________________
કાર્યક્ષેત્ર, વિગેરે, જેટલા કિલ્લા છે, તેને લીધે, તથા બાહ્યક્ષેત્રેથી દૂર રહી, અંદરના સુવ્યવસ્થિત ક્ષેત્રમાં સ્ત્રી જેમ જેમ વધુ ગોઠવાયેલા રહે છે, તેમ તેમ તેટલા પ્રમાણમાં તેના મન, વચન, કાયાનું, સામર્થ્ય સંગ્રહિત, સુરક્ષિત, સુવ્યવસ્થિત, સુગ્રથિત, સુસંચિત રહે છે. તે તમામ સામર્થ્ય સંતાનોને વારસામાં મળે છે, જેથી ઉત્તમ અને આદર્શ જીવનમાં ટકી રહેનારા પવિત્ર વારસાવાળા સંતાન થાય છે, જેઓ ધર્મ અને વિશ્વ સુવ્યવસ્થા ટકાવી શકે છે. આ વધુ સૂક્ષમ રહસ્ય છે.
“પુરુષમાં નબળાઈએ પ્રવેશ કર્યો હોય, માટે સ્ત્રીઓમાં પણ પ્રવેશ થવો જ જોઈએ.” એવી આશા તે કઈ નજ રાખે.
આવી કુળવતી કન્યાઓમાં તથા સ્ત્રીઓમાં શિથિલ્ય પ્રવેશ કરવા ન પામે, માટે ભારતીય સમાજ વિધાયક અને રક્ષકો અનેક પ્રકારની ખબરદારી રાખતા આવ્યા છે, અને સાથે સાથે માતા તરીકેની, પુત્રી તરીકેની, બહેન તરીકેની, પત્ની તરીકેની તેની સાંગોપાંગ જાળવણ, રક્ષા, યોગ્ય માન સન્માન અને તેના માનસની સુસ્થિતિ જાળવવા માટેના પ્રયત્ન-કરતા આવ્યા છે.
હેન, દીકરી, પત્ની, માતા વિગેરે સ્ત્રીસગાં તરફના પ્રચલિત કરેલા સુરીતરિવાજોને પાળતા આવ્યા છે, અને ટકાવતા આવ્યા છે.
પત્નીને કોઈ તરફથી કઈ ન આવે, પત્નીનું કઈ તરફથી અપમાન ન થાય, તેના શિયળને જરાપણ ખામી લાગવાની શંકા પણ ન થાય, તેને માટે પતિઓ પ્રાણપણ સુધીના ભેગો આપતા આવ્યા છે, જે ભારતના ઈતિહાસમાં સુપ્રસિદ્ધ છે.
જે કુટુંબની હજારો બબ્બે લાખો પઢિઓમાં પતિવ્રત્ય ભંગ કરનાર એક પણ સ્ત્રી, મા, બેન કે પુત્રી મળી ન આવે, એવા ભારતમાં હજુ અનેક કુટુંબ વિદ્યમાન છે. તેને ચૂંથી નાંખવાના આજે અનેક પ્રયાસો અનેક રીતે વિપરીત વાતાવરણના પ્રચારથી ચાલી રહ્યા છે, છતાં, હજુ એ કિલ્લા ઘણે અંશ અભેદ્ય રહ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com