________________
કરી મેળાપ
“બાંદી! કાગડી ! દિલરૂબા અહીં કયાં છે?”
“વાહ, બીબી, વાહ!” બાંદી તે રમણીના કહેવાના મર્મ સમજી મજાકમાં બેલી; “આ કમરિન બાંદીને ક્યાંથી ખબર હોય કે બેગમસાહિબા દિલબાના દિદારની યાદમાં ગમખ્વાર થઈ ગયાં છે.”
બાંદી! જરા જબ સંભાળ.”
“લ્યો, બીબી! આપ તે વાત વાતમાં ખફા થાવ છો તો! મેં તો માત્ર એટલે દિલમ્બા વાજાની વાત કરી. આપ બધું ઉલ્ટા અર્થ કરે અને ગરીબ પર રેષ કાઢે, એ શું?
નહિ, નહિ, ચાંદ તારાપર ગુસ્સે હોય ખરે કે તું તે મારી હૈયાની કાર છું,” ચાંદને હામ્ પળવાર જોઈ રહી તે રમણી બોલી, “ચાંદ ! જરા શરબતે શિરાઝ લાવ તે.”
ચાંદ ઉભી થઈ નમન કરી પોતાની શેઠાણીની આજ્ઞા પૂરી કરવા ચાલી.
આ રમણ ત્યાં વિચારમગ્ન બેસી રહી. તેના મનમાં અનેક વિચાર આવતા હતા. તે પોતાની પૂર્વાવસ્થાને અત્યારની સ્થિતિ સાથે સરખાવતી હતી. અત્યારે તેની સ્થિતિમાં કે અપૂર્વ ફેરફાર થયો હતો જ્યાં તેની કંગાલ અવસ્થા? અને ક્યાં અત્યારને શાહીબેગમના જે દેર દમામ? કયાં તેનું બિઠુરમાં આવવું? એકાએક ભાગ્યને ચમકાટ ! તે લગ્ન, રાજખટપટ, નાસી જવું અને અત્યારના વૈભવમાં પણ ડગમગતું ભવિષ્ય-આવા વિચાર તેના મનમાં ચાલતા હતા, એવામાં ચાદ પાછી ત્યાં આવી. તેના હાથમાં સુનાની સુરાહી અને જામ હતા; નીચી નમી, વિનયપૂર્વક સુરાઈ અને જામ નીચે રાખી બેલી--—બાબા સાહેબ! જામ ભરી આપું?”
તે રમણુએ પોતાનું ડોકું હલાવ્યું. બાંદીએ જામમાં શરબત રેડ્યું; અને જળપાત્રમાંથી ઠંડું જળ નામી તે રમણની આગળ ધર્યું. તે રમણુએ તે શરબતના પ્યાલાને પોતાના નાજુક હાથમાં લીધો અને પ્રવાળસમ રક્ત અધર૫ર ધરી, શરબત પી ગઈ. ચાંદ વિદાય થઈ, એટલામાં એક બીજી બાંદી ત્યાં આવી, અદબપૂર્વક કુર્નિશ કરી બેલી –
“બાન સાહિબા ! પાયતખ્તથી કઈ ઉમરાવ આવ્યા છે?” “તેમનું મુબારક નામ?” તે રમણુએ પૂછ્યું. “ઇમામુદૌલા” બાંદીએ જવાબ આપ્યો.
“અમીર-ઉલ-અઝામુદલા!” આશ્ચર્ય પામી તે રમણ બોલી; “બાંદી ! જા, નેકરને ઝટ ખબર કર કે, તેમને માટે ઉતરવાને સર્વ ઇંતેજામ કરે, અને ખર્ચ કરે કે આપ આરામ લે એટલામાં આકા આવી આપની સેવામાં હાજર થશે. જે, એમને કોઈ પણ જાતની તકલીફ ન પડે, સમજી ?
બાંદી સલામ કરી ત્યાંથી વિદાય થઈ નેકરને સર્વ પ્રકારને ઇતેજામ કરવા આજ્ઞા કરી; પાછી આવી બંદેબસ્ત કર્યાના સમાચાર તે રમણને કહા.
વાર, હનિફા તું જા, કંઈ કામ નથી. યાદને અહીં થોડી વારમાં આવવાનું
બાંદી ત્યાંથી ચાલી ગઈ. તે રમણું ફરીથી વિચાર કરવા લાગીઃ “અહા ! જ્યાં તે બાલકાળને સમય, કયાં તેનું રાજધાનીમાં આવવું, કેટલી ખટપટ, કયાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com