________________
હાર્દિક અનુમોદનાપૂર્વક ધન્યવાદ આપવાની આપણી ફરજ ચૂકવાની નથી.
આ પરિચય બહુ જ ટુંકા વખતમાં અને જેમ બને તેમ ઝડપથી તૈયાર કરી એટલી જ ઉતાવળથી છપાવી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, તેથી અનેક ખલનાઓને સંભવ છે જ. છતાં સર્વની ઉપેક્ષા કરી, તેમાંથી લેવી જોઈતી ગ્ય પ્રેરણા મેળવવા તરફ જ સુજ્ઞ વાચકે લક્ષય રાખશે, એવી વિજ્ઞપ્તિ છે.
આ પુસ્તક પ્રસિદ્ધ કરવામાં જેમણે જેમણે આર્થિક ફાળો આપે છે, તેઓએ માત્ર તપસ્વી મહારાજ તરફની ભક્તિથી કહો કે–તપના પ્રભાવથી વાસિત અંત:કરણથી તપ તરફની ભક્તિથી હદયની હાર્દિક પ્રેરણાથી દુન્યવી નિષ્કામ ભાવે અર્પણ કરેલ છે.
અંતમાં આર્ય સંસ્કૃતિ, તેને જીવનમાં જીવવાની ખરી લાયકાતવાળી આર્ય પ્રજા અને શ્રી મોક્ષ માર્ગનું સંચાલક શ્રી જૈન શાસન સદા જયવંત હો એમ ઈચ્છી વિરમીએ છીએ. '
પાલીતાણું છે તા. ૨૮-૨-૪૬ "
લી
પ્રકાશક,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com