તે પૂછતા જ ના. પટાવવું એ તે મારે મન રમત છે. જુઠું બોલવામાં પણ પાછો પડું એમ નથી. આ ઉપરાંત બીજા કેટલાક ગુણ સેવકમાં છે. પણ, હા, હજરત! ગામમાં બધે હાહાકાર થયો છે. સુલ્તાન કુલિખાં એમ ધારે છે કે, આપ જાસુસ છે, એટલું જ નહિ પણ આપ હવશપરસ્ત આદમી છે, અને તેથી તેની દુખરને ભગાવીને નાસી ગયા છે. માટે તે સિપાઈઓ લઈને આપની પેઠે પડેલ છે. મલેક મુબારકના હિતચિંતકો એમ ધારે છે કે, આપ તેને મારીને બળાત્કારથી તેની બૈરી ઉપાડી ગયા છે, માટે તેઓ તમને પકડવા
છે. પણ વધારે ઉત્કટ ઇચ્છા તો ખયરુન્નિસાને આપને પકડવાની છે. આપે તેના દિલને જખ્ખી કરી, તેના આપેલા ઘોડાપર સ્વાર થઈ, સેબતમાં તેને સાથે ન લેતાં બીજાને સેબતમાં લઈ ભાગી આવ્યા, તેથી તે આપને ધિક્કારે છે, ને તેણે ભાડુતી માણસે એકઠાં કર્યા છે, અને આપની પુંઠ પકડવા તે પણ નીકળી છે.”
ઈઝામુદ્દૌલા હસ્યા અને બોલ્યો. વાર, એ તે મારી વાત થઈ પણ આપને કેમ છે?”
“અરે, ન પૂછો વાત. મને પણ ભાગતાં કંઈ કંઈ મુસિબત નડી છે. પહેલાં તે જંગલમાં બે ચિત્તા મળ્યા. પણ આ ખૂદાના બંદામાં ઉઠાવવાની અને પટાવવાની હિંમત ઉપરાંત બીજી હિકમત છે, અને તે એ કે સેવક અચુક નેમ એવી તાકે છે કે ન પૂછો વાત. મને લાગે છે કે લોકો એ ચિત્તા, હરણને શિકાર કરવા રાખે છે, તે જ તેમણે છોડી મુકયા હોવા જોઈએ.”
અમને પણ એજ મુસિબત નડી હતી,' ઇકામદેલાએ કહ્યું; “અમારી પાછળ ત્રણ હતા. એમાંથી બને તે મેં મારી તરવારથી મારી નાખ્યાં, અને ત્રીજાને શાહજાદીએ કટારથી વધી નાખ્યો. સદ્દભાગ્યે એટલું સારું થયું કે, તે વખતે રાત ન હતી, નહિ તે બાર વાગી જાત. પણ હજરત! આપ કયાં સુધી વરંગુલમાં હતા ?”
ડે જ વખત. આપની વાત વરંગુલમાં ફેલાઈ. બાદમાં હું ત્યાંથી ચાલી નીકળ્યો. પહેલાં દિલશાદના લગ્નની વાત આખા શહેરમાં ફેલાઈ, અને સધળા આશ્ચર્ય પામ્યા. બાદમાં એવી વાત ફેલાઈ કે, આપે મલેક મુબારકનું ખૂન કર્યું, અને તેની બીબીને લઈ નાસી ગયા. હું પણ તરત જ રવાના થયો, અને આ ખીને રસ્તે નાસી આવ્યો, અને અહીં આપની મુલાકાત થઈ. સારું થયું, આપણે હવે સાથે જ મુસાફરી કરીશું, પણ જે દિલશાદને વાધો ન હોય તો. પણ હા, હજરત, આપણે પહેલ ફાટતાં જ અહીંથી નીકળી જવું જોઇશે, સમજ્યા? આપની પાસે તો ઘડે છેને?”
“પણ તે પર તે દિલશાદખાન સ્વારી કરશે,” ઈઝામુદ્દૌલાએ કહ્યું.
“હા, પણ તે આ જંગલમાં જ. બાદમાં ઘેડે રાખવો એ ઠીક નથી, કારણ કે એથી આપણને પકડાઈ જવાને સંભવ રહે છે. આપણે કો માગે લીધે કે કયાં છીએ, તે એનાથી જલદીથી કળી શકાય છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com